અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?
હર્ષ બ્રહ્મભટ્ટ

ટહુકો – મકરન્દ દવે

લીલોકુંજાર એક ટહુકો ભમે છે એને
ક્યાંયે મળી ન કોઈ ડાળી.

ઊગતે પહોર એક આવ્યો કિલકાર
પેલા આથમણા આભને વીંધી,
અંધારી રાત મહીં આથડતાં વાટ એને
તારાએ તારાએ ચીંધી;
કોઇ કોઇ વાર મારે પિંજર પુકારે ને
હેરું તો દિયે હાથતાળી.

આંખો માંડું તો એક પીંછુ આઘે તરે
ને સાંભળવા બેસું તો સૂન,
કોઇ એક ટહુકાને કારણિયે હાય મારી
કેવી ધધકતી ધૂન!
ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો
ટહુકાનો રંગ લઉં ભાળી.

– મકરન્દ દવે

ટહુકો એ પરમાત્મા રૂપી જ્યોત છે. કવિના હૈયે એક આત્મારૂપી જ્યોત ટમટમે છે. ઊગતો પ્હોર એટલે જન્મ. કવિનું હૈયું એક અજબ અજંપો અનુભવે છે…. એને ખૂબ અસ્પષ્ટ આછો અંદાજ છે કે જ્યોત ભલે બે ભાસતી હોય,પણ અગ્નિ એક જ છે. કવિની ઇન્દ્રિયો કવિને એ વિશ્વાનલનો અનુભવ કરાવવા અસમર્થ છે અને તેને પામવાની એક ધૂન સતત કવિહૈયે ધધકતી રહે છે…. આ શરીરનું પાંજરું તોડી ને આંતર્જ્યોત ઊર્ધ્વિત થશે તો જ  વિશ્વાનલમાં લીન થઇ શકશે.

6 Comments »

 1. Anil said,

  March 3, 2013 @ 6:32 am

  સુંદર રસમય અભિવ્યક્તિ….ખૂબ સુંદર ભાવાર્થ…

 2. rajendra c parekh said,

  March 3, 2013 @ 10:44 am

  .ખૂબ સુંદર ભાવાર્થ…

 3. Maheshchandra Naik said,

  March 3, 2013 @ 12:08 pm

  સરસ રસમય ભાવસભર રચના…………………

 4. pragnaju said,

  March 3, 2013 @ 4:58 pm

  આંખો માંડું તો એક પીંછુ આઘે તરે
  ને સાંભળવા બેસું તો સૂન,
  કોઇ એક ટહુકાને કારણિયે હાય મારી
  કેવી ધધકતી ધૂન!
  ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો
  ટહુકાનો રંગ લઉં ભાળી.

  અદભૂત અભિવ્યક્તી
  એક દિવાથી…દિલનો દીવો થઇને સમગ્ર ચેતનાને અને ચેતનાની આસપાસ વિકસેલી આપણી પ્રતિભાને પણ અજવાળવાની વાત છે.આપણો પડછાયો જો આપણી પાસે અજવાળું હશે તો આપણાથી દૂર રહેવાનો છે.આપણામાં જ તેલ અને દિવેલ, દિવેટ છુપાયા છે. માત્ર એક તણખાની જરૂર છે, જે આપણને પ્રગટાવતા આવડવો જોઇએ. આ તણખો ચન્દ્ર, સૂરજ અને તારા કરતાં પણ વધારે પ્રજ્ઞાવાન છે. વધારે તેજસ્વી અને ઓજસ્વી છે. એ આતમનો દીવો છે. દેખાતા અવાજો છે

 5. La'Kant said,

  March 4, 2013 @ 4:47 am

  ઋષિ-કવિવર્ય “સાંઈ”મકરંદ દવેને ધ્યાન-મગ્ન દશામાં, ઉચ્ચ ચેતના દ્વારા ઉપલબ્ધ થયેલ શબ્દો…ક્યાંક ગેબી ગગનમાંથી સરીઆવેલ…નાદ/{વાણી… અવાઝ…..} ઝીલાયો તેની વાત…લાગે છે!
  “પેલા આથમણા આભને વીંધી,” એમ કેમ કહે છે રચનાકાર?
  પશ્ચિમી પવનને પૂંઠે સવાર ” ટહુકો “..નાદ ગજવે છે…{ એ આત્માની પૂકાર જ ને?}
  “હેરું તો દિયે હાથતાળી.” – પકડમાં ઝટ ન આવે તેવો ગેબી અવાજ છે એ!
  પંડ્યનું પોત પાકટ=ઠરેલ હોય તો ,ભીતરમાં અલખની ધૂન જાગે…એમાં એવા તે લયલીન થઇ જવાય કે…એનો પારસ-સ્પર્શ જ કાફી છે… પરિચાયક ” અગ્નિ”=તણખો કહે…કોઈ “દિલનો દીવો” પ્રમાણે ..અને મારા જેવા કો’કને.. આત્માનો તીણો અને ઝીણો સુક્ષ્મ ધ્વનિ …ભાસે …એ નાદમાં ઓતપ્રોત થઇ જવાની આ પ્રક્રિયામાંથી ગુજરવાનો “અનુભવ” આપણા અંતરને અજવાળે…એક ખાસ વિશેષ અનુભૂતિ થઇ જાય સહજ.. એક વિશેષ સમજણ પાકી થાય=પ્રજ્ઞા જાગે !!! એજ જિજ્ઞાસુ ખોજીની અનુભૂતિ… ઉપલબ્ધિ તેની આગવી મૂડી… આગળ “યાત્રા”માં પ્રગતિ કરવા માટે… એક રચનામાંથી “કંઈક”ના અંશો ટાંકવાનું મન થાય છે.

  “ભવ્ય કોઇની ભીતર બંસી બાજી છે!
  કેમ કરીને રોકું? કો’ “હું” કાર હાંવી છે,
  અસીમ અંતરે આરત અકળ જાગીછે !
  ‘ચેતન’-સળવળ મહીં અનહદ જાણી છે!
  અકળની કળતર બહુ સઘન માણી છે.
  ‘પરમ’નો પાવન પારસ-સ્પર્શ કરતો હું!”
  ————————————————–
  પ્રજ્ઞા-પુલકનો સિક્કો સોનાનો એમાં ચળકે સ્રોત ઈશ્વરનો,>

  શ્વેતલતા,શીતલતા ફોરાંની અનંત થઈ ગયો. >{ “ટહુકામય થવાની વાત}

  આજ તો અંતિમ ધ્યેય-મકસદ છે ” જીવન “ના ,ખરુંને?
  -લા’કાન્ત / ૪-૩-૧૩

 6. La'Kant said,

  March 4, 2013 @ 4:49 am

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment