અદબભેર મસ્તક નમાવો, સુજન !
અહીં શબ્દની ફરફરે છે ધજા.
મીનાક્ષી ચંદારાણા

ગઝલ- ગિરીશ મકવાણા

તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય  ને ઇવનિંગ થઈ શકે.

ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,
કાગળમાં શબ્દ તારથી અર્થિંગ  થઈ શકે.

સ્કૂટરની બેકસીટથી ડોકાઈ જાય તે,
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે.

એનાલિસિસ ફૂલનું કરતું રહ્યા પછી,
ક્યાંથી લીલેરી મ્હેંકનો સ્પેલિંગ થઈ શકે?

ઑગાળી તારી યાદનો  આઈસ હાથમાં,
હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.

-ગિરીશ મકવાણા

ગુજલીશ ગઝલોનું પણ એક પોતીકું વિશ્વ છે. અદમ ટંકારવીએ  ‘કોઈન’ કરેલા આ પ્રકાર પર ઘણા કવિઓએ હાથ અજમાવી જોયો છે. ગિરીશ મકવાણાની આ ગઝલ વાંચતાની સાથે ગમી જાય એવી ફાઈન છે. ખાલીપો પાછળની સીટ પરથી ફ્રંટ-મિરરમાં ડોકાવાની વાત વાંચતાની સાથે ગમી જાય એવી છે.

3 Comments »

 1. jayshree said,

  June 16, 2007 @ 12:36 pm

  મજા આવી હોં….
  આ ઇવનિંગ અને અર્થિંગ વાળી વાત તો એકદમ ગમી ગઇ.

  તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
  ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.

  ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,
  કાગળમાં શબ્દ તારથી અર્થિંગ થઈ શકે.

 2. ધવલ said,

  June 16, 2007 @ 1:23 pm

  એનાલિસિસ ફૂલનું કરતું રહ્યા પછી,
  ક્યાંથી લીલેરી મ્હેંકનો સ્પેલિંગ થઈ શકે?

  – બહુ સરસ !

 3. પંચમ શુક્લ said,

  June 17, 2007 @ 3:28 pm

  હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.

  મજા પડી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment