એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
અમૃત ‘ઘાયલ’

નકશા – શેખાદમ આબુવાલા

અમે જોયાં જવાનીમાં ઘણા અરમાનના નકશા
સમન્દરમાં સમન્દર પર હતા તોફાનના નકશા

ન તો ભગવાનના નકશા ન તો શેતાનના નકશા
કે જીવનમાં હતા જે કંઈ ઈન્સાનના નકશા

ફક્ત હિંસાની તરકીબો જ બદલાશે ન કે હિંસા
ન બદલાયા ન બદલાશે કદી ઈન્સાનના નકશા

ગરીબીને હટાવીને નવા ધનવાન પેદા કર
ગરીબોની નજરમાં છે હજી ધનવાનના નકશા

હવે આતિથ્યના મૂલ્યોય બદલાઈ ગયાં જગમાં
જુઓ યજમાનના નકશા જુઓ મહેમાનના નકશા

અમે તો પ્રેમની બે ગાળ ખાઈ ખુશ છીએ આદમ
કે અમને તો નથી પરવડતા આ સન્માનના નકશા

હવે તો આદમ તમે યુરોપને ભૂલો તો સારું છે
અહીં તો છે હતા તેવા જ હિંદુસ્તાનના નકશા

– શેખાદમ આબુવાલા

આજે માણો શેખાદમની મારી એક ગમતી ગઝલ. જુવાનીની શેખાદમની વ્યાખ્યા જુઓ : જુવાની = સમન્દર પર (આવનારા) તોફાનના નકશા !

5 Comments »

  1. pragnaju said,

    October 10, 2012 @ 7:34 PM

    મસ્ત ગઝલના વધુ મસ્ત શેર

    અમે જોયાં જવાનીમાં ઘણા અરમાનના નકશા
    સમન્દરમાં સમન્દર પર હતા તોફાનના નકશા

    ન તો ભગવાનના નકશા ન તો શેતાનના નકશા
    કે જીવનમાં હતા જે કંઈ ઈન્સાનના નકશા
    વાહ્
    જિંદગીનો નકશો અગાઉથી તૈયાર કરી શકાતો નથી અને
    એવો નકશો તૈયાર કરવો પણ ન જોઈએ, કારણ કે નકશા
    પ્રમાણેની જિંદગી શક્ય નથી.
    યાદ આવે એટલી બધી પંક્તીઓ
    સમય ની પાર ના નકશામાં સ્વર્ગ-નર્ક નથી ?
    કહે છે કોણ કે સુખદુઃખનો કશો અર્થ નથી ?

    સમાઉં ક્યાંથી અને કેમ અને શા માટે ?
    કબર એ દરિયો નથી કે નદી આદર્શ નથી.
    ખુલ્લાં દ્વારે પગલાં મહેચ્છાઓનાં,
    વિના પૂરે ઉભરાય નકશાની નદીઓ
    ‘ભટકેલ’ કહીને મને ચિડાવશો નહીં’
    નીકળ્યો’તો ત્યારે ઇશ્વરે આપ્યા ન’તા નકશા!
    ચાંદનીથી પ્રિય એ તડકાઓ શોધુ છું.
    વંટોળે મિટાવ્યા એ પગલાઓ શોધુ છું.
    નવું છે એમાં સ્થાન મારૂં જડતું નથી,
    તકદીરના જુના એ નકશાઓ શોધું છું.

  2. perpoto said,

    October 11, 2012 @ 3:39 AM

    સુંદર ગઝલ.
    મારું લખેલું હાયકુ

    જુહુ કિનારે

    દોરે નવદંપત્તી

    પ્રેમ નકશા

  3. sweety said,

    October 11, 2012 @ 3:48 AM

    વાહ-વાહ ક્યા બાત હૈ

  4. Maheshchandra Naik said,

    October 22, 2012 @ 8:03 PM

    સરસ ગઝલ………………

  5. raYhan khaN said,

    June 27, 2013 @ 2:37 PM

    સુંદર ગઝલ.વાહ-વાહ ક્યા બાત હૈસરસ ગઝલ………………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment