ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી

ગઝલ – રઇશ મનીઆર

સાવ પરપોટા જેવો આ અવતાર છે
ને સમયની સપાટી અણીદાર છે

જિંદગી, જિંદગી ! આપણાં બે મહીં
કોણ છે અશ્વ ને કોણ અસવાર છે ?

ન્યાય-અન્યાય, સુખ-દુઃખ અને સત-અસત
જે રૂપે તું મળે, તારો સ્વીકાર છે

મારું હોવું નથી મંચથી કંઈ વિશેષ
આવતી ને જતી પળ અદાકાર છે

કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે
સુખનો આકાર છે, દુઃખ નિરાકાર છે

કૈંક કરપીણ ઘટનાઓ જીરવી લીધી
એમ જીરવી કે જાણે સમાચાર છે

એક સફેદી કફન જેવી જીવતરમાં છે
સાદગી એ જ છે, એ જ શણગાર છે

– રઇશ મનીઆર

15 Comments »

  1. વિવેક said,

    January 27, 2013 @ 1:08 AM

    વાહ… ખૂબ જ સુંદર ગઝલ… બધા જ શેર અદભુત… જિંદગી જિંદગીવાળૉ શેર તો શિરમોર..

  2. La'Kant said,

    January 27, 2013 @ 6:12 AM

    “”પરપોટો ફૂટ્યો અને અણસમજ બધી વિખેરાઈ ગઈ…
    હું વિસ્તારી ગયો અને.ચારેકોર સમજણ છવાઈ ગઈ!”
    -લા’કાન્ત / ૨૭-૧-૧૩

  3. La'Kant said,

    January 27, 2013 @ 6:16 AM

    એક સાવજ અલગ અભિગમ:-પરપોટા માટે …

    ” હું જળમાં ગ્યો,પરપોટો થ્યો,ફુલાઈને ફૂટ્યો,
    ભરતીમાં જીવે દરિયો ઓટમાં પરપોટા જો!
    દરિયો છે ત્યાં લગ પરપોટા તો રહેવાના જો!
    આ કેવું?પરપોટાનું જીવવું?હવાને બાંધી જીવે!
    પાણીનાં પોત પે’રે,ફૂટું-ફૂટું ક્ષણભર જીવે!
    ફૂટીને થાય હવા,પવન તો વા’ય,એને શું થાય?
    રોક્યા રોકાય?રોકો તો અવળી દિશા ફરી જાય
    દરિયો સૂકાય સૂર્યથી,વાદળ થાય,પરપોટા જો!
    વાદળ વરસે થાય પરપોટા,કુદરતનો આ ક્રમ જો ”

    વાટ સાવ સામાન્ય પણ …આપણા અસ્તીરવા સાથે જડાયેલી …જોડાયેલી
    -લા;કાન્ત / ૨૭/૧/૧૩

  4. perpoto said,

    January 27, 2013 @ 6:30 AM

    સુખનો આકાર છે,દુઃખ નિરાકાર છે.. અસીમ છે

    સિમીત પરપોટો…અસીમ વિચારો…

  5. ડૉ.મહેશ રાવલ said,

    January 27, 2013 @ 7:33 AM

    શ્રી રઈશભાઇની સશક્ત કલમની, નજાકતભરી માવજતસભર માતબર ગઝલ…. !

  6. vijay joshi said,

    January 27, 2013 @ 8:44 AM

    ન્યાય-અન્યાય, સુખ-દુઃખ અને સત-અસત
    જે રૂપે તું મળે, તારો સ્વીકાર છે………..આ શેરમાં કવિ -નસીબ માં જે લખ્યુ હશે તે સ્વીકારવાની વાત- સુન્દર રીતે કરે છે.

    યાદ આવ્યું મારું એક અછાંદસ ………..

    હસ્તરેખા જોઈ જ્યોતિષે કહ્યું,
    ખરાબ છે નસીબ તારું.
    હથેળીમાંથી,
    ડોકું બહાર કાઢી,
    નસીબે કહ્યું,
    સાંભળીશ નહિ એનું,
    તારા જ હાથમાં છે,
    નસીબ મારું.

  7. pragnaju said,

    January 27, 2013 @ 9:36 AM

    એક સફેદી કફન જેવી જીવતરમાં છે
    સાદગી એ જ છે, એ જ શણગાર છે
    વાહ
    ના ના ફુલોવાળી સનમ ! ના ઇશ્કના હાથે દફન !
    આકાશનું હોજો કફન ! મુજ ત્યાં જિગર ત્યાં ઝિન્દગી !
    યાદ આવી

  8. નરેન્દ્ર શાહ. said,

    January 27, 2013 @ 9:55 AM

    બહુ સરલ સબ્દ મા જિવન નુ સત્ય કહિ દિધુ. સરસ….

  9. naresh solanki said,

    January 27, 2013 @ 10:33 AM

    જિંદગી, જિંદગી ! આપણાં બે મહીં
    કોણ છે અશ્વ ને કોણ અસવાર છે ?

    સુખ દુખને વાગોળતેી સુન્દર ગઝલ ……કવિએ આખેી રચનામા પિડાથેી ભરચક્ દેખાય આવે…..

  10. Maheshchandra Naik said,

    January 27, 2013 @ 3:23 PM

    જિંદગી,જિંદગી! આપણાં બે મહીં
    કોણ છે અશ્વ ને કોણ અસવાર છે?
    દર્દનાયક,સુખ-દુખને વાગોળતી, જીવનના મર્મને નજર સમક્ષ લાવતી ગઝલ, પીડા પણ આલ્હાદક હોય છે….અનુભવે જ સમજાય એવી વાત છે,,,,

  11. sudhir patel said,

    January 27, 2013 @ 9:26 PM

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  12. sweety said,

    January 28, 2013 @ 2:26 AM

    જિંદગી, જિંદગી ! આપણાં બે મહીં
    કોણ છે અશ્વ ને કોણ અસવાર છે ?

    બહુજ સરસ

  13. Pravin Shah said,

    January 30, 2013 @ 3:15 AM

    સાદગી એ જ છે, એ જ શણગાર છે.
    very nice gazal !

  14. સુનીલ શાહ said,

    January 30, 2013 @ 9:18 AM

    સુંદર, સશક્ત અભિવ્યક્તિ

  15. SURESHKUMAR G VITHALANI said,

    February 5, 2013 @ 3:22 PM

    I ENTIRELY AGREE WITH DR. VIVEK’S OBSERVATION. THIS IS A GREAT GAZAL BY ALL STANDARDS. NO PRAISE FOR THIS GAZAL IS SUFFICIENT. I REALLY WANT TO CONGRATULATE THE POET IN PERSON. I WISH I COULD.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment