મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.
વિવેક ટેલર

ગઝલ – મનોજ ખંડેરીયા

રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહિ
સમયસર ‘ખુલ જા સિમ સિમ’ ઉચરવું યાદ આવ્યું નહિ

બરફ થૈ ને થીજી જાશુ સરળ સમજણ હતી કિંતુ
ભીના રહેવાના આનંદે નિતરવું યાદ આવ્યું નહિ

અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચિતરવું યાદ આવ્યું નહિ

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમજ
ખરે ટાણે હુકમપાનું ઉતરવું યાદ આવ્યું નહિ

કલમથી શાહી બદલે દર્દ છંટકોર્યું છે કાગળ પર
બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહિ

– મનોજ ખંડેરીયા

સાદ્યંત સુંદર ગઝલ… અરેબિઅન નાઇટ્સની વાર્તા આ પહેલાં ગુજરાતી ગઝલમાં આટલી અદભુત રીતે ભાગ્યે જ કોઈ આલેખી શક્યું હશે… છંટકોર્યું જેવો શબ્દ પણ કેવી સહજતાથી ગઝલમાં ઊતરી આવ્યો છે !

આ ગઝલનો વિડિયો આપ અહીં માણી શક્શો.

પ્રસ્તુત ગઝલમાં બીજા નંબરનો શેર ચૂકી જવાયો હતો, જે જૂનાગઢથી કવિમિત્ર ઉર્વીશ વસાવડાએ મોકલાવી આપ્યો  છે. એ અહીં ઉમેરી દઉં છું… આભાર માનવો પડશે કે, ઉર્વીશભાઈ?

 

14 Comments »

 1. Paras Sutariya said,

  February 1, 2013 @ 1:26 am

  Genuine poetry હાથમાં આવે ત્યારે એક આખો ખજાનો જડી આવ્યાનું અનુભવાય…
  khari vat kahi

 2. ડૉ.મહેશ રાવલ said,

  February 1, 2013 @ 3:18 am

  અનેકવાર વાંચો છતાં દરેક વખતે કંઇકનેકંઇક નવું શીખવી જાય એ મનોજભાઇની ગઝલ..
  હુકમનું પાનું હાથમાં હોય અને ઉતરવાનું યાદ ન આવે એ કઇ મનોદશા ગણવી! કારણ કે,હારવું તો કોઇને ક્યાં પોષાય છે….છતાં…ઉતરવું યાદ ન આવ્યું !
  વાહ…!
  સલામ.

 3. Suresh Shah said,

  February 1, 2013 @ 4:35 am

  મનોજભાઈ આપણા જ અનુભવ ને વાચા આપે છે.
  કાંઈ કેટલુંય વિચારી રાખ્યુ’તુ, ને ઘડીએ જ યાદ ન આવે –
  મળશું ત્યારે આમ કહિશ, તેમ કરીશ.
  અગર તુ હોતી તો, ….

  આભાર.

 4. naresh solanki said,

  February 1, 2013 @ 4:44 am

  કલમથી શાહી બદલે દર્દ છંટકોર્યું છે કાગળ પર
  બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહિ
  – મનોજ ખંડેરીયા
  ગુજરાતી ગઝલની સરળતા વેધકતા કોમળતાની ઝળહળ ટેકરી એટલે મનોજભાઇ…

 5. milind gadhavi said,

  February 1, 2013 @ 4:46 am

  He is simply the best…

 6. Rina said,

  February 1, 2013 @ 4:48 am

  Awesome

 7. pragnaju said,

  February 1, 2013 @ 7:37 am

  સુંદર ગઝલનો આ શેર વધુ ગમ્યો
  કલમથી શાહી બદલે દર્દ છંટકોર્યું છે કાગળ પર
  બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહિ

  યાદ
  ફાતિયા પઢ ચૂકે સોચ હૈ કિસે બક્ષુ ?
  બહુત યાદ કિયા ન યાદ આયા તેરા નામ !

 8. urveesh said,

  February 1, 2013 @ 8:19 am

  બરફ થૈ ને થીજી જાશુ સ્રરળ સમજણ હતી કિતુ
  ભીના રહેવાના આનદે નિતરવુ યાદ આવ્યુ નહી

  આ એક શેર રહી ગયો

 9. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

  February 1, 2013 @ 9:20 am

  ગઈ કાલની લક્ષ્મી ડોબરીયાની ગઝલ
  ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે !
  કાં પછી સમજણનો કાયમ હોય છે !

  અને.. મનોજ ખંડેરીયા નું ” યાદ આવ્યું નહિ”

  સમાંતર જાય છે !
  એકમાં ” ડર સવાયા ‘પણ’નો કાયમ હોય છે !”
  બીજામાં…. “સમય સર કંઈ યાદ આવતું નથી!” બંન્ને સ્થિતી… માં એ સ્થિતીનો એકરાર મહત્વનો છે, મહત્વનો એટલા માટે જ કે , જો ” જ્ઞાન” સમય સર નું હોય તો જ!

  પ્રગ્નાંજુ કહે છે ,તેમ
  યાદ
  ફાતિયા પઢ ચૂકે સોચ હૈ કિસે બક્ષુ ?
  બહુત યાદ કિયા ન યાદ આયા તેરા નામ !
  જ્યારે નબળાઈ પોતાનીજ હોય ત્યારે…. પોતા સિવાય સર્વે ને ” બક્ષવા’ જરૂરી છે

 10. nirlep said,

  February 1, 2013 @ 11:50 am

  Ma.Kha. – king of gazals…

 11. Harshad said,

  February 1, 2013 @ 5:28 pm

  Manojbhai,
  Khubsurat Gazal. Like it.

 12. sudhir patel said,

  February 1, 2013 @ 10:43 pm

  Wonderful Gazal!
  Sudhir Patel.

 13. urvashi parekh said,

  February 2, 2013 @ 7:22 am

  ખુબજ સરસ રચના.
  ખરે ટાણે હુકમનુ પાનુ હાથ મ હોવ છતા ઉતરવુઅ યાદ ના આવવુ,અને ભિના રહેવાના આનન્દે નિતરવુ યાદ આવ્યુ નહિ.સરસ.

 14. Maheshchandra Naik said,

  February 2, 2013 @ 4:01 pm

  કવિશ્રી મનોજ ખંડેરીયાની આ ગઝલમા આપવીતીનો અનુભવ વાંચી રહ્યા હોય એવુ અનુભવવા મળ્યુ, સરસ અને સચોટ વાતની અનોખી રીત, ગઝલ વાર્ંવાર માણવાનુ મન થાય એવી ગઝલ………………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment