ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,
શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.
મરીઝ

ગઝલ – રઇશ મનીઆર

જ્યાં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી નદી છે
એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે

વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુ:શાસન !
કંઈ કેટલાની એમાં નિ:શબ્દ સંમતિ છે

આ ભીડ કેવી જામી ? આ કેવા ઊર્ધ્વગામી ?
આકાશ સૌનું અંગત, આ કેવી ઉન્નતિ છે ?

શીશામાં એક ઉતરે, બીજાનું ભાગ્ય ઉઘડે
શોધે એ સઘળે ગ્રાહક, જોખમમાં દોસ્તી છે

સમૃદ્ધ સૌ નશામાં, ને શેષ દુર્દશામાં
બસ, બીજા જૂથમાંથી પહેલા તરફ ગતિ છે

મેં ચીસ ક્યારે પાડી ? મેં રોષ ઠાલવ્યો ક્યાં ?
કેવળ ગઝલ લખી છે, એ મારી પદ્ધતિ છે

-રઇશ મનીઆર

21 Comments »

 1. munira said,

  April 9, 2012 @ 1:19 am

  very nice!

 2. Rina said,

  April 9, 2012 @ 3:10 am

  Waahh

 3. sweety said,

  April 9, 2012 @ 3:44 am

  આ ભીડ કેવી જામી ? આ કેવા ઊર્ધ્વગામી ?
  આકાશ સૌનું અંગત, આ કેવી ઉન્નતિ છે ?
  બહુજ સરસ

 4. dhaval soni said,

  April 9, 2012 @ 3:45 am

  આહ્હા…. મજા પડી ગઇ…બીજો શેર ખુબ જ ગમ્યો.!

 5. Dr jagdip nanavati said,

  April 9, 2012 @ 4:51 am

  વાહ ….ખુબ સુન્દર…..
  અમેયે ચીસ પાડી કેવી આ પધ્ધતી છે….??!!

 6. pragnaju said,

  April 9, 2012 @ 5:51 am

  જ્યાં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી નદી છે
  એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે
  મત્લાએ મારી નાંખ્યા…
  લુપ્ત થઈ ચૂકેલી સરસ્વતી નદી વિષે પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન વૈજ્ઞાનિકોમાં જિજ્ઞાસા પેદા થઈ છે, તેને કારણે પશ્ચિમ ભારતની લુપ્ત થયેલી નદીઓ વિષે વૈજ્ઞાનિક સંશોધનો થવા માંડ્યાં છે. ઉપગ્રહો દ્વારા ખેંચવામાં આવેલી તસવીરોએ એવાં પ્રમાણ આપ્યાં છે કે કેટલાક હજાર વર્ષ પહેલાં આ પ્રદેશની ધરતીની પરિસ્થિતિ અને અહિંનું હવામાન આજે છે તેના કરતાં ઘણા જુદા પ્રકારનાં હતાં. તે વખતે આ પ્રદેશ આજના જેવો સૂકા હવામાનવાળો નહોતો, પરંતુ અહીં ગાઢ જંગલો અને અનેક નદી-નાળાં હતાં
  ગુ સા પની નદી કીનારે થયેલ બેઠકમાં સહજ સ્ફુરણાથી ડો. રઇશ મણિયારે બદલતા જતા સમયમાં ગુજરાતીના ટકવા વિશે ચિંતા વ્યકત કરી કહ્યું કે ‘જયાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે. લુપ્ત થઇ ચૂકી છે તે સરસ્વતી છે.’
  શું આપણે આ તમામ નદીઓને હેરાન-પરેશાન કરીને, `સરસ્વતી નદી`ની માફક લુપ્ત કરી દેવાની પ્રતિજ્ઞા લીધી છે? તો NRI બેને કહ્યું-‘અમેરિકન સરસ્વતી’ હમ્ઝા નદી … આપણે એને ‘અમેરિકાની સરસ્વતી’ કહી શકીએ કારણ કે વેદોક્ત વિરાટ સરસ્વતી નદી આપણાં દેશમાં વહેતી હતી જે લુપ્ત થઈ ગઈ છે
  ઉમાશંકર જોશીની પણ વેદના…
  જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે
  પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ.
  કયારેક તો શબ્દમાં જ સરસ્વતી લુપ્ત થતીઆને આજે સરસ્વતીના પ્રવાહની માફક જ લુપ્ત થતી પાટણની પ્રભુતાના અત્યંત ગૌરવશાળી આ સ્થાપ્ત્ય સમી ”રાણી ની વાવ” આજે પણ વાવ નીરાણી તરીકે જ ઓળખાય છે

 7. jay said,

  April 9, 2012 @ 8:17 am

  વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુ:શાસન !
  કંઈ કેટલાની એમાં નિ:શબ્દ સંમતિ છે

  simply superb

 8. વિવેક said,

  April 9, 2012 @ 8:46 am

  સુંદર ગઝલ.. પહેલા બે શેર તો રઈશભાઈના મોઢે અનેકોવાર સાંભળ્યા હશે!

 9. સુનીલ શાહ said,

  April 9, 2012 @ 11:21 am

  સુદર ગઝલ….મઝા પડી

 10. RAKESH SHAH said,

  April 10, 2012 @ 1:24 am

  સુંદર!

 11. P Shah said,

  April 10, 2012 @ 5:24 am

  કંઈ કેટલાની એમાં નિ:શબ્દ સંમતિ છે…
  સુંદર ગઝલ !

 12. SURESHKUMAR G VITHALANI said,

  April 10, 2012 @ 7:07 am

  EXCELLENT GAZAL, INDEED !

 13. bharat vinzuda said,

  April 10, 2012 @ 11:26 am

  વાહ સાહેબ…

 14. મદહોશ said,

  April 10, 2012 @ 11:35 am

  શીશામાં એક ઉતરે, બીજાનું ભાગ્ય ઉઘડે
  શોધે એ સઘળે ગ્રાહક, જોખમમાં દોસ્તી છે

  કેપિટાલિસ્ટ દુનિયા પર કેવો સચોટ વાર. . . ખરેખર જોખમ માં દોસ્તી છે.

 15. Chintan said,

  April 11, 2012 @ 3:41 pm

  એક પરફેક્ટ ગઝલનું આ આદર્શ ઉદાહરણ છે…. આપણા બધાય નામી-અનામી ગઝલકારો એ અહીંથી પ્રેરણા લેવી જોઈએ……

 16. gunvant thakkar said,

  April 12, 2012 @ 2:15 am

  સશક્ત ગઝલ, બધાજ શેર ગમ્યા .

 17. અનામી said,

  April 20, 2012 @ 2:42 pm

  superb…..no words

  આને જ કહેવાય ગઝલિયત…

 18. Sanjay said,

  August 19, 2012 @ 5:35 am

  આ ભીડ કેવી જામી ? આ કેવા ઊર્ધ્વગામી ?
  આકાશ સૌનું અંગત, આ કેવી ઉન્નતિ છે ?

  જાણે અજાણે આપણે સૌ આ ઉન્નતિ પામવા મથ રહ્યા છીએ. આપણા આદર્શો કયા ખોવાઈ ગયા તેનુ ભાન નથી. આ કઈ દોડ છે?

 19. harish vyas said,

  July 17, 2015 @ 5:06 am

  શીશામાં એક ઉતરે, બીજાનું ભાગ્ય ઉઘડે
  શોધે એ સઘળે ગ્રાહક, જોખમમાં દોસ્તી છે

  સમૃદ્ધ સૌ નશામાં, ને શેષ દુર્દશામાં
  બસ, બીજા જૂથમાંથી પહેલા તરફ ગતિ છે

  મેં ચીસ ક્યારે પાડી ? મેં રોષ ઠાલવ્યો ક્યાં ?
  કેવળ ગઝલ લખી છે, એ મારી પદ્ધતિ છે

  ભાગ્ય ઉઘાડવા માટૅ કોઇને તો શિસામા ઉતારવુ પડે…..

 20. MAYUR KOLADIYA said,

  July 23, 2015 @ 12:32 pm

  મેં ચીસ ક્યારે પાડી ? મેં રોષ ઠાલવ્યો ક્યાં ?
  કેવળ ગઝલ લખી છે, એ મારી પદ્ધતિ છેૃ

 21. prashant gosai said,

  July 31, 2015 @ 3:19 pm

  વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુ:શાસન !
  કંઈ કેટલાની એમાં નિ:શબ્દ સંમતિ છે

  આ ભીડ કેવી જામી ? આ કેવા ઊર્ધ્વગામી ?
  આકાશ સૌનું અંગત, આ કેવી ઉન્નતિ છે ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment