જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.
ઉર્વીશ વસાવડા

મૌનનો પડઘો : ૧૪ : અને છતાં… – ઈસા

n6348

જગત છે ઝાકળ,
ખરે જ છે ઝાકળનું જગત,
અને છતાં… અને છતાં…

એમની અઢી વર્ષની દીકરી મૃત્ય પામી ત્યારે આ હાઈકુ ગુરુ ઈસાના હ્રદયમાંથી નીકળી પડેલું. જગતને માત્ર આભાસી ઝાકળબિંદુ તરીકે જોવા ટેવાયેલા ગુરુ ઈસા, દીકરીના મૃતદેહ પાસે શોક અને ગમગીનીમાં સરી પડે છે. અને એ લાગણીને છુપાવવાને બદલે આ હાઈકુમાં કંડારી લે છે.

એક ઝેનકથા છે : એક માણસ વાઘથી બચવા ભેખડ પરના ઝાડ પર ચડી જાય છે. ડાળ એનું વજન લઈ શક્તી નથી અને એ માણસ લટકી પડે છે. નીચે જુએ તો ત્યાં બીજો એક વાઘ ઊભો છે. બન્ને બાજુ વાઘ એની રાહ જોતા ઊભા છે અને ડાળી ધીમે ધીમે તૂટી રહી છે. આવા સંજોગોમાં એની નજર બાજુમાં ઊગેલી સ્ટ્રોબેરી પર પડે છે. એ સ્ટ્રોબેરી ચાખવાની લાલચ જતી કરી શકતો નથી. ચાખતા જ એના મોઢામાંથી નીકળી પડે  છે, “વાહ ! આટલી સરસ સ્ટ્રોબેરી તો મેં જીંદગીમાં કદી ચાખી નથી!”

ઈન્દ્રિયોનું દમન કે લાગણીનો સંહાર એ અકુદરતી છે. ઝેનને અકુદરતી કશું ખપતું નથી.

7 Comments »

  1. વિવેક said,

    December 12, 2012 @ 12:18 AM

    🙂

  2. perpoto said,

    December 12, 2012 @ 7:30 AM

    ઈસ્સાએ ઘણાં મૃત્યુ જોયાં, બે પત્નિ સહિત….
    Visiting the graves
    The old dog
    Leads the way

  3. Rina said,

    December 12, 2012 @ 8:32 AM

    Awesome haiku and great story……zen week is awesome….once more unbeatable LAYASTARO …….

  4. pragnaju said,

    December 12, 2012 @ 11:26 AM

    ‘ઝેનને અકુદરતી કશું ખપતું નથી.’ ખૂબ સરસ આસ્વાદનો સાર

    ન યોગ્ય કદિ
    ઈન્દ્રિયોનું દમન
    વાળવું ઊચ્ચે!

    જેમ કે ઇશ્કે મજાજીમાંથી ઇશ્કે હકીકી
    યાદ

    આવું, કહો ! ક્યાં એકલો ? આશક જહાં થાતી નથી;
    પ્યાલું ભર્યું આ : ના કદર ! પીવા જહાં પ્યાસી નથી.

    છે પ્યાસ, છે શોખે અને છે આ જિગરને મહોબતે;
    મીઠું ભર્યુંજામે, મગર હા ! સોબતી પીવા નથી,

    નૂરે જુદાઈમાં તમે, સાકી, શરાબી ને સનમ;
    સોબતે હમારી આલમે, આલમ ચડી ઇશ્કે નથી.

    બેઇશ્ક શું જાણે શરાબી યા શરાબીની મઝા?
    બેઇશ્કથી જૂની મહોબત તૂટતી આજે નથી.

    આલમ, પિદર, માદર, બિરાદર, દોસ્તો ને શું શું નહીં?
    ગફલતે તેને સુવારી જામ પીવાતું નથી.

    આ જામ પર લાખો જહાં કુરબાન તો કરવી ઘટે;
    તો યે સગાઈના હકે એ પેશકદમી ના થતી.

    પીવાડવું જો ના બને, પીવું પછી ચોરી કરી;
    આલમ રડે, હું ક્યાંહસું? એ ખૂન જોવાતું નથી.

    સોબત વિના કેવી શરાબી? શી ખુમારી એકલાં?
    આ જામ પ્યારું ઝિન્દગીથી તો ય ચૂમાતું નથી.

    પ્યાલું જરી પીતાં જિગરથી આ જહાં છૂટો પડે;
    પીનાર પી પી જાય તો આલમ તણું કોઈ નથી.

    પ્યાલું ધરૂં જ્યાં હું લબે, આલમ પુકારી ઊઠતી,
    ઝાડો, ઝરા, ફૂલો રડે, આંસુ સહાતાં એ નથી.

    છો પ્યારથી આવ્યાં અહીં, આફત ન આ ધારી હશે;
    નાઉમેદીની હવે માફી મગાતી એ નથી.

    સાકી ! સનમ ! પાછાં ફરો, ઠેલું તમારા હાથને;
    ઇશ્કે જહાંમાં ઇશ્કનું આ જામ લેવાતું નથી?

    તો યે, સનમ ! સાકી !હમારી રાહ તો જોજો જરૂર:
    પીધા વિના આ જામને, રાહત નથી, ચેને નથી.

    તાઝિમોથી, ઇશ્કથી, લાખો ખુશામદથી અગર-
    જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.

    આશક થઈ પ્યાસી હશે આલમ તમારી એક દી:
    સાથે લઈ પીશું શરાબી, હુજ ત્યાં પીવા નથી.

  5. ઊર્મિ said,

    December 12, 2012 @ 8:04 PM

    રોજ રોજ નવી નવી ઝેન કવિતા માણવાની ખૂબ જ મજા આવી… ઝેન વિશેની માહિતી અને આસ્વાદ વગર મજા સો ટકા અધૂરી રહેત.

  6. ધવલ said,

    December 12, 2012 @ 9:13 PM

    @પરપોટો અને પ્રગ્નાજુ, સરસ હાઈકુ / ગઝલ યાદ કરાવ્યા.

  7. Sudhir Patel said,

    December 15, 2012 @ 12:55 PM

    ૧૪ મણકાંમાં ઝેન કવિતાઓનો સુંદર અનુવાદ અને આસ્વાદ અહી માણવા મળ્યો એ બદલ લયસ્તરોની ટીમનો હાર્દિક આભાર!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment