દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.
– સંજુ વાળા

ગઝલ-મરીઝ

લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી.

કેવી દિલચશ્પ-મનોરમ્ય છે, જીવનની કથા,
ને નવાઈ છે કે એમાં જ કશો સાર નથી.

વેર ઈર્ષાથી કોઈ પર એ કદી વાત કરે,
કે કલમ એ જ છે બળવાન જે તલવાર નથી.

નાખુદા ખુશ છે કે કબજામાં રહે છે નૌકા,
એ ભૂલી જાય છે દરિયા પર અધિકાર નથી.

રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી.

તમે મૃત્યુ બની આવો તો તજી દઉં એને,
મને દુનિયાથી કશો ખાસ સરોકાર નથી.

ભૂલી જાઓ તમે એને તો સારું છે ‘મરીઝ’,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.

– મરીઝ

ત્રીજા શેરમાં કોઈક મુદ્રણ-ક્ષતિ હોઈ શકે. પુસ્તકમાં જેમ છે તેમ જ અહીં પ્રસ્તુત કર્યું છે.

8 Comments »

  1. pragnaju said,

    August 6, 2012 @ 10:56 AM

    હંમેશ જેમ મરીઝની મસ્ત ગઝલ
    રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
    આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી.

    તમે મૃત્યુ બની આવો તો તજી દઉં એને,
    મને દુનિયાથી કશો ખાસ સરોકાર નથી.
    વધુ ગમ્યા
    યાદ
    મન મરે માયા મરે મર મર જાત શરીર
    આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર મનુષ્યને ખૂબ જ આશા તૃષ્ણા હોય છે અને તેથી તેને ગમે તેટલું મળે પણ સંતોષ થતો નથી. પોતે મૃત્યુ પામવાનો હોય છતાં પણ તેની આશા તૃષ્ણા ડુંગર જેવી હોય છે અને આ જન્મ ખોટી રીતે વેડફાઈ જાય છે.

  2. sweety said,

    August 7, 2012 @ 3:10 AM

    તમે મૃત્યુ બની આવો તો તજી દઉં એને,
    મને દુનિયાથી કશો ખાસ સરોકાર નથી.

    આમ તો મરિજ નુ ક્યા કહના પન આ લાઈન વધારે સારિ

  3. manilalmaroo said,

    August 7, 2012 @ 10:16 AM

    kyyaa batt hai, bohhot khub. manilal.m.maroo.

  4. ભૂપેન્દ્ર ગૌદાણા, વડોદરા said,

    August 7, 2012 @ 11:18 AM

    વેર ઈર્ષાથી કોઈ પર એ કદી વાત કરે,
    કે કલમ એ જ છે બળવાન જે તલવાર નથી.

    આ શેરમાં વાત તલવારની છે માટે વાતની જગ્યાએ વાર શબ્દ હોવો જોઈએ, કલમની વાત થી ગુજરાત સમાચાર રવિવારની તા.૫/૮/૨૦૧૨ ની ‘રવિપૂર્તીમાં શ્રી જોરાવરસિંહ જાદવની “લોકજીવનનાં મોતી” માં ભડલી વાક્ય,અને ઉખાણાની વાત લખેલ છે તે અહીં મૂકું છું,

    હળ કરતાં જમીં પાતળી
    ઈનો ખોડણહાર ચતુર શ્યામ
    હાથે વાવે ને મોઢે લણે ,ઈ શું?

    જવાબ ઃ”ઈન્ડીપેન ને કાગળ.” કાગળ રૂપી જમીં (જમીન) ઈન્ડીપેન કરતાં પાતળી કે નઈં? ભણેલા ચતુર માણસ કલમથી ખેડ કરે છે, લખે છે , ને મોઢેથી બોલીને વાંચે( લણે) છે.

  5. Dhruti Modi said,

    August 7, 2012 @ 3:25 PM

    જેટલું કહો ઍટલું ઓછું છે.
    વાત ફકત ઍટલી છે,
    કે મરીઝ ઍટલે મરીઝ.

  6. હેમંત પુણેકર said,

    August 9, 2012 @ 5:31 AM

    મરીઝની ઓર એક ખૂબસુરત ગઝલ!

    મને યાદ છે ત્યાં લગી મરીઝે કોઈને તબીબ નામે લખી આપેલી ગઝલોમાંની એક છે.

    ત્રીજા શેરમાં પહેલી પંક્તિમાં વાત ને બદલે વાર વધુ યોગ્ય લાગે છે.

    છેલ્લા શેરમાં બીજી પંક્તિમાં છંદ તૂટે છે. એ પંક્તિ આ પ્રમાણે હોવી જોઈએઃ

    ભૂલી જાઓ તમે એને તો એ સારું છે ‘મરીઝ

  7. r said,

    August 13, 2012 @ 11:23 AM

    special thx to ભૂપેન્દ્ર ગૌદાણા, for ઉખાણા

  8. Nivarozin Rajkumar said,

    September 2, 2012 @ 11:27 AM

    વેર ઈર્ષાથી કોઈ પર એ કદી વાત કરે,
    કે કલમ એ જ છે બળવાન જે તલવાર નથી.

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment