ફૂલ ને ખુશબૂની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.
વિવેક મનહર ટેલર

ચલાવો છો – કિરણસિંહ ચૌહાણ

‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?

તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.

અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.

સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?

અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’

– કિરણસિંહ ચૌહાણ

કેટલાક માણસો કાંદા જેવા હોય છે. તમે એમને જેટલી વાર મળો, એક નવું જ પડ ઉખડેલું જોવા મળે. તો કેટલાંક માણસો પારદર્શક કાચ સમા, ગમે ત્યારે મળો, આરપાર દેખી શકાય. માણસ તરીકે અને કવિ તરીકે પણ કિરણ ચૌહાણ પારદર્શક કાચ છે. અને એની પ્રતીતિ તમે એને મળો એટલે થોડીવારમાં થાય. પત્ની સ્મિતા, નાનકડા મસ્તીખોર પુત્ર પલ્લવ અને કિરણથી બનતા સુખી ત્રિકોણમાં પગ મૂક્યા પછી સમય કમળપત્ર પરના પાણીની જેમ સરકી જતો લાગે. કિરણભાઈના ઘરે બેસીને એમના સ્વમુખે એમની કવિતાઓના અસ્ખલિત ઝરણાંમાં તરબોળ થવાની મજા જ ઓર છે. લયસ્તરો માટે એકદમ તાજી જ લખાયેલી આ અક્ષુણ્ણ ગઝલ સ્વહસ્તે લખી આપવા બદલ ખૂબ આભાર, કિરણભાઈ! (ચોમાસું અને પૂરનો ભય સુરતને હજી આ વર્ષે પણ કેવો સતાવે છે એની ખાતરી આ ગઝલમાં અનાયાસ આવી ગયેલા પાણી અને પૂરના બે શે’ર પરથી થાય છે).

16 Comments »

 1. ધવલ said,

  July 6, 2007 @ 1:03 pm

  બધા શેર સરસ છે. આ શેર ખાસ ગમ્યો.

  સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
  ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?

  – સુંદર !

 2. harnish jani said,

  July 7, 2007 @ 1:16 am

  બહુ જ સરસ,,,,મઝા પડી ગઇ.

 3. કસુંબલ રંગનો વૈભવ said,

  July 7, 2007 @ 3:41 am

  સુંદર …….ગઝલ,,,,,,,,,

 4. Shiv@nsh said,

  July 7, 2007 @ 4:06 am

  ‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,

  ખુબ સરસ…

 5. Jaynesh said,

  July 7, 2007 @ 6:18 am

  સારી ગઝલ છે.
  ખુબ ગમી.

 6. પંચમ શુક્લ said,

  July 7, 2007 @ 10:11 am

  ‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
  બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?

  સુંદર ગઝલ.

  કવિના હસ્તે લખાયેલી ગઝલ જોઇને ખૂબ આનંદ થયો.
  તક મળે ત્યારે આવી ભેટ આપતાં રહેજો.
  કવિના કંઠે પઠન પણ જો સાથે હોય તો તો ત્રીવેણી સંગમ થઇ જાય.

 7. Vijay Shah said,

  July 7, 2007 @ 10:12 am

  અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
  અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.

  બહોત ખુબ્…મઝા પડી ગઇ

  ગઝલ જેટલીજ વિવેકભાઇની રજુઆત પણ સુંદર છે.

 8. Mukesh said,

  July 7, 2007 @ 11:41 pm

  અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
  અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’

 9. bhavesh said,

  July 8, 2007 @ 4:12 am

  very good massage forwerd to any friends.

  bhavesh jani

 10. hemantpunekar said,

  July 9, 2007 @ 12:41 am

  રોજબરોજના જીવનમાં જોવા મળતી સાવ સામાન્ય વાતોને અસામાન્ય રીતે પેશ કરી છે. બધા જ શેર સરસ છે, પણ બાપ અને નાની દીકરીનો સંબંધ્ ખૂબ નજીકથી જોયો છે એટલે આ શેર મનને ખૂબ ઊંડે સુધી સ્પર્શી ગયો.

  અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
  અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’

 11. jayshree said,

  July 9, 2007 @ 1:24 am

  સુંદર ગઝલ…

  અને તેમાં આ વાત તો એકદમ જ ગમી ગઇ…

  ‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
  બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?

 12. ઊર્મિ said,

  July 9, 2007 @ 11:03 am

  એકદમ મસ્ત ગઝલ છે હોઁ.. બધા જ શેર મસ્ત છે… મજા આવી ગઈ વિવેક…

  તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
  બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.

  આ તો લાગે છે કે મારી જ કોઈ એકાદ પળનો સ્નેપ શોટ છે… 🙂

  અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
  અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.

  લાગણીનું આ ચિત્ર ખૂબ જ ગમ્યું…

 13. hiral said,

  August 9, 2007 @ 3:27 am

  ખરેખર બહુ જ સરસ……..

 14. sanjay nanani said,

  August 10, 2007 @ 9:39 am

  ખુબ સરસ ગઝલ છે. હુ દુબઈ મા રહુ છું. આ એક વાત દિલ ને સ્પર્શિ ગઇ.
  અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
  અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’
  અભિનંદન

 15. Dharmesh said,

  September 12, 2007 @ 8:41 pm

  કેીરન્ભાઈ, શુ કહુ હુ? શબ્દો નથેી જદ્તા આવુ લખવા નો પ્રયત્ન કરુ ચુ પન નથેી લખતુ.

 16. kaushal said,

  April 18, 2010 @ 11:06 pm

  બહુ જ સરસ,,,,મઝા પડી ગઇ.

  આપની આ
  ના શબ્દો………………………………………………..

  “અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
  અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો”

  …… સ્પર્શિ ગયા.

  કૌશલ પારેખ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment