કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
અનિલ ચાવડા

…અથવા પ્રભુ તું ન મળે તો સારું – દિનેશ દલાલ

હે પ્રભુ!
જો તું કોઈક વાર મને ક્યાંક મળી જાય
અને કહે કે,
‘માગ, માગ, જે માગે તે આપું.’
ત્યારે, હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે.
જેથી હું કાંઈ બોલી ના શકું.
ફક્ત તારી સામે નજર માંડી રહું.
કારણ… તું તો અંતરયામી છે…
અને જો આપણું મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…

– દિનેશ દલાલ

ઈશ્વરના સાક્ષાત્કારની ક્ષણને શા માટે કશું માગવા સાથે સાંકળવી ? એ તો મુક્તિની ક્ષણે સોનાની સાંકળ માગવા બેસવા જેવી વાત થઈ.

10 Comments »

 1. Hetal Gajjar said,

  June 6, 2012 @ 1:37 am

  શ્રી દિનેશભાઈ દલાલ ની ખુબજ અંતરપૂર્વક ઈશ્વર ને ભાવરૂપી માંગણી.
  ખૂબ આભાર આ સુંદર ઈશ્વરમય લાગણીનો લાભ આપવા બદલ.

 2. krishabh said,

  June 6, 2012 @ 6:16 am

  સરસ

 3. SANATKUMAR DAVE said,

  June 6, 2012 @ 6:19 am

  Dear Rajnibhai vah my Heartiest Compliments to Shri Dineshbhai …..
  Yes really this may happen when Actually GOD becomes PRASANNA n asks for VARDAAN….mote bhage BHAGHVAYI Jashe j….!!!!
  God bless you
  Jay shree Krishna
  DADU…

 4. Harikrishna (Harik) said,

  June 6, 2012 @ 7:14 am

  Excellent laystaro. I fully agree with your thoughts. Most of us go to temples to ‘beg’. If you are a true believer than ‘trust’ Him. He knows your needs. Just say a big thank you to him for what you have.

 5. himanshu patel said,

  June 6, 2012 @ 10:02 am

  આ દિનેશ દલાલમાં વિપિન પરીખ સંભળાય છે=સમાંતર ગુજરાતી કવિતા.

 6. pragnaju said,

  June 6, 2012 @ 10:09 am

  સુંદર અછાંદસ
  તેના કરતા સહજ,સરળ,સરસ વાક્યમા ગૂઢવાત સમજાવી ડો ધવલે!
  હે પ્રભુ,
  મને મૂઢ બનાવી દેજે.
  મનમા ગુંજી ઊઠ્યું…
  ओ ददर् से मेरा दामन भर दे, या अल्लाह
  फिर चाहे दीवाना कर दे, या अल्लाह

  मैंने तुझसे चाँद सितारे कब माँगे
  रोशनी दे, बेज़ार नज़र दे, या अल्लाह

  सूरज सी इक चीज़ तो हम सब देख चुके
  सचमुच कि अब कोई सहर दे, या अल्लाह

  या धरती के ज़ख्मों पे मरहम रख दे
  या मेरा दिल पत्थर कर दे, या अल्लाह

 7. M.D.Gandhi, U.S.A. said,

  June 6, 2012 @ 1:48 pm

  “ફક્ત તારી સામે નજર માંડી રહું.
  કારણ… તું તો અંતરયામી છે…”

  બહુ સુંદર ભક્તિગીત છે.

 8. Dhruti Modi said,

  June 6, 2012 @ 9:57 pm

  સરસ અછાંદસ.

 9. Rina said,

  June 6, 2012 @ 11:11 pm

  Great….

 10. Maheshchandra Naik said,

  June 9, 2012 @ 6:14 pm

  સરસ પ્રભુને પ્રાર્થના અને યાચના……..રોજ કરવી ગમે એવી છે……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment