દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !
શ્યામ સાધુ

ગઝલ – ફૈઝ અહમદ ફૈઝ અનુ.- હરીન્દ્ર દવે

બંને જગતને તારી મહોબતમાં હારીને,
ક્યાં જઈ રહ્યો કોઈ વિરહ રાત્રિ ગુજારીને.

વેરાન સુરાલય, સુરાહી જામ ખિન્ન છે,
તું ગઈ, પછી રિસાયા દિવસ સૌ વસંતના.

તક આ ગુનાહની અને ચાર જ દિવસ મળી,
જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.

દુનિયાએ તારી યાદથી અળગો કરી દીધો,
તુજથી યે દિલફરેબ છે દુઃખ રોજરોજનાં.

એ ભૂલથી હસી પડ્યા છે આમ આજે ફૈઝ,
નાદાન દિલમાં કેવો વલોપાત છે ન પૂછ.

– ફૈઝ અહમદ ફૈઝ અનુ.- હરીન્દ્ર દવે

दोनों जहान तेरी मोहब्बत मे हार के
वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के

वीराँ है मयकदः[1] ख़ुमो-सागर[2] उदास हैं
तुम क्या गये कि रूठ गए दिन बहार के

इक फ़ुर्सते-गुनाह मिली, वो भी चार दिन
देखें हैं हमने हौसले परवरदिगार[3] के

दुनिया ने तेरी याद से बेगानः कर दिया
तुम से भी दिलफ़रेब[4] हैं ग़म रोज़गार के

भूले से मुस्कुरा तो दिये थे वो आज ’फ़ैज़’
मत पूछ वलवले दिले-नाकर्दःकार[5] के

शब्दार्थ:

↑ शराबघर
↑ सुराही और जाम
↑ ईश्वर, ख़ुदा
↑ दिल को धोखा देने वाले
↑ अनुभवहीन हृदय

7 Comments »

 1. Rina said,

  December 24, 2012 @ 3:15 am

  Awesome……..
  Sharing the original copied from
  http://Www.kavitakosh.org.

  दोनों जहान तेरी मुहब्बत में हार के / फ़ैज़ अहमद ‎फ़ैज़
  दोनों जहान तेरी मोहब्बत मे हार के
  वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के

  वीराँ है मयकदः ख़ुमो-सागर उदास हैं
  तुम क्या गये कि रूठ गए दिन बहार के

  इक फ़ुर्सते-गुनाह मिली, वो भी चार दिन
  देखें हैं हमने हौसले परवरदिगार के

  दुनिया ने तेरी याद से बेगानः कर दिया
  तुम से भी दिलफ़रेब हैं ग़म रोज़गार के

  भूले से मुस्कुरा तो दिये थे वो आज ’फ़ैज़’
  मत पूछ वलवले दिले-नाकर्दःकार के

 2. pragnaju said,

  December 24, 2012 @ 9:21 am

  બંને જગતને તારી મહોબતમાં હારીને,
  ક્યાં જઈ રહ્યો કોઈ વિરહ રાત્રિ ગુજારીને.

  માશા અલાહ મત્લા
  પ્રેમમાં પછડાટ ખાનારો કદી પ્રેમ કરવાનું છોડતો નથી.
  તેને તો પીડા ભોગવવાનું પણ વ્યસન થઈ જાય છે.
  તેમની યાદ
  ગુલો મેં રંગ ભરે બાદે નૌ બહાર ચલે
  ચલે ભી આઓ કિ ગુલશનકા કારોબાર ચલે
  કફસ ઉદાસ હૈ યારો સબાસે કુછ તો કહો
  કહીં તો બહરે ખુદા આજ જિક્રે યાર ચલે
  બડા હૈ દર્દકા રિશ્તા યે દિલ કે ગરીબ સહી
  તુમ્હારે નામ પે આઓગે ગમગુસાર ચલે
  જો હમ પે ગુઝરી સો ગુઝરી મગર શબે હિઝા
  હમારે અશ્ક તેરી આકબત સંવાર ચલે
  મુકામ ‘ફૈઝ’ કોઈ શહ મેં જંચા હી નહી
  જો કૂ-એ યારસે નીકલે તો સૂએદાર ચલે

 3. વિવેક said,

  December 25, 2012 @ 12:45 am

  હરીન્દ્ર દવે ઉચ્ચ કોટિના ઊર્મિકવિ અને ઘણી ઉત્તમ ગઝલોના સ્વામી પણ ખરા પણ એમણે આ અનુવાદ કરવાની ચેષ્ટા ન કરી હોત તો વધુ સારુ થાત. રોજગારનું ગુજરાતી રોજરોજ તીક્ષ્ણ ચપ્પુની જેમ ખૂંચે છે. ગઝલના પ્રાણતત્વ સમા કાફિયા અને રદીફની સાવ જ બાદબાકી કરી નાંખ્યા પછી આ અનુવાદને ગઝલ કહેવો કે કેમ એ એક પ્રશ્ન છે…

  ગુજરાતી ભાષામાં સમર્થ વિવેચકો નથી… આવો અનુવાદ ગુજરાતીમાંથી કોઈએ હિંદી ભાષામાં કરવાની ચેષ્ટા કરી હોત તો?

 4. sweety said,

  December 25, 2012 @ 6:20 am

  તક આ ગુનાહની અને ચાર જ દિવસ મળી,
  જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.

  વાહ ફેજ ભાઈ

 5. perpoto said,

  December 26, 2012 @ 12:05 pm

  વિવેકભાઇ તમારા નિર્ભય અભિપ્રાયને દાદ આપવી જોઇએ.
  તીર્થેશભાઇ તરફથી આ ગઝલ વિષે શો અભિપ્રાય છે?

 6. tirthesh said,

  December 27, 2012 @ 1:34 am

  મને ગઝલના છંદશાસ્ત્ર વિષે કોઈ technical જ્ઞાન નથી, પણ એક વાત વિવેકની સાચી લાગી છે કે ‘रोजगार’ નું ભાષાંતર ‘રોજરોજ’ તો ન જ થાય. overall ગઝલનો ભાવ જળવાયો છે એવું મને લાગ્યું છે.

 7. Maheshchandra Naik said,

  January 15, 2013 @ 1:38 pm

  સરસ ગઝલ, કવિશ્રી હરીન્દ્ર દવેને સ્મૃતિવદના………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment