રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.
મેગી આસનાની

ગઝલ પ્રમેય – નયન દેસાઈ

પૂર્વધારણા : દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે
                પ્રત્યેક સાંજ લોહીમાં બાંધે છે રાફડો
                લાચાર સૂર્ય પણ નભે ડૂબે છે બાપડો

ઉદાહરણ :   જેવી રીતે આ દૃશ્ય સૌ આંખોમાં આથમે
                ચશ્માના કાચ પર પડે ઝીણી ઝીણી તડો

પક્ષ:          ડૂબે છે તારી યાદનો સારું છે આ સમય
                નહીંતર તો લાંઘવી પડે એ ઊંચી ભેખડો

સાધ્ય:        પડછાયો થઈ ગયા પછી માળા તરફ જવું
                એવું શીખ્યો છે આટલી ઉમ્મરમાં કાગડો

સાબિતી:      ચારે તરફથી આમ બસ કોરાવું કાળજે
                મારી ગઝલ છે સાંજની જણસનો દાબડો

– નયન દેસાઈ

નવા પ્રયોગો કરવામાં નયનભાઈ કદી પાછળ પડ્યા નથી. એમની એબસ્ટ્રેક્ટ ગઝલો તો અદભૂત અર્થછાયાઓ રચી આપે છે. ( જુઓ મુકામ પોસ્ટ માણસ કે માણસ ઉર્ફે ) અહીં એમણે ગણિતમાં આવતા પ્રમેયનું માળખું ઉઠાવીને એમાં ગઝલની રચના કરી છે. આવી રચના જોઈને ઉદયન ઠક્કરનું એક પ્રશ્નપત્ર યાદ ન આવે એવું તો બની જ કેવી રીતે શકે !   

9 Comments »

 1. jayshree said,

  July 17, 2007 @ 8:07 am

  વિવેકભાઇ અને ધવલભાઇ….

  આ નવું ફોરમેટ ગમ્યું, પણ એટલુ સમજાયુ નહીં. 🙁 જરા મદદ કરો ને. !!

 2. shriya said,

  July 17, 2007 @ 8:18 pm

  વાહ ભાઈ વાહ ! ઃ)

 3. ધવલ said,

  July 17, 2007 @ 9:03 pm

  ગણિતમાં ‘પ્રમેય’ આવતા તેની વાત છે. ‘પૂર્વધારણા’ એટલે ચોક્કસ સત્ય એવી હકીકત. પક્ષ એટલે શરૂઆતની દલીલ. ‘સાધ્ય’ એટલે કે જે સાબિત કરવાનું છે તે. અને ‘સાબિતી’ એ સાધ્યને પૂરવાર કરે તે. અહીં ગઝલને પ્રમેયની જેમ લખી છે. વાત તો સ્મરણ-રંજીત સાંજની જ છે. એને અલગ રીતે રજૂ કરી છે એટલું જ.

 4. shriya said,

  July 17, 2007 @ 9:54 pm

  આંખ ખૂલી હોય ને બનતા રહે
  આંખ ખોલી નાખનારા કંઈ બનાવો..

  ખુબ સરસ……

 5. Nikhil said,

  July 19, 2007 @ 3:37 am

  જીવન મા જીંદગી બની આવીશ,
  દિલ મા ધડકન બની આવીશ,
  ભુલવાની ના કરશો ભુલ,
  ભુલો મા યાદ બની અવીશ,
  જે નયન મા આટલી બધી નફરત,
  એ જ નયનમા દરપણ બની આવીશ,
  ભલે રહો મારી આંખોથી દૂર,
  મિલન માટે સ્વપ્ન બની અવીશ,
  ભુલવાની કોશિશ ના કરતા,
  બધી કોશિશ વ્યર્થ જશે,
  જ્યારે છોડી દઈશ દુનિયા ત્યારે,
  તમારા રુદિયામા રુદન બની આવીશ….નિખિલ

 6. dharmesh Trivedi said,

  July 22, 2007 @ 3:39 pm

  વિવેકભાઇ અને ધવલભાઇ….

  આ નવું ફોરમેટ ગમ્યું, સરસ

 7. ઊર્મિ said,

  July 24, 2007 @ 4:09 pm

  આ ગઝલનાં મત્લામાં 2 ની જગ્યાએ 3 પંક્તિઓ કેમ?? એ સમજ ના પડી…
  કોઇ સમજાવશો?

  પૂર્વધારણા : દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે
  પ્રત્યેક સાંજ લોહીમાં બાંધે છે રાફડો
  લાચાર સૂર્ય પણ નભે ડૂબે છે બાપડો

 8. ધવલ said,

  July 24, 2007 @ 7:35 pm

  ઊર્મિ, આ પ્રયોગાત્મક ગઝલ છે – પરંપરાગત માળખાને ન અનુસરવાનુ નક્કી કરીને લખેલી છે. મનમાં જે વસ્યું તે પ્રયોગ. એમા કોઈ ખાસ કારણ નથી.

 9. લયસ્તરો » ગણિતનું ગીત – ગૌરાંગ ઠાકર said,

  September 25, 2009 @ 3:47 am

  […] નયન દેસાઈની ભૌમિતિક ગઝલ અને ગઝલ પ્રમેય જોવા જેવી રચનાઓ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment