એ તારી આંગળીની ખુશબૂની ગુલાબી અસર,
હતી જે પત્રમાં, વૉટ્સ-એપમાં નથી મળતી.
વિવેક મનહર ટેલર

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે – વિલિયમ વર્ડ્સવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે
હિમાલયના ઝરણાંઓની પાસે.
એક નોકરાણી જેને વખાણનારું ત્યાં કોઈ નહોતું
અને ચાહનારું તો જવલ્લે જ.

શેવાળિયા પથ્થર તળેનું એક જાંબુડી ફૂલ
આંખોથી અડધું ઓઝલ !
– તારા જેવું શુભ્ર, જ્યારે એક જ
ચમકતો હોય આકાશમાં.
એ ગુમનામ જ જીવી, અને બહુ ઓછાં જાણી શક્યાં
કે લ્યુસી ક્યારે હયાત ન રહી;
પણ એ એની કબરમાં છે, અને, આહ
મને પડેલો ફરક !

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’… લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આપણી કલ્પનાનો વિષય છે. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ માત્ર પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ ખૂબ વિશદ ચર્ચા જગાવી છે.

એક લગભગ ગુમનામ નોકરાણી જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે ? શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ તળે આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય !

આ કવિતા વિશે વિષદ ચર્ચા આપ અહીં માણી શકો છો.

*

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.

A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

11 Comments »

 1. મીના છેડા said,

  January 26, 2013 @ 12:38 am

  આ અછાંદસ મારું પણ પ્રિય રહ્યું છે ….

  The difference to me!…. મને પડેલો ફરક !

  અદ્ભુત !

 2. Rina said,

  January 26, 2013 @ 1:02 am

  Beautiful….. hope we get to read translation of all the five poems……

 3. Suresh Shah said,

  January 26, 2013 @ 3:13 am

  મહાન કવિની ક્રુતિ ભાવાનુવાદ કરી પીરસવી એ નાનુસૂનુ કામ નથી.
  મનહરભાઈને અભિનંદન.

  – સુરેશ શાહ, સિંગાપોર

 4. perpoto said,

  January 26, 2013 @ 3:20 am

  હું મારે સુતો

  એ છે એની કબરમાં

  ફર્ક હવાનો

 5. perpoto said,

  January 26, 2013 @ 3:24 am

  મનહરભાઇ પણ હયાત છે કવિતાનુ રસપાન કરાવવા ?સુરેશભાઇ

 6. perpoto said,

  January 26, 2013 @ 3:42 am

  મારો કેહવાનો મતલબ.. મનહરભાઇ પણ કવિતાઓ અનુવાદ કરે છે?

 7. Maheshchandra Naik said,

  January 26, 2013 @ 6:36 pm

  સરસ ભાવાનુવાદ………………..

 8. milind gadhavi said,

  January 27, 2013 @ 3:38 am

  Such a beautiful translation !
  Its utterly difficult to switch-over with such poetic expressions.
  This deserves a bag of claps…
  Sometimes, the translated words help us to penetrate deep into the original.
  Thats what has happened here.

  Very keen selection of words, I must say.
  May more keep coming from you, I pray!

 9. pragnaju said,

  January 27, 2013 @ 9:30 am

  ખૂબ સુંદર ગીતનો સરસ ભાવાનુવાદ
  આ જ રીતે મીઠી માથે ભાત કાવ્ય અંગ્રેજ કવિ વડ્ઝવર્થના ‘લ્યુસી ગ્રે’ નામના અંગ્રેજી કાવ્ય પરથી લખાયુ છે. કરૂણરસથી સભર આ કાવ્ય ખરેખર બે ઘડી તમને વિશાદની ગર્તામાં લઈ જશે.

 10. વિવેક said,

  January 28, 2013 @ 2:26 am

  સહુ મિત્રોનો આભાર…

  @ પરપોટો તથા સુરેશ શાહ:

  નાનકડી સમજફેર થઈ લાગે છે, બસ!

 11. Ankita said,

  February 7, 2013 @ 2:41 am

  રમણીય આંખોમાં કોઈના સપના દરિયાના મોજા ઊજળતા,
  સોનાની મહોર રુપી સપના – સિંહની ગર્જના સાથે જીવનના પગલા,
  જીવનના પગલા ઉલ્લાસ ભરી યૌવન – લીલી ચૂંદડી પહેરી સપનાના તરંગો ઝૂમી,
  ચૂંદડી ઊડી ને હવામાં લહેરી – આંખોને વિરામો એવી ઠંડી આજની મૌસમ……. મસ્તી ઠંડી મજાની

  – – અંકિતા શ્રોફ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment