જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.
મેગી આસનાની

મારી છેલ્લી કવિતા – મેન્યુએલ બંડેરા

મારી છેલ્લી કવિતા એવી હજો

જે નાજુક, સરળ અને પ્રયોજનમુક્ત વાત કરતી
ધગધગતી હોય આંસુરહીત ડુસકા જેવી
એમા હોય લગભગ સુવાસમુક્ત ફૂલોનું સૌંદર્ય
જેની જ્વાળાની પવિત્રતામાં ઉજ્જ્વળતમ હીરાઓ ભસ્મ થઈ જાય
આવેશ એમા હોય આત્મહત્યાનો જે પોતાની જાતને ખલાસ કરી નાખે કશાય ખુલાસા વિના.

– મેન્યુએલ બંડેરા
(અનુ. ધવલ શાહ)

છેલ્લી કવિતાની વાત છે. પણ એ શ્રેષ્ઠ કવિતાની વાત બનીને આવે છે. છેલ્લા બોલે કવિને છગ્ગો જ મારવો છે 🙂 શ્રેષ્ઠ કવિતાના લક્ષણ કવિએ જે રીતે વર્ણવ્યા છે એ અદભૂત છે. નાજુક, સરળ અને પ્રયોજનમુક્ત કવિતામાં કવિને આસુંરહીત ડુસકાની ધગધગતી આગ ભરવી છે. ઉપરથી સુવાસમુક્ત એટલે કે પવિત્રતમ ફૂલોનું સૌંદર્ય ભરવું છે. એમાં એવી જ્વાળા ભરવી છે કે જેમા ચળકતી વાસના બધી ભસ્મ થઈ જાય. અને એ કવિતા લખાવી જોઈએ આવેશની એવી ચરમસીમાએ જે આત્મહત્યાની ક્ષણે જ આવે છે. આવેશ જે બધી આસક્તિને ઉસેટી નાખે છે. કવિતામાંથી કવિની આપોઆપ બાદબાકી થઈ જાય એનાથી વધારે કવિતાની ચરમસીમા શું હોઈ શકે ?  

4 Comments »

 1. ધવલ said,

  July 10, 2012 @ 11:59 pm

  મૂળ પોર્ટુગીસ કવિતા

  Assim eu quereria o meu último poema.
  Que fosse terno dizendo as coisas mais simples e menos intencionais
  Que fosse ardente como um soluço sem lágrimas
  Que tivesse a beleza das flores quase sem perfume
  A pureza da chama em que se consomem os diamantes mais límpidos
  A paixão dos suicidas que se matam sem explicação.

  અને આ અનુવાદ જે અંગ્રેજી અનુવાદના આધારે કર્યો છે એ અનુવાદ.

  My Last Poem by Manuel Bandeira

  I would like my last poem thus

  That it be gentle saying the simplest and least intended things
  That it be ardent like a tearless sob
  That it have the beauty of almost scentless flowers
  The purity of the flame in which the most limpid diamonds are consumed
  The passion of suicides who kill themselves without explanation.

  – translation from the Portuguese by Elizabeth Bishop

 2. Rina said,

  July 11, 2012 @ 1:25 am

  awesome translation of an awesome poetry…..

 3. pragnaju said,

  July 11, 2012 @ 11:17 am

  સ રસ કવિતાનો
  અનુરુપ ભાવાનુવાદ..
  હચમચાવી નાંખે તેવી પંક્તીઓ
  સાયકિયાટ્રીસ્ટ મુકુલ ચોકસીએ જણાવ્યું હતું કે, આપઘાત કરનાર મા જે બાયોલોજિકલ ફેરફાર થાય છે તેના કારણે મગજમાં કેટલાક કેમિકલ ફેરફાર થાય છે. જેને લીધે તેઓ મૂંઝાયેલા રહે છે.તેઓને લાગે..
  જેની જ્વાળાની પવિત્રતામાં ઉજ્જ્વળતમ હીરાઓ ભસ્મ થઈ જાય
  આવેશ એમા હોય આત્મહત્યાનો જે પોતાની જાતને ખલાસ કરી નાખે કશાય ખુલાસા વિના.
  કદાચ ઍટલે આપઘાત કરનાર તે પહેલા શાંત હોય છે ! લાગે
  જે નાજુક, સરળ અને પ્રયોજનમુક્ત વાત કરતી
  ધગધગતી હોય આંસુરહીત ડુસકા જેવી
  એમા હોય લગભગ સુવાસમુક્ત ફૂલોનું સૌંદર્ય

 4. Dhruti Modi said,

  July 11, 2012 @ 5:21 pm

  વાહ સુંદરતમ્!!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment