લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
શૂન્ય પાલનપુરી

પાલવ અડક્યાનો મને વ્હેમ છે – હરીન્દ્ર દવે

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

-હરીન્દ્ર દવે

5 Comments »

  1. Suresh Shah said,

    July 21, 2013 @ 3:48 PM

    મારા પ્રિય કવિ હરિન્દ્ર દવે ની આ કવિતા વાંચવા મળી. આભાર.
    પ્રેમની વ્યથા વ્યક્ત કરતી આ કવિતા – આટલા અબોલા પછી આવો સવાલ, ….

    મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું !

    માનશો તમે કે, હજી આપણી વચાળે જરી પ્રેમ છે ?

    ખૂબ મીઠુ અને મઘુર ….

    – સુરેસ્શ શાહ, સિંગાપોર્

  2. વિવેક said,

    July 22, 2013 @ 2:21 AM

    One of the best in our treasure…

  3. anami said,

    July 25, 2013 @ 9:25 PM

    with all respect of Vivek Taylor,….One of the best in our treasure…

  4. KANAIYA DIPEM said,

    February 23, 2014 @ 1:24 AM

    આ કવિ ચહરિન્દર દવે ના કાવ્યો વાચિને ખુબ જ આનન્દ થયો.

  5. Anil Shah.Pune said,

    September 21, 2020 @ 12:54 AM

    જુઓ તમે આમ રીસાઈને ગયાને,
    મનમાં કાંઈક લઈને ગયા,
    તમારા આંસુ ઓનો ભીનો રુમાલ,
    તમે કેમ કરી ભૂલીને ગયા,
    રીસાવું ક્ષણિક ને હોબાળો આટલો,
    લોકો પણ અમને તતડાવી ને ગયા,
    સહન કરી અમે ચૂપચાપ રહ્યા,
    તોય કહો છો આંખો કાઢી ને ગયા,
    ધરતી આકાશ એક કરીને બધા
    તમે અમને નમાવીને રહ્યા,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment