દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કલાપી

કુવામાં વાંસ વાંસ પાણી – જગદીશ જોષી

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વીખેરી નાખો
જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોય પંખીની થાય ભીની આંખો

છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું
તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું

નહીં આવો તો યે આશ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર
ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાઇ
એની આંખોમાં ડંખે ઓથાર

ચૈતરનો વાયરો વાવડ પૂછે છે
કે ક્યારે અહીં વરસે ચોમાસું

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

– જગદીશ જોષી

ધીમે ધીમે બે-ત્રણ વાર વાંચતા આ કાવ્ય એક જબરદસ્ત ઘેરું વિષાદ-વિશ્વ નિષ્પન્ન કરે છે…. સૂની સાંજે આપણે કૂવા-કાંઠે ઊભા હોઈએ એ કલ્પન સાથે આ ગીત ખૂબ ધીમેથી વાંચી જુઓ….

7 Comments »

 1. pragnaju said,

  April 8, 2013 @ 8:11 am

  કુવામાં વાંસ વાંસ પાણી
  ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
  આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
  સૂની આ સાંજ સમું આંસુ
  મઝાનું ગીત

 2. Maheshchandra Naik said,

  April 8, 2013 @ 2:08 pm

  ચૈતરનો વાયરો વાવડ પૂછે છે,
  કે ક્યારે અહીં વરસે ચોમાસુ!!!!!!……
  સરસ ગીત્……………………

 3. jyoti hirani said,

  April 9, 2013 @ 2:21 pm

  ગેીત નો લય અપ્રતિમ સુન્દર …

 4. વિવેક said,

  April 10, 2013 @ 1:42 am

  સાદ્યંત સંતર્પક ગીતરચના…

 5. peeyupalanpuri said,

  April 12, 2013 @ 12:56 pm

  bhavmay geet

 6. Vidyut Oza said,

  April 16, 2013 @ 4:41 pm

  બહુ જ સુન્દર ભાવવાહિ કાવ્ય ભેરુની યાદ આવી જાય અને ભુતકાળ મા સરી જવાય વિશાદ કરતા તે ક્ષણો ની મસ્તીમા અસ્તિત્વ આનન્દી ઉઠે ….દિલદારી છે આ તો…

 7. La'Kant said,

  May 2, 2013 @ 1:12 am

  લાગણીને ઝકઝોરી મૂ કે એવું કંઈક/કોઈક ખૂટતું લાગે …ત્યારે..મન આળું અને -આંખો ભીની થઇ જાય તેવો એહસાસ …-લા’કાન્ત / ૨-૫-૧૩

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment