પથ્થરો બોલે તો બોલાવી જુઓ,
શક્યતાના દ્વાર ખખડાવી જુઓ.
શ્યામ સાધુ

નિષ્ક્રમણ – રાજેન્દ્ર શુક્લ

rajendra
(ફોટો:જગન મહેતા)

આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું,
શબ્દના પ્રદેશમાંથી નીકળી ગયો છું હું.

માત્ર મૌન છે સરળ, ન શબ્દની અલંકૃતિ,
એ બધા ય એશમાંથી નીકળી ગયો છું હું.

સાન ભાન ઓગળી જે લેશ કૈં રહ્યું હતું,
લો, હવે એ લેશમાંથી નીકળી ગયો છું હું.

દૃષ્ટિ નિષ્પલક અને હો આંખ આ નિરંજના,
અંજનોની મેશમાંથી નીકળી ગયો છું હું.

વાદ્ય આ વિરાટતાલ વાજતું, ભલે બજે,
એ ઠમક, એ ઠેશમાંથી નીકળી ગયો છું હું.

– રાજેન્દ્ર શુક્લ

કવિશ્રીને જન્મદિવસની શુભકામનાઓ !

8 Comments »

 1. Sudhir Patel said,

  October 12, 2011 @ 10:12 pm

  વાહ! ખૂબ સુંદર ગઝલ!
  કવિશ્રીને જન્મ-દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 2. P Shah said,

  October 13, 2011 @ 1:53 am

  અતિ સુંદર !
  કવિશ્રીને જન્મ-દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

 3. Bhadresh Joshi said,

  October 13, 2011 @ 7:51 am

  We want to hear this from Amar Bhatt.

  Happy B’Day. many Happy Returns of The Day.

 4. pragnaju said,

  October 13, 2011 @ 8:17 am

  કવિશ્રીને જન્મ-દિવસની હાર્દિક શુભેચ્છાઓ! અને તે અંગે અભિનંદનમાં તેમની જ અદભૂત ગઝલ
  જન્મ સમયે જે ગુણો હોય તેને જાળવી રાખી બીજા ગુણો ઉમેરવા તે પ્રક્રિયાને ‘સંસ્કાર’ કહેવાય. સંસ્કાર ૧૬ પ્રકારના છે.નિષ્ક્રમણ સંસ્કાર એટલે જન્મના એકાદ માસ બાદ કે ચોથે મહિને સૂર્યપ્રકાશ અને ચંદ્રપ્રકાશમાં બાળકને લઈ જવું.પૃથ્વી પર સુવડાવવામાં આવે છે.અને આ પ્રકારે પ્રાર્થના કરવામાં આવે છે-રક્ષૈનં વસુધે દેવિ સદા સર્વગતં શુભે। આયુઃ પ્રમાણં સકલં નિક્ષિપસવ હરિપ્રિયે॥
  અહીં અમેરિકામા સાવ રે સફાળા જાગી વીટામીન ડી ની ઘટનું જ્ઞાન થયું અને દેરેકમા તેનું પ્રમાણ તપાસ કરવા માંડી ! ત્યારે આ સંસ્કાર આ ઘટ ઓછી કરવામાં પણ મદદ કરે છે !!
  ત્યારે કવિશ્રી તો નિષ્ક્રમણમાં આધ્યાત્મિક અનુબૂતિને પાર નીકળી ગયા છે!
  દૃષ્ટિ નિષ્પલક અને હો આંખ આ નિરંજના,
  અંજનોની મેશમાંથી નીકળી ગયો છું હું.

  વાદ્ય આ વિરાટતાલ વાજતું, ભલે બજે,
  એ ઠમક, એ ઠેશમાંથી નીકળી ગયો છું હું.
  બાકી આવી ગહન ગઝલનો રસાસ્વાદ તો કવિશ્રી પોતે જ કરાવે તો માણવાની મઝા કાંઇ ઔર રહે ….

 5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  October 13, 2011 @ 10:43 am

  લ્યો આંખો મેં મીંચી લીધી ને ચાલવા લાગ્યો.
  કેવો ગૂપચૂપ દેહના દેશથી નીકળી ગયો છું હું.

  વાહ કવિ,વાહ!

 6. Dhruti Modi said,

  October 13, 2011 @ 5:33 pm

  વાદ્ય આ વિરાટતાલ વાજતું ભલે બજે,
  ઍ ઠમક, ઍ ઠેશમાંથી નીકળી ગયો છું હું.

  અલગારી વ્યક્તિની તટસ્થ વાત. નિસ્પૃહી આત્મા બધી જ અનુભૂતિથી પર છે.
  કદાચ જન્મદિવસની વધાઈથી પણ નિસ્પૃહી હશે, પણ દિલથી જન્મદિનની લાખ લાખ વધાઈ.

 7. વિવેક said,

  October 14, 2011 @ 3:22 am

  સુંદર મજાની ગઝલ…

  કવિશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ….

 8. Maheshchandra Naik said,

  October 15, 2011 @ 7:17 am

  કવિશ્રીને જન્મદિવસ્ની શુભકામનાઓ……………………………
  માત્ર મૌન છ સરળની વાત દ્વારા ઘણૂ ઘણુ કહી દેવામા આવ્યુ છે…..
  સરસ ગઝલ……………….
  આભાર……………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment