આ સફરમાં રહી જશે પાછળ બધું
જે બધું આગળ મને દેખાય છે
ભરત વિંઝુડા

કોડિયું – ઝવેરચંદ મેઘાણી

અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :
‘સારશો કોણ કર્તવ્ય મારાં ?’
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.

તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ !
એટલું સોંપજો, તો કરીશ હું’

– ઝવેરચંદ મેઘાણી
(રવિન્દ્રનાથ ઠાકુરની કૃતિ ‘કર્તવ્યગ્રહણ’ પરથી)

8 Comments »

 1. Pinki said,

  November 1, 2007 @ 1:05 am

  ભીડને કો’ક ખૂણેથી આ ‘કોડિયું’ – પણ

  દિપાવલીના આ શુભ પર્વ પર એટલું જ માંગે કે,
  મુજ જીવન પણ કો’ક ને ઉજાળી શકે……!!

  ખૂબ જ સુંદર ભાવ અને રચના …
  રાતની મૂંગીમંતર કાળાશ ઉત્તરમાં !!
  ને ત્યારે નાનું કોડિયુ ‘સૂર્ય’ને મદદ કરવા તત્પર……!!

 2. વિવેક said,

  November 1, 2007 @ 2:55 am

  નાની પણ મજાની રચના…

 3. pragnajuvyas said,

  November 1, 2007 @ 10:51 am

  અંધકારને દૂર કરવાનો પ્રયાસ નથી કરવાનો ફક્ત નાની જ્યોત જ કરવાની છે
  તે મોટી આધ્યાત્મિક વાત કેવી સરળતાથી કહી છે!
  મારું ઓબસેસીવ કંપલઝન ગાંડપણમાં ગણો તો તે -આ સાથે રવિન્દ્રનાથ ઠાકુરની પ્રેમળ જ્યોત પ્રગટાવવાની કવિતા એના જ સ્વરુપમાં રજુ કરું છું
  Light, oh where is the light!
  Kindle it with the burning fire of desire!
  It thunders and the wind rushes screaming through the void.
  The night is black as a black stone.
  Let not the hours pass by in the dark.
  Kindle the lamp of love with thy life.

 4. વિવેક said,

  November 2, 2007 @ 4:30 am

  સુંદર કાવ્ય શોધી લાવ્યા, પ્રજ્ઞાબેન… આભાર.

  -લયસ્તરો ટીમ

 5. Atul Jani (Agantuk) said,

  November 2, 2007 @ 1:58 pm

  આપણે સહુ કોડિયા પણ આપણા હ્રદયમાં આવા જ કોડ લઈને આજે જ સંકલ્પ કરીએઃ-
  ‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ !
  એટલું સોંપજો, તો કરીશ હું’

 6. pragnajuvyas said,

  November 8, 2007 @ 3:11 pm

  આ રહ્યું-રવિન્દ્રનાથ ઠાકુરનું નોબલ પારિતોષિક મેળવનાર કાવ્ય
  Lamp of Love
  Light, oh where is the light?
  Kindle it with the burning fire of desire!
  There is the lamp but never a flicker of a flame—is such thy fate, my heart?
  Ah, death were better by far for thee!
  Misery knocks at thy door,
  and her message is that thy lord is wakeful,
  and he calls thee to the love-tryst through the darkness of night.
  The sky is overcast with clouds and the rain is ceaseless.
  I know not what this is that stirs in me—I know not its meaning.
  A moment’s flash of lightning drags down a deeper gloom on my sight,
  and my heart gropes for the path to where the music of the night calls me.
  Light, oh where is the light!
  Kindle it with the burning fire of desire!
  It thunders and the wind rushes screaming through the void.
  The night is black as a black stone.
  Let not the hours pass by in the dark.
  Kindle the lamp of love with thy life.

 7. ઉમાશંકર જોશી « બ્લોગોત્સવ said,

  November 13, 2008 @ 9:27 pm

  […] કોડિયું – ઝવેરચંદ મેઘાણી […]

 8. Ranjit ved said,

  February 27, 2010 @ 2:37 pm

  We remember…1.premal jyoti taro daakhavi muj jivan panth ujal…2prabho antar yami 3..lead kindly the light….!!! all the best go ahead vivekbhai…Ranjit.ved/indira

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment