રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.
મેગી આસનાની

હૃદય ભલા – એમિલિ ડિકિન્સન (અનુ : ઉર્વીશ વસાવડા)

હૃદય ભલા, બે ભેળાં થઈને
એને ભૂલીએ ખાસ.
તું એની આપેલી ઉષ્મા, હું એનો અજવાસ.

જ્યારે તારું કામ પતે ને
દેજે મુજને સાદ,
સંકોરીશ હું વિચાર દીપની શગ
જલ્દી કરજે
સ્હેજ જરા પણ તું પડશે જો પાછળ
તો બસ એ જ પળે
એ આવી જાશે યાદ.

-એમિલિ ડિકિન્સન
(ભાવાનુવાદ: ઉર્વીશ વસાવડા)

*

વેલેન્ટાઇન ડે પર એમિલિ ડિકિન્સનની આ કવિતા રજૂ કરી એનો સાછંદ પદ્યાનુવાદ મોકલાવી આપ્યો એ આજે આપ સહુ માટે…

5 Comments »

 1. pragnaju said,

  March 1, 2013 @ 1:57 pm

  સુંદર ગીતની આ પંક્તીઓ
  હૃદય ભલા, બે ભેળાં થઈને
  એને ભૂલીએ ખાસ.
  તું એની આપેલી ઉષ્મા, હું એનો અજવાસ.
  વધુ ગમી
  વિસર્જિત કરી પોતાને હું સમાવવા તારી દિવ્યતા માં , ……
  ભડભડે જે આખરી, અજવાસ છું ……
  હૃદયમાં ભરી ઉષ્મા જ્યોતિ પ્રગટાવું ……

 2. Ashok Vavadiya said,

  March 2, 2013 @ 1:30 am

  કોઈ રડતા મળે છે,
  કોઈ હસતા મળે છે.

  આ પહાડો ય થોડા,
  દૂર ખસતા મળે છે.

  તારલાઓ ગગનથી,
  રોજ ખરતા મળે છે.

  મેધ થઈ જળ નદીમાં,
  ખાસ ભળતા મળે છે.

  લાગણીના એ પૂરો,
  જેમ ખળતા મળે છે.

  કેમ”રોચક” જવાબો,
  આમ છળતા મળે છે ?

  -અશોક વાવડીયા,《રોચક》♥

 3. Maheshchandra Naik said,

  March 2, 2013 @ 1:34 am

  અહંમ ઓગાળવાની વાત લઈ આવતુ સરસ ગીત્ ભાવાનુવાદ માટે શ્રી ઉર્વિશભાઈને અભિનદન ,…………………

 4. Dhruti Modi said,

  May 11, 2013 @ 5:04 pm

  સરસ અનુવાદ. કાવ્યના અાત્માને સાંગોપાંગ સાચવ્યો છે.

 5. kishoremodi said,

  May 12, 2013 @ 10:53 am

  સાછંદ ભાવાનુવાદ ગમ્યો.અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment