સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
વિવેક મનહર ટેલર

ગીત – મુકેશ જોશી

મને તમારા સખીપણાના હજુય કેમ અભરખા
હજુય થાતું તાજાં તાજાં ગુલાબ ઊગે સરખાં.

હજી તમારા રમતિયાળ એ નદીપણામાં
મારી આખી જનમકુંડળી વહેતી
મૃગજળના ક્યારાઓ વચ્ચે કેમે કરવી
સ્મરણો વાવી ગુલાબજળની ખેતી
તમે આંખથી વાદળ છાંટો, હું ધારું કે બરખા….મને….

નથી સળગતો દીવો આ તો સૂરજ છે ને
સૂરજને હું કેમ કરીને ઠારું
કેટકેટલી માછલીઓ તરફડતી જીવે
આંખ વચાળે દરિયાથીયે ખારું
તમે બનો મંદિર, અહમનાં કાઢું હુંય પગરખાં….મને….

-મુકેશ જોશી

ખૂબી દ્રશ્યની નથી,ખૂબી નજરોની છે…..

9 Comments »

 1. Rina said,

  March 25, 2012 @ 2:42 am

  વાહ્…….

 2. વિવેક said,

  March 25, 2012 @ 2:47 am

  સુંદર ગીત રચના…. લય પણ અનૂઠો સર્જાય છે..

 3. pragnaju said,

  March 25, 2012 @ 4:02 am

  રચના સરસ
  હજી તમારા રમતિયાળ એ નદીપણામાં
  મારી આખી જન્મકુંડળી વહેતી
  મૃગજળના ક્યારાઓ વચ્ચે કેમે કરવી
  સ્મરણો વાવી ગુલાબજળની ખેતી
  તમે આંખથી વાદળ છાંટો હું ધારું કે બરખા…
  મને તમારા સખીપણાના હજુય કેમ અભરખા
  વાહ
  ગુંજી
  કોરા કાગળ પર લીટી દોરે સખી
  ને અમે એ માપની પંક્તિ લખી
  ચીતરે કંઇ એમ એનો એક હાથ
  જેમ ઝુલે વૃક્ષની એક ડાળખી
  આ રચના આંખ મીંચીને માણવી હોય તો
  સખીપણાના અભરખા – મુકેશ જોશી | ટહુકો.કોમ
  tahuko.com/?p=6778

 4. Jayshree said,

  March 25, 2012 @ 5:27 am

  મૃગજળના ક્યારાઓ વચ્ચે કેમે કરવી
  સ્મરણો વાવી ગુલાબજળની ખેતી

 5. ઊર્મિ said,

  March 25, 2012 @ 10:55 am

  તમે બનો મંદિર, અહમનાં કાઢું હુંય પગરખાં…

  વાહ… ખૂબ જ મજા આવી ગઈ.

  કવિનું નામ ન લખ્યુ હોય તોય તુરત સમજાય જાય કે આ મુકેશ જોષીનું જ ગીત છે !

 6. Dhruti Modi said,

  March 25, 2012 @ 4:03 pm

  ખૂબ જ મઝાનું ગીત, લયથી રુમઝુમતું.

 7. Darshana Bhatt said,

  March 25, 2012 @ 5:58 pm

  ” tame bano Mandir…. Very very nice song.

 8. ધવલ શાહ said,

  March 25, 2012 @ 10:14 pm

  વાહ !

 9. nehal said,

  March 26, 2012 @ 12:52 pm

  સુંદર ગીત..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment