થોડાક ખુલાસા કરવા'તા, થોડીક શિકાયત કરવી'તી
ઓ મોત, જરા રોકાઈ જતે! બેચાર મને પણ કામ હતાં.
સૈફ પાલનપુરી

કમ સે કમ આટલું તો થાય… – અનિલ ચાવડા

કમ સે કમ આટલું તો થાય,
પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.

આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી,
ટહુકાની ઝેરોક્ષો થાય નહિ એને તો ઘટ ઘટ પીવાય સાવ કાનથી;
ખીલે એકાદ પળ કૂંપળની જેમ તો એ કૂંપળને મબલખ જીવાય.
કમ સે કમ આટલું તો થાય…

માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના આ પડછાયા પૂજવાના કેમ ?
કોઈનાય ઘાસ ઉપર ઝાકળનો હાથફેરો કરવો શું સૂરજની જેમ !
ભીતરથી કાળઝાળ બળતું હો કોઈ એને મીઠેરું સ્મિત તો અપાય.
કમ સે કમ આટલું તો થાય…

– અનિલ ચાવડા

રમતિયાળ ભાષામાં અંતરને અડી જાય એવું એક મજાનું ગીત આપ સહુ માટે, તહેવારના દિવસો માટે ખાસ !

14 Comments »

 1. perpoto said,

  November 8, 2012 @ 3:23 am

  એક અફવા
  રણે ફુટ્યું ઝરણુ
  ઊંટના સ્મિતે

  આ સ્મિત નગરમાં ક્યાં મળે છે….

 2. Pravin Shah said,

  November 8, 2012 @ 6:19 am

  એને મીઠેરું સ્મિત તો અપાય.
  કમ સે કમ આટલું તો થાય…

  સુંદર ગીત !

 3. vijay joshi said,

  November 8, 2012 @ 6:51 am

  પયત્ન છોડો
  આનંદ શોધવાનો,
  આનંદી થશો. ………..

  કમ સે કમ આટલું તો થાય…

 4. Rina said,

  November 8, 2012 @ 7:06 am

  ભીતરથી કાળઝાળ બળતું હો કોઈ એને મીઠેરું સ્મિત તો અપાય.
  કમ સે કમ આટલું તો થાય…
  beautiful……

 5. Chandresh Thakore said,

  November 8, 2012 @ 9:39 am

  સરસ ગીત. મારી પ્રિય પ્ંક્તિ ઃ ટહુકાની ઝેરોક્ષો થાય નહિ એને તો ઘટ ઘટ પીવાય સાવ કાનથી … એક ફેરફાર સાથેઃ ઝેરોક્ષો શબ્દ જરા ખૂંચ્યો. એને બદલીને, અનિલભાઈની માફી માંગીને “નકલો” શબ્દ હું મૂકું. ગીત ઘણું જ ગમ્યું.

 6. Anil Chavda said,

  November 8, 2012 @ 10:29 am

  પ્રિય વિવેકભાઈ,
  લયતરો પર આપ મારી કવિતાનો લય પણ વહેતો રાખો છો,
  એ માટે હું આપનો ઋણી છું…
  લયસ્તરો જેવી સાઈટ પર મારી કવિતા હોય તેને હું મારું ગૌરવ સમજું છું….

  thank you vivekbhai

 7. pragnaju said,

  November 8, 2012 @ 11:20 am

  સુંદર ગીત

 8. Darshana bhatt said,

  November 8, 2012 @ 1:50 pm

  કમસે કમમા પણ ઘણૂ ઘણૂ થૈ શકે….થવુ જોઇએ.
  ભાવવાહિ કવિત,સરસ મનોભવ.

 9. sachin desai said,

  November 8, 2012 @ 1:54 pm

  અનિલ ચાવડા રચિત આ ગીત પ્રથમ નજરે જ થઈ ગયેલ પ્રેમ જેવું છે.

 10. ઊર્મિ said,

  November 8, 2012 @ 3:52 pm

  કવિશ્રીનાં અવાજમાં આ ગીતનું પઠન પણ અહીં માણી શકાશે…
  http://urmisaagar.com/saagar/?p=5501

 11. Maheshchandra Naik said,

  November 8, 2012 @ 8:42 pm

  ભાવસભર સરસ ગીત ………………….

 12. harsha said,

  November 9, 2012 @ 7:49 pm

  બહુ સરસ વિચાર છે.કમ સે કમ આટલું તો દરેક થી થવું જ જોઈએ.

 13. Shah Pravivchandra Kasturchand said,

  November 10, 2012 @ 7:03 pm

  જરુર આટલુંતો થાય,થાય અને થાય.
  છતાં આમ ન કરીને માણસ પસ્તાય.

 14. shilpa shah said,

  November 16, 2012 @ 4:19 am

  અતિ સુન્દેર વિચરો.ખુબ જ આનન્દ થયો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment