જાતને મળવા તમારે એકલું પડવું પડે.
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે
નીતિન વડગામા

ગીતાંજલિ – પુષ્પ:૦૪: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

Rabindranath Tagore Poems in English

Life of my life, I shall ever try to keep my body pure, knowing that thy living touch is upon all my limbs.

I shall ever try to keep all untruths out from my thoughts, knowing that thou art that truth which has kindled the light of reason in my mind.

I shall ever try to drive all evils away from my heart and keep my love in flower, knowing that thou hast thy seat in the inmost shrine of my heart.

And it shall be my endeavour to reveal thee in my actions, knowing it is thy power gives me strength to act.

– Ravindranath Tagore

*

હે પ્રાણેશ્વર! હું સદા મારા શરીરને વિશુદ્ધ રાખવા પ્રયત્ન કરીશ કેમકે હું જાણું છું કે મારા અંગાંગમાં તારો જીવંત સ્પર્શ છે.

બધા અસત્યોને મારા વિચારથી પણ બહાર રાખવા હું સદા પ્રયત્નશીલ રહીશ કેમકે હું જાણું છું કે એ તારું જ સત્ય છે જેણે મારા માનસમાં કારણનો પ્રકાશ રેલાવ્યો છે.

હું મારા હૃદયમાંથી તમામ અનિષ્ટને હાંકી કાઢવા હંમેશા મથીશ અને  પુષ્પને ચાહીશ કેમકે હું જાણું છું કે તું મારા હૃદયની અંતરતમ બેઠકમાં વિરાજે છે.

અને એ મારી કોશિશ રહેશે કે મારા તમામ કર્મોમાં તું જ દૃશ્યમાન થાય કેમકે હું જાણું છું કે તારી શક્તિ જ મને ચાલકબળ પૂરું પાડે છે.

-અનુ. વિવેક મનહર ટેલર

*

આપણા જીવનનું સાચું ચેતન ખુદ ઈશ્વર જ છે. આપણા અસ્તિત્વના કણકણમાં એનો વાસ છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ એ એનાથી અછતું નથી. માટે જ આપણે આપણા વાણી, વિચાર અને વર્તન- બધાને પરિશુદ્ધ રાખવા જોઈએ. અને આપણા બધા જ કૃત્યોમાં એનો સ્નેહ તરવરી ઊઠે એ માટે આપણે સદૈવ પ્રયત્નશીલ રહેવું જોઈએ…

7 Comments »

 1. neerja said,

  October 8, 2011 @ 2:30 am

  too true. .

 2. Rina said,

  October 8, 2011 @ 2:45 am

  beautiful poetry with beautiful translation…

 3. Atul Jani (Agantuk) said,

  October 8, 2011 @ 3:33 am

  અત્યંત હ્રદયસ્પર્શી

 4. pragnaju said,

  October 8, 2011 @ 7:47 am

  સનાતન સત્યની ભાવવાહી પ્રાર્થનાનો સુંદર અનુવાદ
  … માટે જીવનની પ્રત્યેક પળે તૈયાર રહેવું જોઇએ. લૌકિક લાલસાઓનો અંત આણીને જીવનને બનતા પ્રમાણમાં શુદ્ધ તથા સાત્વિક કરીને પરમાત્મામાં જોડવાનો સંકલ્પ અને પ્રયત્ન કરવો જોઇએ. એવા પ્રયત્નથી જીવનનનું સાર્થક્ય સાધી શકાય અને મરણ પણ મંગલમય બની જાય.

 5. amirali khimani said,

  October 8, 2011 @ 8:51 am

  સ્રરસ મઝાનિ પ્રા થ્ના અન્ને સ્રર સ અનુવાદ ર્ ર્વિન્દ્રનાથ જિ નો એકેક સ્બ્દ મ નમા ચો ત મુકિજાય ચ્હે પ્ર્ ભુ સાથે ધ્યાન સા ધિ ઘ્નિ શાન્તિ મલે ચ્હે જિવન ન્શ્વેર્ચે સ્બ્કો સન મતિ દે ભ્ગ્વાન્.

 6. Dhruti Modi said,

  October 8, 2011 @ 3:32 pm

  તત ત્વમ અસિ.

 7. kishoremodi said,

  October 8, 2011 @ 8:14 pm

  સુંદર અનુવાદ.પરમ તત્વની અનુભૂતિ કરાવતી સરસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment