કલ્પ્યો છે વિશ્વે જેને હજારો સ્વરૂપમાં,
‘સાહિલ’ એ જગનિયંતા નિરાકાર નીકળ્યો.
-સાહિલ

આખરી વેળાનું – રાજેન્દ્ર શુક્લ

આખરી વેળાનું આ આખર પ્રસારું,
તારી ઇચ્છા છે તો લે આ કર પ્રસારું !

તું ન હો વાકેફ એવું તો નથી કંઈ,
તે છતાં તારી કને ભીતર પ્રસારું !

તું કહે તો લે સકળ સંકોચ છોડું,
તું કહે તે રીતે સચરાચર પ્રસારું !

તું તો આપે પણ બધું હું ક્યાં સમાવું ?
જર્જરિત ઝોળી સમો અક્ષર પ્રસારું !

તું કદી આવે તો આસન શું બિછાવું !
ઝાંખી ઝાંખી આંખનો આદર પ્રસારું !

હા, અપેક્ષા વિણ અહીં આવી ચડ્યો છું
એ ન હું કે દર-બ-દર ચાદર પ્રસારું !

એક વીતી ક્ષણ ફરી આપી શકે તું
હું ફરીથી એનો એ અવસર પ્રસારું !

ઓગળી અતિ આવરું છું આ પ્રસરવું,
શૂન્ય લગ જો એક ક્ષણનું ઘર પ્રસારું !

-રાજેન્દ્ર શુક્લ

એક મજાની ગઝલ… જેટલી વધુ મમળાવો એટલી જ વધુ મીઠી લાગશે…

6 Comments »

 1. Rina said,

  June 21, 2012 @ 1:43 am

  awesome…..

 2. મીના છેડા said,

  June 21, 2012 @ 1:46 am

  ખરેખર મજાની ગઝલ!

 3. pragnaju said,

  June 21, 2012 @ 8:50 am

  ગૂઢ તત્વજ્ઞાન સભર ગઝલ જેમ જેમ વાગોળો તેમ તેમ સમજાય
  હા, અપેક્ષા વિણ અહીં આવી ચડ્યો છું
  એ ન હું કે દર-બ-દર ચાદર પ્રસારું !
  ઓગળી અતિ આવરું છું આ પ્રસરવું,
  શૂન્ય લગ જો એક ક્ષણનું ઘર પ્રસારું !
  અ દ ભૂ ત શેર
  તું કહે તો લે સકળ સંકોચ છોડું,
  તું કહે તે રીતે સચરાચર પ્રસારું !…એના હોઠ દેકાય અને યાદ આવે ઓડ્રે હેપ્બર્ન.તે જેમાં નાયિકા હતી તેવી ફિલ્મો વેઇટ અંટીલ ડાર્ક અને માઇ ફેર લેડી. એને કોઇકે પૂછ્યું: ‘હોઠની સુંદરતા કોને કહેવી?’ : ‘જે હોઠ પરથી કરુણાવાન શબ્દો વહેતા થાય, તે હોઠ સુંદર ગણાય.’

 4. Dhruti Modi said,

  June 21, 2012 @ 2:48 pm

  સરસ રચના.

 5. Maheshchandra Naik said,

  June 21, 2012 @ 9:54 pm

  સરસ રચના…………………

 6. રાકેશ ઠક્કર, વાપી said,

  June 22, 2012 @ 1:16 am

  સરસ ગઝલ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment