હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.
બરકત વિરાણી ‘બેફામ’

વિફલ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)

હું તેના હાથ ઝાલું છું
અને
મારી છાતી સરસા ચાંપું છું.

મથું છું
તેના વહાલથી મારી ભૂજાઓને ભરી લેવા,
ચુંબનોથી તેના મધુર સ્મિતને લૂંટી લેવા,
તેનાં કાજળકાળાં નેત્રોના દૃષ્ટિક્ષેપને
નજરથી પી લેવા.

કિન્તુ હાય !
ક્યાં છે એ સઘળું ?
કોણ ખેંચી કાઢી શક્યું છે
આકાશમાંથી આસમાની રંગછાયાને ?

મથું છું
સૌંદર્યને ઝીલવા
અને એ કુશળતાથી છટકી જાય છે
મારા હાથમાં માત્ર એનો સ્થૂળ દેહ મૂકીને.

પાછો ફરું છું હું
વિફલ અને હતાશ થઈ.

જેને માત્ર આત્મા જ સ્પર્શી શકે
તે પુષ્પને
દેહ શી રીતે સ્પર્શી શકે ?

– અનુ. દક્ષા વ્યાસ

*

પ્રેમની ઉત્કટ આત્મીય અનુભૂતિનું કાવ્ય. લતા મંગેશકરનું “સિર્ફ અહેસાસ હૈ યે રુહ સે મહસૂસ કરો” ગીત યાદ આવી જાય…

*

I hold her hands and press her to my breast.
I try to fill my arms with her loveliness,
to plunder her sweet smile with kisses,
to drink her dark glances with my eyes.
Ah, but, where is it?
Who can strain the blue from the sky?
I try to grasp the beauty, it eludes me,
leaving only the body in my hands.
Baffled and weary I come back.
How can the body touch the flower
which only the spirit may touch?

– Ravindranath Tagore

7 Comments »

 1. lakant said,

  September 20, 2012 @ 3:42 am

  Heavenly spiritual vibrations and Physical skin-based feellings are two diff.things! Finally, it relates to the “MIND” , WHICH TRANSLATES ….our own
  beliefs …thoughts that cling to our being at micro level….very intensely…!We take it as our prerogative to get what we want…,at times, taking things for granted…WE most of the times,mix-up the matters relating to ” HEART’ and play with THAT PART OF INTELLIGENT MISCHIVIOUS “MIND”-The HEAD…AND
  be unhappy…sad….displeased…depressed…because of our own thinking!!!
  -La’ Kant / 20-9-12

 2. perpoto said,

  September 20, 2012 @ 8:29 am

  એટલેજ કવિવર કેહવાયા છે.મોનલિસાનું સ્મિત અમર છે,દેહ નહીં…..

 3. pragnaju said,

  September 20, 2012 @ 8:44 am

  સુંદર રચનાનુ સરસ ભાષાંતર

 4. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

  September 20, 2012 @ 9:45 am

  મથું છું
  સૌંદર્યને ઝીલવા
  અને એ કુશળતાથી છટકી જાય છે
  મારા હાથમાં માત્ર એનો સ્થૂળ દેહ મૂકીને.

  જેને માત્ર આત્મા જ સ્પર્શી શકે
  તે પુષ્પને
  દેહ શી રીતે સ્પર્શી શકે ?

  જ્યારે અલ્પ જીવન હકીકત છે,ત્યારે સુગંધ એટલે કે સારપ ને અંકે કરવા તેને મૂળ થી અલગ કરવું તે અનુભૂતી ને મય્રાદિત્ત કરવા જેવું છે.કવીવર રવિન્દ્રનાથ ટાગોર પાસે આવીજ હ્રદ્ યને ઝંઝોળતી રચનાની અપેક્ષા હોય !

 5. rajendra karnik said,

  September 20, 2012 @ 11:09 am

  very nice translation. touchy.

 6. Rina said,

  September 20, 2012 @ 11:31 am

  beautiful…

 7. Harshad said,

  September 20, 2012 @ 7:21 pm

  Very touching and loving poem by Tagore and with dicto feelings
  translated buy Daxa. Bahut Khoob!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment