આપણે પોતાને સમજાયા નથી,
જોઈએ એવા વલોવાયા નથી.
ફૂલ જેવું ખીલવા માટે હજી,
મૂળિયાં માટીમાં ધરબાયાં નથી.
અંકિત ત્રિવેદી

(રસોઇ) – કુમાર અંબુજ (અનુ. ? )

જ્યારે તે બુલબુલ હતી ત્યારે એણે રસોઇ કરી,
પછી હરિણી થઇને પણ રસોઇ પકાવી.
પછી તમે એની રસોઇ વખાણી,
એટલે બમણા ઉત્સાહથી રસોઇ પકાવી.
બચ્ચાને ગર્ભમાં સંતાડીને પણ એણે રસોઇ પકાવી.
પછી બચ્ચાને ગોદમાં લઇને એણે
પોતાનાં સ્વપ્નોમાં પણ રસોઇ કરી.
તમે એની પાસે અડધી રાતે રસોઇ કરાવી
વીસ માણસોની રસોઇ કરાવી.
એ આસમાનના સિતારાને સ્પર્શીને આવી
ત્યારે પણ બે બટેટામાંથી શાક બનાવ્યું.
દુખતી કમરમાં, ચડતા તાવમાં એણે રસોઇ કરી
એ કલર્ક થઇ, ઓફિસર થઇ, એ ડોક્ટર થઇ,
એ તંત્રી થઇ, એ અંતરિક્ષમાં જઇ આવી.
પણ દરેક વાર એની સામે કસોટી મૂકવામાં આવી: રસોઇ આવડે છે?
હવે એ થકાનની ચટ્ટાન ઉપર ચટણી વાટી રહી છે
રાતની કડાઇમાં પૂરીઓ તળી રહી છે
ગરમ ગરમ ફુલકાં ઉતારીને પતિને ખવડાવી રહી છે.
પણ પતિ બૂમ પાડે છે: ‘થૂ થૂ થૂ… આટલું બધું નમક?’
એ બિચારા પતિને ક્યાંથી ખબર હોય કે
ભૂલથી એના ખારા આંસુ જમીન ઉપર પડવાને બદલે
ફુલકાં ઉપર પડી ગયા છે.
ખાવાની ગંધથી જ એની ભૂખ મરી ગઇ છે.
એની અંદર ભરાઇ ગયો છે વઘારનો ધુમાડો
સ્ત્રીઓ રસોઇ બનાવે છે.
નાસ્તાના પૌંઆ પછી પરાઠા બનાવે છે
ભીંડી બનાવ્યા પછી કારેલાં છોલે છે…

– કુમાર અંબુજ (હિંદી)

આપણા સમાજમાં સ્ત્રીઓને માત્ર શાસ્ત્ર અને શ્લોકોમાં જ ઊંચું સ્થાન મળ્યું છે.  વાસ્તવિક જીવનમાં તો…

8 Comments »

 1. Rina said,

  September 30, 2011 @ 4:48 am

  sad but true, women need to wake up…….

  મને તોડવાનો હક હું કોઈનેય નહીં દઉં
  વધેરવાનો હક હું કોઈને ય નહીં દઉં.
  પ્રેમથી છલકતી નજર માંડીને – દ્રષ્ટિ
  છીનવવાનો હક હું કોઈને ય નહીં દઉં.
  લાગણીના વસ્ત્રો ને ઘરેણાં પહેરાવી
  … જકડવાનો હક હું કોઈને ય નહીં દઉં.
  પૂજવાને બહાને પણ ના, પથ્થર મને
  બનાવવાનો હક હું કોઈને ય નહીં દઉં……

 2. મીના છેડા said,

  September 30, 2011 @ 5:07 am

  વાસ્તવિક જીવનમાં સ્થાન ….?

  કદાચ આ જ કારણે એક તથ્ય જીવનમાં ઉમેરાયું છે…. સ્ત્રીએ પોતાનું સ્થાન પોતે જ ઊભું કરવું રહ્યું ને એ માટેની અને એ પછીની સ્થિતિઓની જવાબદારી પણ એણે જ લેવી રહી… સ્વીકારવી રહી…

 3. pragnaju said,

  September 30, 2011 @ 7:15 am

  સ રસ રચના
  એ બિચારા પતિને ક્યાંથી ખબર હોય કે
  ભૂલથી એના ખારા આંસુ જમીન ઉપર પડવાને બદલે
  ફુલકાં ઉપર પડી ગયા છે.
  ખાવાની ગંધથી જ એની ભૂખ મરી ગઇ છે.
  એની અંદર ભરાઇ ગયો છે વઘારનો ધુમાડો
  ગજબનું વાસ્તવિક વર્ણન !
  આવું જ કાંઇક ચંદ્રકાંત બક્ષીની આ તેજાબી રચના વર્ણવે-
  હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
  નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
  ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
  ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
  ઉપાયમામ પોતાનુ બધુ ન્યોછાવર કર્યા પછી પણ માતાઓ અને બહેનોની એક જ માંગ હોય છે કે થોડીવારનુ સમ્માન, થોડીવારનુ સ્નેહ અને સમાજનો પુરૂષો વર્ગ તેને દેવામા રહી જ જાય છે.
  પણ તે મીનાબેને જણાવ્યું તેમ -‘સ્ત્રીએ પોતાનું સ્થાન પોતે જ ઊભું કરવું રહ્યું ‘

 4. neerja said,

  September 30, 2011 @ 9:42 am

  a nicely written poem but i don’t 100% agree with the pity the poet has shown 4 a woman. . i agree with meena chheda. . cooking may not b a burden always. . it might b an inbuilt feminine instinct. . whatever she is professionally , cooking can b something that reduce her fatigue and make her refreshed. i know many females including shri kiran bedi,sunita villiams,hema malini and many others who love to cook 4 their family. i myself love to give hot food to my family members even at midnight. . no pity. .

 5. Bina said,

  September 30, 2011 @ 12:27 pm

  આપણા સમાજમાં સ્ત્રીઓને માત્ર શાસ્ત્ર અને શ્લોકોમાં જ ઊંચું સ્થાન મળ્યું છે. વાસ્તવિક જીવનમાં તો…
  સરસ રચના છે.
  મને હમેશા વિચાર આવે કે, પતિ અને પત્ની બન્ને નોકરી કરી ને આવ્યા હોય, તો પણ કેમ એક પત્ની ને રસોડા મા ( કમને ) જઈને રસોઇ બનાવવાની? ક્યારેક પતિ પણ આ કામ કરે તો?
  જાગો નારીઓ જાગો!

 6. ધવલ said,

  September 30, 2011 @ 7:52 pm

  સચોટ !

 7. વિવેક said,

  October 1, 2011 @ 1:07 am

  આ કવિતાને જે લોકોએ ‘રસોઇ’ના સંદર્ભે જોઈ છે એ મિત્રો કવિતાના હર્દ સુધી પહોંચી શક્યા જ નથી… કુમાર અંબુજ જેવા મોટા ગજાના કવિ રસોઇ પર નિબંધ કદી લખે નહીં. રસોઇ એ માત્ર એક પ્રતીક છે સ્ત્રીની યુગ-યુગોથી યથાવત્ રહેલી (અને કદાચ રહેનારી) પરિસ્થિતિ માટેનું !

  નીરજાને રસોઇ બોજ નથી લાગતી. અડધી રાત્રે પણ પોતાના પતિને ગરમ રસોઇ જમાડવામાં એને એનું સાર્થક્ય લાગે છે. હું માત્ર એટલું જ પૂછીશ? આ સાર્થક્યની અનુભૂતિ આવી ક્યાંથી?

  આ અનુભૂતિ આવી છે તમારા ગળથૂથીના સંસ્કારોમાંથી, જ્યાં તમે જન્મ્યા ત્યારથી એ જ શીખવવામાં આવ્યું છે કે રસોઇ એ સ્ત્રીનું પરમ અને સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે. કિરણ બેદી, (સ્વ.) સુનિતા વિલિયમ્સ અને હેમા માલિની જાહેરમાં ઇન્ટર્વ્યૂ આપતી વખતે ગમે એટલી ડંફાસ કેમ મારતા ન હોય, હું અંગત પણે માનું છું કે મહિને એકાદ વાર પોતાનો શોખ પૂરો કરવા સિવાય એ લોકો પાસે રસોડામાં જવાનો સમય પણ નહીં હોય…

 8. kishoremodi said,

  October 2, 2011 @ 8:27 am

  વાસ્તવિકતાનું સુંદર કાવ્યમય ચિત્ર.બાકી બધી નારી ઉત્થાનની વાતો પોકળ છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment