આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું, કહું ? હા, સન્નાટો.
ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લિસોટો.
જિગર જોષી ‘પ્રેમ’

રસ્તા – વસંત ડહાકે [ મરાઠી ] – અનુ.સુરેશ દલાલ

હવે મેં છાતીમાં ભરી લીધો છે ઠંડો અંધકાર
અને આંખો થઈ છે નિર્જન રસ્તાઓ
આ કૌટુંબિક ઘરોનાં શહેરો
છોડીને નીકળ્યા છે મારાં વિરક્ત પગલાં.

આ વાટ તારી કને આવતી નથી
અને ઉદાસ એવો હું ભટકું છું
તે તારા માટે નહીં.

હવે પગલાં ફર્યાં કરે છે તે
ફક્ત રસ્તાઓ છે માટે
અને રસ્તાઓ ક્યાં જાય છે
તે હું ભૂલી ગયો છું.

 

રૂંવાડા ઉભા કરી દેતું dejection નું ચિત્ર…..

7 Comments »

 1. neerja said,

  September 18, 2011 @ 2:49 am

  too good. . too sad. . s an answer v can only say. .
  इन रेशमी राहौँ मेँ एक राह तो वो होगी, उन तक जो पहुँचती है ,उस मोड़ से जाते है ।

 2. pragnaju said,

  September 18, 2011 @ 8:59 am

  તાજેતરમાં વસંત ડહાકેને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો એ નિમિત્તે એમની કવિતા પ્રત્યેના પ્રેમ અને આદરને મન અને માન સાથે ઊજવી લઈએ.
  આ કૌટુંબિક ઘરોનાં શહેરો
  છોડીને નીકળ્યા છે મારાં વિરક્ત પગલાં.
  સ રસ
  કૌટુંબિક ઘરો છોડવાની વાત છે. એટલે કે કૃત્રિમતા છોડવાની વાત છે.

  આસક્તિ છોડવાની વાત છે.

  ટોળાઓમાંથી નીકળી જવાની વાત છે.

  હાંફ ખૂબ છે પણ હૂંફ ક્યાંય નથી અને એટલે જ એ કહે છે

  કે છાતીમાં હવે ઠંડો અંધકાર ભરી દીધો છે.

 3. Rina said,

  September 18, 2011 @ 9:57 am

  (read this in kavitanu sarnamu by Shri Suresh Dalal)
  સુનું સ્ટેશન – શ્રી વસંત ડહાકે (અનુવાદ : નલિની માંડગાંવકર)

  ખડક જેવો દેખાતો અચળ, મહાકાય કાચબો હલવા માંડે
  તેમ ગાડી ચાલી અને અચાનક એને સેંકડો હાથ ફૂટ્યા,
  જેમાં સચવાયેલો પ્રેમનો તરફડાટ
  પ્લેટફોર્મ પર હાલતા હાથને સ્પર્શ કરવા માંગતો, આતુર

  મેં હળવેકથી મારો હાથ છોડાવ્યો .
  અને અસહાય ઉભો રહ્યો , એને ગાડીને સ્વાધીન કરી ,
  ત્યારે મારો હાથ પણ હાલતો હતો .
  દેહથી વિખુટા પડેલા તરફડતા માથા જેવો .

  પછી પ્લેટફોર્મ બોલતું હતું અસંબદ્ધ વાક્યો,
  આવનારી જનારી ગાડીઓની માહિતીના.
  જોકે મારે માટે તો ભારનું શહેર પણ હતું સાવ ઉદાસ ,
  રસ્તાઓ હતા પણ એ પાછા વળવા માટે નહોતા.

 4. urvashi parekh said,

  September 18, 2011 @ 10:02 am

  સરસ.

 5. Rina said,

  September 18, 2011 @ 10:34 am

  બહારનું not ભારનું sorry for the error…..

 6. Dhruti Modi said,

  September 18, 2011 @ 3:36 pm

  સરસ. ઘેરી અસર છોડી, ઉદાસીથી મનને ભરી દેતું કાવ્ય.

 7. Maheshchandra Naik said,

  September 19, 2011 @ 12:11 am

  મનમા ઉદાસીનતાનુ વાતાવરણ અને વિહવળતાનુ કાવ્ય……….સરસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment