શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.
વિવેક મનહર ટેલર

પ્રાણ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.-નગીનદાસ પારેખ

મરિતે ચાહિ ના આમિ સુન્દર ભુવને,
માનવેર માઝે આમિ બાંચીબારે ચાઇ.
એઇ સૂર્યકરે એઇ પુષ્પિત કાનને
જીવન્ત હૃદય-માઝે યદિ સ્થાન પાઇ !

ધરાય પ્રાણેર ખેલા ચિરતરંગિત,
વિરહ મિલન કત હાસિ-અશ્રુમય-
માનવેર સુખે દુઃખે ગાંથિયા સંગીત
યદિ ગો રચિતે પારિ અમર-આલય !

તા યદિ ના પારિ તબે બાંચિ યત કાલ
તોમાદેરિ માઝખાને લભિ યેન ઠાઁઇ,
તોમારા તુલિબે બલે સકાલ બિકાલ
નવ નવ સંગીતેર કુસુમ ફૂટાઈ.
હાસિમુખે નિયો ફુલ, તાર પરે હાય
ફેલે દિયો ફુલ, યદિ સે ફુલ શુકાય.

 

આ સૌંદર્યમય વિશ્વમાં મને મરવાની ઈચ્છા નથી.
હું માનવોમાં જીવવા ઈચ્છું છું.
આ સૂર્યના કિરણોમાં,
આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં
હું સ્થાન પામવા ઈચ્છું છું.

ધરતી પર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય
અને અશ્રુ-ભરી પ્રાણની લીલા
સદાય લેહરાયા જ કરે છે,
– માનવના સુખદુઃખનાં ગીતો ગૂંથીને
અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે.

પણ જો તે ન કરી શકું,
તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી
તમારી વચ્ચે જ સ્થાન પામું
એમ ઈચ્છું છું.
અને તમે ચૂંટશો એમ કરીને
સવારે અને સાંજે
નવાં નવાં સંગીતના ફૂલો ખીલવ્યા કરીશ.
તમે હસતે મોઢે એ ફૂલ લેજો
અને
ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય
તો ફેંકી દેજો !

-રવીન્દ્રનાથ ઠાકુર

5 Comments »

 1. munira said,

  April 17, 2012 @ 2:48 am

  કવિવરની રચનાનો આસ્વાદ અમ સુધી પહોચાડનાર દરેકનો અભાર

 2. pragnaju said,

  April 17, 2012 @ 5:36 am

  અદભૂત કાવ્યનું કાવ્યમા સુંદર ભાષાંતર

 3. વિવેક said,

  April 17, 2012 @ 10:02 am

  વાંચતા જ પ્રેમમાં પડી જવાય એવું કાવ્ય…

  આની અડોઅડ માખનલાલ ચતુર્વેદીજીનું पुष्प की अभिलाषा પણ વાંચવા જેવું ખરું…

 4. Dhruti Modi said,

  April 18, 2012 @ 8:39 pm

  વાહ્ કોઈ શબ્દો નથી, અતિ ઉત્તમ કાવ્ય અને અતિ ઉત્તમ અનુવાદ.

 5. Anand said,

  April 20, 2012 @ 4:24 am

  Poet Narsinh Mehta has written similar beautiful lines years back..

  : HARI NA JAN TO MUKTI NA MAGE,
  MAGE JANAM JANAM AVATAAR RE,

  ASTA SIDDHI ANGALIYE OOBHi…
  MUKTI CHHE EMANI DAASI RE…

  both poems are like direct chatting with the LORD…great

  ……in the service of the Lord of lords.

  Anand

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment