ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં,
ફરીથી આપણાં પથ્થરને ફેંકતાં રહીએ.
-જવાહર બક્ષી

સવાર લઈને – અનિલ ચાવડા

anil_book

હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ? ના આવે.

જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે,
અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે ? ના આવે.

નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં,
બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ? ના આવે.

તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.

આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે.

– અનિલ ચાવડા

‘શયદા’ પુરસ્કાર અને ગુજરાત રાજ્ય યુવાગૌરવ પુરસ્કારના વિજેતા કવિ અનિલ ચાવડા એ આજની ગઝલનો બદલાતો અવાજ છે. આ અવાજ બળકટ પણ છે અને ભાષાની બરકત વધારે એવો પણ છે. અગાઉ એક સંગ્રહ અન્ય ચચ્ચાર મિત્રો સાથે ભાગીદારીમાં આપ્યા પછી કવિ લાં…બી પ્રતીક્ષા બાદ પોતાની ખુદની “સવાર લઈને” રજૂ થાય છે ત્યારે લયસ્તરોના અને મારા ખાસ લાડકા આ કવિનું એના ગઝલસંગ્રહ સાથે બાઅદબ સ્વાગત છે…

આ સાથે જ અનિલના બીજા બે પુસ્તકો – “શબ્દ સાથે મારો સંબંધ” (સંપાદન) અને “એક હતી વાર્તા” (વાર્તાસંગ્રહ) પણ પ્રગટ થયા છે. સર્જકને હાર્દિક અભિનંદન.

23 Comments »

  1. perpoto said,

    March 14, 2013 @ 3:10 AM

    આવે? ના આવે
    સાંજ પછી સવાર
    કદાચ આવે…..

  2. jjugalkishor said,

    March 14, 2013 @ 5:34 AM

    સ્તર તો ઊંચું હોય જ પણ લય એક નવી જ ગતિમાં આવ્યો છે. પ્રશ્નાર્થ પાસે તે જુદીજુદી જાતના વિરામો મૂકીને છેવટે એક જ સરખા લાગતા છતાં દરેક વખતે નવા જવાબ સાથે વાત કરતા લયને લયસ્તરો પર સ્વાગત !

  3. urvashi parekh said,

    March 14, 2013 @ 5:47 AM

    khubaj saras. Anilbhai, abhinandan.

  4. lata j hirani said,

    March 14, 2013 @ 5:58 AM

    અફલાતુન, અફલાતુન, અફલાતુન….

  5. RASIKBHAI said,

    March 14, 2013 @ 10:50 AM

    બહુ સરસ મઝ પદિ ગૈ ભુલ ચુક માફ્.

  6. pragnaju said,

    March 14, 2013 @ 10:53 AM

    ખૂબ સુંદર ગઝલનો અદભૂત લયદાર મક્તા
    આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
    વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે.
    વાહ
    ભણકારાય કવિશ્રી ઝ. મે.નો સ્વર
    ક્યાં ક્યાં ગરજે?
    બાવળનાં જાળાંમાં ગરજે
    ડુંગરના ગાળામાં ગરજે
    કણબીના ખેતરમાં ગરજે
    ગામ તણા પાદરમાં ગરજે
    નદીઓની ભેખડમાં ગરજે
    ગિરિઓની ગોહરમાં ગરજે
    ઊગમણો આથમણો ગરજે
    ઓરો ને આઘેરો ગરજે

  7. Sakshar said,

    March 14, 2013 @ 2:56 PM

    તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
    છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.

    વાહ! રદીફમાં ચિહ્નો બદલીને કરેલો જાદુ.

  8. Anil Chavda said,

    March 15, 2013 @ 1:19 AM

    Priy Vivekbhai

    Aape aapni Wesite par Mara Sangrahne Sthan Aapi
    Maru Ane Mari Kavitani – Bannenu Muly Vadharyu Chhe….

    Aapno Hammesh Runi Chhu

  9. વિવેક said,

    March 15, 2013 @ 1:51 AM

    @ અનિલ ચાવડા:

    આપની રચના અહીં મૂકવા બદલ આપ જો હંમેશ માટે મારા ઋણી રહેવાનો હો તો આ રચના લયસ્તરો પર આપની આખરી રચના બની રહેશે… મિત્રતામાં ઋણ ન હોય… અને જો ઋણની જ વાત કરવી હોય તો અમે લોકો સાડી સાતસો કવિઓના ઋણી છીએ, જેમની રચનાઓ અમે કોઈ પણ જાતની પરવાનગી વગર આડેધડ અહીં મૂકીએ રાખીએ છીએ…

    લયસ્તરો પર અમે કોઈ જનસેવા નહીં, “સ્વસેવા” જ કરીએ છીએ કેમકે કવિતાના માધ્યમથી અમને અમારી જાત સાથે ઓળખાણ સતત તાજી થયા કરે છે…

  10. Anil Chavda said,

    March 15, 2013 @ 1:59 AM

    ઑહો એમ છે વિવેકભાઈ

    તો તો કવિઓન ઋણ તમારી પર છે એમ થય ને…
    ખેર કોઇની પર કોઇનુ ઋણ નથી એવુ રાખીએ…
    કવિતા એ તો આત્માનો આનન્દ છે…
    જે આનન્દ તમે લોકો સુધી પહોન્ચાડ્યો છે….

    તમારી આ સ્વસેવાને સલામ છે….

  11. Anil Chavda said,

    March 15, 2013 @ 2:07 AM

    pn kavitama tame matr tamari aatm seva nthi karta… Aa Tamari SV-SEVA Hova Chhata pn PAR-SEVA pan chhe j..

  12. rathod paresh said,

    March 15, 2013 @ 6:11 AM

    Hu evi nanh moti gazal lakhu 6u.

  13. Atul Shastri said,

    March 15, 2013 @ 9:53 AM

    ખૂબ સુંદર ગઝલ. વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે. અભિનંદન

  14. Milind Gadhavi said,

    March 15, 2013 @ 2:38 PM

    કવિ અનિલ ચાવડાનો કાવ્યસંગ્રહ ‘સવાર લઈને’ કવિઓ, ભાવકો, અભ્યાસુઓ અને ગુજરાતીઓની અંગત લાયબ્રેરીમાં હોવો જ જોઈએ.

    આવનારા સમયમાં આપણે આ યાદ કરીને ગૌરવ લઈશું કે આપણે સૌ અનિલના સાંપ્રતો રહી ચૂક્યા છીએ અને ગુજરાતી ગઝલના બદલાવના સાક્ષીઓ છીએ.

  15. Maheshchandra Naik said,

    March 15, 2013 @ 4:08 PM

    કોઈનો ઈન્તેજાર નહી અને સર્વનો સ્વિકાર, ગઝલ સરસ્ મઝા આવી ગઈ……..
    કવિશ્રી અનિલભાઈને અભિનદન…….

  16. sudhir patel said,

    March 15, 2013 @ 4:25 PM

    ગઝલ-સંગ્રહના પ્રકાશન પર કવિશ્રી અનિલ ચાવડાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  17. ઊર્મિ said,

    March 15, 2013 @ 8:25 PM

    કવિશ્રીને અઢળક હાર્દિક અભિનંદન… ખૂબ જ મજાની અને દમદાર ગઝલ.
    સંગ્રહની કોપી મને ક્યારે પાર્સલ કરે છે, વિવેક? 🙂

  18. anil chavda said,

    March 16, 2013 @ 10:53 AM

    પ્રિય મિલિન્દ ગઢવી,

    તમે તો મને ખૂબ જ ઊંચ્ચા દરજ્જા પર મૂકી આપ્યો ભાઈ…
    જેને માટે કદાચ હું હજી લાયક નથી…

  19. nehal said,

    March 16, 2013 @ 12:24 PM

    કવિશ્રી અનિલ ચાવડાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!

  20. La'Kant said,

    March 17, 2013 @ 5:57 AM

    હકીકતમાં, ભીતર સંઘરાયેલા ચિત્રો,નાદ-ધ્વનિઓ,કંઈ ને કંઈ…સચવાયેલું…આમ પડઘા…પ્રતિબિંબો…ગર્જન …ફરીથી જીવંત કરી આપતા હોય છે…
    “લયસ્તરો પર અમે કોઈ જનસેવા નહીં, “સ્વસેવા” જ કરીએ છીએ કેમકે કવિતાના માધ્યમથી અમને અમારી જાત સાથે ઓળખાણ સતત તાજી થયા કરે છે…”-વિવેકભાઈની વાત સહીજ…
    વધુ આનંદ તો માણનાર જાણ ને જ મળે ને! અને તેથીયે વિશેષ કર્તા/લખનારને…કેવો,કેટલો…તે તો જણ જણ ની અંગત ઝીલવાની…ક્ષમતા,સામર્થ્ય,પાત્રતા પર જ અવલંબે ને ?
    ” જીસકા જીતના,જૈસા આંચલ,
    વૈસી ,ઉતની હી સૌગાદ મિલી. સ્વ.મીનાકુમારીજી}
    -લ્લા’કાન્ત / ૧૭-૩-૧૩

  21. Pravin Shah said,

    March 17, 2013 @ 6:52 AM

    હરજી આવે ? ના આવે…. વાહ !
    કવિને હાર્દિક અભિનંદન !

  22. jigna trivedi said,

    March 19, 2013 @ 2:38 PM

    ખૂબ જ સરસ.

  23. poonam said,

    April 2, 2013 @ 3:59 AM

    તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
    છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.
    – અનિલ ચાવડા – ક્યા બાત….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment