આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું, કહું ? હા, સન્નાટો.
ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લિસોટો.
જિગર જોષી ‘પ્રેમ’

છોકરીના હૈયામાં – મુકેશ જોષી

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી
છોકરીના હૈયામાં….

છોકરાએ મનમાં સગાઈ કરી
છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
ખિસ્સામાં માય નહીં, છાતીમાં
મૂકે તો છોકરાને દર્દ થાય સામટું

છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી….
છોકરીના હૈયામાં….

છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
શ્રી ગણેશાય લખી નાખ્યું
મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
ફેરા ફરવાનુંય રાખ્યું

ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
લાગી ગઈ આખી ગંગોતરી…
છોકરીના હૈયામાં….

-મુકેશ જોષી

10 Comments »

  1. Akhtar Shaikh said,

    June 23, 2013 @ 3:12 AM

    વાહ વાહ સ્રરસ

  2. Jagdip said,

    June 23, 2013 @ 7:34 AM

    ઘરડા વડની વડવાઈએ ખૂબ ઝૂલ્યા જી
    નવલી કૂંપળ અઢળક ઉગતી કેમ ભૂલ્યા જી…!!

  3. SURESHKUMAR G VITHALANI said,

    June 23, 2013 @ 8:24 AM

    A wonderful gazal. congrats to shri Mukesh Joshi.

  4. Harshad said,

    June 23, 2013 @ 10:02 PM

    Are vah bhai,
    Bahoooooot khub!!! Like this.

  5. વિવેક said,

    June 24, 2013 @ 2:15 AM

    ખૂબ જ સુંદર ગીત… ઘણા સમય પછી ફરી વા6ચવાનું થયું… મુકેશ જોષી આજના યુગના સૌથી સશક્ત ગીતકારોમાં મોખરાનું નામ છે…

  6. Laxmikant Thakkar said,

    June 24, 2013 @ 2:22 AM

    ” છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ….” સરસ ..અભિનંદન ફરી ” મુગ્ધ ” થવા-બનવાનો લ્હાવો….

    વરસાદી મોસમ, મહોબ્બતની મોસમ …
    ભીના એક છૂપા એહસાસની મોસમ….
    સ્પર્શના અંગત ઈતિહાસની મોસમ…
    ટેરવાંની લિપિ ઉકેલવાની મોસમ…
    ગુપ્ત-સુપ્ત ઉષ્મા-હૂંફની મોસમ.
    મનમાં ને મનમાં મ્હોરવાની મોસમ .
    તન-મનથી માણવાની મોસમ …

    -લા’ કાન્ત / ૨૪-૬-૧૩

  7. HATIM THATHIA said,

    June 25, 2013 @ 12:14 PM

    we were also looking a simple -but GOOD- poetry and like innocent boy we have found GANGOTARI- IN GUJRATI MLAST TWO LINES ARE SUNNNNDAR!!!!!!!!!!!!!!!!!!!

  8. pragnaju said,

    June 26, 2013 @ 10:04 AM

    છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
    શ્રી ગણેશાય લખી નાખ્યું
    મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
    ફેરા ફરવાનુંય રાખ્યું

    સ રસ અભિવ્યલ્તી

  9. jigar joshi prem said,

    June 29, 2013 @ 12:57 AM

    ફરી ગીત વાંચવાની મજા પડી. બહુ જ સુંદર ગીત

  10. વિજય ચલાદરી said,

    July 1, 2013 @ 5:15 AM

    છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
    છોકરાના હૈયે લીલોતરી
    કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
    છાપે છે મનમાં કંકોતરી
    છોકરીના હૈયામાં….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment