મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.
ગની દહીંવાલા

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ? – ચિનુ મોદી

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ક્ષણે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.

– ચિનુ મોદી

ચિનુ મોદીની એક ચિરસ્મરણીય ગઝલ…

 

10 Comments »

 1. Rina said,

  November 29, 2012 @ 2:23 am

  આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
  સાંભરણ એવી જગાનું જોઈએ.

  તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
  એક ઢેફું આ ધરાનું જોઈએ.
  Awesome…

 2. perpoto said,

  November 29, 2012 @ 3:15 am

  એક પરપોટો ઘણો સુંદર હતો,પણ હવાને ચાલવાનુ જોઇએ….વાહ

  ઝાંઝવા જળે
  પીધેલો પરપોટો
  રણે ભોમિયો

 3. deepak said,

  November 29, 2012 @ 5:17 am

  ખુબજ સુંદર ગઝલ…

  એક જણ સાચું રડે તો બહુ થયું,
  મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

  તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
  એક ઢેફું આ ધરાનું જોઈએ.

  વાહ!!! ખુબ સરસ…

 4. rajesh mahant said,

  November 29, 2012 @ 7:24 am

  ખુબ સરસ્

 5. jagdish48 said,

  November 29, 2012 @ 8:01 am

  એક જણ સાચું રડે તો બહુ થયું,
  મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
  …. જીવનનું મુલ્ય એક લીટીમાં …
  દિલમાં છપાય ગયું !

 6. pragnaju said,

  November 29, 2012 @ 9:00 am

  સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
  જીવવા માટે બહાનું જોઈએ.
  એક જણ સાચું રડે તો બહુ થયું,
  મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
  ખૂબ સુંદર સંબંધો પારખવા બહુ સહેલા છે. આપણને એનો અણસાર અને અંદાજ મળી જ જતો હોય છે. જે સંબંધ તૂટયા પછી તમારા દિલમાં જીવતો હોય, જેનાં સ્મરણો વાતેવાતે તાજાં થઈ જતાં હોય અને જેમાં છેલ્લે સંબંધ તૂટવાની ઘટના સિવાય અફસોસ થયો હોય તેવું બીજું કંઈ જ ન બન્યું હોય તો સમજવું કે આ સંબંધ તૂટી ગયો છે મરી ગયો નથી. ઘણા સંબંધ તો માત્ર રાહ જ જોતા હોય છે. તમે તક તો આપી જુઓ. સંબંધો તોડીને ચાલ્યા ગયા પછી એક વખત પાછળ તો જોઈ જુઓ. જો સંબંધ સાચો હશે તો તમે જ્યારે પાછળ જોશો ત્યારે એ વ્યક્તિ તમારા પાછળ જોવાની જ રાહ જોતી હશે. લાગણીના સંબંધો બહુ તાજા હોય છે, હળવા હોય છે, આપણે જ તેને ભારેખમ બનાવી દેતા હોઈએ છીએ. જરાક હાથ લંબાવી જુઓ, જરાક સાદ આપી જુઓ

 7. urvashi parekh said,

  November 29, 2012 @ 9:08 am

  ખુબ જ સરસ.
  એક જણ સાચુ રડે તો બહુ થયુ.
  મૌન ક્યાં આખી સભાનુ જોઇએ?

 8. Maheshchandra Naik said,

  November 30, 2012 @ 1:52 pm

  એક જણ સાચુ રડે તો બહુ થયુ,
  મૌન ક્યાં આખી સભાનુ જોઈએ?
  બહુ સરસ ગઝલ ડો ચિનુ મોદીને અભિનદન……………..

 9. sweety said,

  December 1, 2012 @ 2:44 am

  એક જણ સાચું રડે તો બહુ થયું,
  મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

  વાહ ક્યા બાત હૈ

 10. siddharth j Tripathi said,

  April 13, 2014 @ 12:08 pm

  Ek jan sachu rade to bahu thayu ,

  Maun kyan aakhi sabhanu joie ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment