શાંત થા ને એક હોડીની હવે ચિંતા ન કર,
એક દરિયો શું કરી શક્શે વલોવાની ક્ષણે ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું – એમિલી ડિકિન્સન

દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું,
તું અને હું, આજ રાત્રે!
તું ભૂલી જજે એણે આપેલી ઉષ્મા,
હું ભૂલી જઈશ પ્રકાશ !

જ્યારે તું પરવારી લે, મહેરબાની કરી કહેજે મને,
ત્યારે હું મારા વિચારોને ધૂંધળા કરી દઈશ.
જલ્દી કર! રખેને તું પાછળ પડી જાય
ને હું એને યાદ કરી બેસું.

-એમિલી ડિકિન્સન
(અનુ. વિવેક મનહર ટેલર)

*
આજે વેલેન્ટાઇન ડે પર એક અનોખું પ્રેમકાવ્ય. કહે છે કે પ્રેમની ખરી તાકાતનો અંદાજ વિરહમાં મળે છે, મિલનમાં નહીં. પ્રેમભગ્ન થયા પછી નાયિકા પોતાના હૃદય સાથે સંવાદ સાધે છે અને બેવફા પ્રેમીને ભૂલી જવાનું નક્કી કરે છે. પણ ભૂલવાની પ્રક્રિયા કેટલી તો વસમી છે કે નાયિકા પહેલી ચાર લીટીમાં જ ત્રણ-ત્રણ વાર ‘ભૂલી’ શબ્દ દોહરાવે છે.

અને મજા તો ત્યાં છે જ્યારે નાયિકા હૃદયને મીઠો ઉપાલંભ આપે છે કે એને ભૂલવામાં જલ્દી કરજે. નાહક તું ધીમું પડશે અને હું એને યાદ કરી બેસીશ. કેવી વિવશતા ! કેવી મજાની પ્રેમની દિવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

Heart, we will forget him

Heart, we will forget him,
You and I, tonight!
You must forget the warmth he gave,
I will forget the light.

When you have done pray tell me,
Then I, my thoughts, will dim.
Haste! ‘lest while you’re lagging
I may remember him!

– Emily Dickinson

19 Comments »

 1. Neha purohit said,

  February 14, 2013 @ 12:52 am

  સચોટ કાવ્ય…

 2. Piyush S. Shah said,

  February 14, 2013 @ 3:00 am

  ખુબ જ ઉમદા ભાવાનુવાદ …

 3. narendrasinh chauhan said,

  February 14, 2013 @ 3:25 am

  જલ્દી કર! રખેને તું પાછળ પડી જાય
  ને હું એને યાદ કરી બેસું.

  ખુબ સરસ અનુવાદ

 4. Dr Mukur Petrolwala said,

  February 14, 2013 @ 7:14 am

  સરસ કાવ્યનો સુંદર અનુવાદ !

 5. vijay joshi said,

  February 14, 2013 @ 7:46 am

  આટલો સુન્દર ભાવાનુવાદ વિવેકભાઈ જેવા ઉત્તમ કવિ જ કરી શકે.
  To keep the heart and soul of a poem alive and well and to be able to reach into the very depth of the original poem is an art form which Vivekbhai achieves time and again effortlessly.

  Of course Emily Dickinson is one of my favourite poets. And this is also my favourite poem. It expresses the frailty of being humans. Behold how delicately the poet converses with her heart and begs to hasten lest it slows its pace.

 6. PRAGNYA said,

  February 14, 2013 @ 9:19 am

  જ્યારે તું પરવારી લે, મહેરબાની કરી કહેજે મને,
  ત્યારે હું મારા વિચારોને ધૂંધળા કરી દઈશ.
  જલ્દી કર! રખેને તું પાછળ પડી જાય
  ને હું એને યાદ કરી બેસું.– ખુબ સરસ !!!!

 7. Meena Chheda said,

  February 14, 2013 @ 10:24 am

  આહ!

 8. હેમંત પુણેકર said,

  February 14, 2013 @ 11:02 am

  શું વાત છે! વાહ વાહ!

 9. pragnaju said,

  February 14, 2013 @ 11:26 am

  ભાવવાહી કાવ્યનો

  જ્યારે તું પરવારી લે, મહેરબાની કરી કહેજે મને,
  ત્યારે હું મારા વિચારોને ધૂંધળા કરી દઈશ.
  જલ્દી કર! રખેને તું પાછળ પડી જાય
  ને હું એને યાદ કરી બેસું.

  મધુર મધુર ભાવવાહી અનુવાદ

 10. vijay joshi said,

  February 14, 2013 @ 11:40 am

  This beautiful free verse highlights and establishes clearly that for poetry is a free spirit- you can discipline it with rules, or you can just let it roam where ever it desires at free will. Reminds me of Yunnis Ristos free verse…..

  ———————-
  Yannis Ritsos

  Poetry — he said —
  mute confessional penitent sincerity.

  No — said the other —
  unexpected insignificant
  nipped on one corner by a nail clipper.

  Poetry is, as a result,
  not a perfect square.
  ———————-
  યાનીસ રીસ્તોસ – ભાવાનુવાદ- વિજય જોશી
  દરેક કવિતાને ખુદનું અનન્ય અસ્તિત્વ હોય છે. એનું સુંદર વર્ણન સ્વતંત્ર મિજાજ વાળો
  કવિ યાનીસ રીસ્તોસ સહજતાથી આ અછાંદસમાં વ્યક્ત કરી જાય છે.

  કહ્યું એણે-
  કવિતા-
  એ પ્રમાણિક પસ્તાવાવાળી મૂંગી કબુલાત છે
  ના ભાઈ-
  કહ્યું બીજાએ-
  કવિતા –
  એ તો અનપેક્ષિત, ક્ષુલ્લક અને એક છેડેથી કપાએલી છે.
  કવિતા-
  એટલે જ એ પરિપૂર્ણ ચોરસમાં સમાતી નથી.

 11. Maheshchandra Naik said,

  February 14, 2013 @ 2:02 pm

  સરસ ભાવસભર અનુવાદ અને આસ્વાદ……………..હેપ્પી વેલેન્ટાઈન ડે અને વસંતપંચમીની શુભકામનાઓ…………………..

 12. kartika desai said,

  February 14, 2013 @ 8:50 pm

  ધવલભાઈ,જય શ્રેી ક્રિશ્ન.આપનો આજ્નો દિન ખુશ્મય પસાર થાય.
  સરસ અનુવાદ…

 13. sudhir patel said,

  February 14, 2013 @ 9:38 pm

  મસ્ત કાવ્યનો માતબર અનુવાદ!
  સુધીર પટેલ.

 14. rekhasindhal said,

  February 14, 2013 @ 9:44 pm

  ખુબ સુઁદર!

 15. લયસ્તરો » હૃદય ભલા – એમિલિ ડિકિન્સન (અનુ : ઉર્વીશ વસાવડા) said,

  March 1, 2013 @ 12:30 am

  […] ડે પર એમિલિ ડિકિન્સનની આ કવિતા રજૂ કરી એનો સાછંદ પદ્યાનુવાદ મોકલાવી […]

 16. Chetna Bhatt said,

  April 19, 2013 @ 2:21 am

  વાહ બહુ ગમી..!

 17. Pancham Shukla said,

  May 11, 2013 @ 4:36 pm

  Emily Dickinsonના આ કાવ્યનો ભાવાનુવાદ મિત્રો માટે અહીં શેર કરું છું.

  ઓ રુદિયા મારા વીસરી જાજે !
  ♥ ભાવાનુવાદ: પંચમ શુક્લ

  ઓ રુદિયા મારા, આજની રાતે વીસરી જઈએ એને, જેવું વીસર્યાં સીતારામ!
  તું ને હું બસ, હું ને તું બસ – ના કોઈ બીજું નામ.

  વીસરી જાજે હૂંફ તું એની હું ભૂલી જાઉં તેજ,
  થઈ જા ટાઢું જ્યારે, ત્યારે સાદ કરી દેજે જ;
  હું ય ત્યારે મારા મનસૂબાઓ ઓલવી ઠરું ઠામ.

  જલદી કર ઓ રુદિયા મારા, થાય રખે ના વાર,
  મોડું થયું તો ગુંજશે એની રટણા તારેતાર;

  ઓ રુદિયા મારા, આજની રાતે વીસરી જઈએ એને, જેવું વીસર્યાં સીતારામ!
  તું ને હું બસ, હું ને તું બસ – ના કોઈ બીજું નામ.

  1/3/2013

  સોર્સ: http://spancham.wordpress.com/2013/05/11/o-rudiya-mara/

 18. Dhruti Modi said,

  May 11, 2013 @ 5:06 pm

  નાનકી પણ ખૂબ જ ભાવવાહી કાવ્યનો એટલો જ સુંદર ભાવાનુવાદ.

 19. kishoremodi said,

  May 12, 2013 @ 10:49 am

  સુંદર પ્રણય કાવ્યનો સુંદર અનુવાદ અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment