હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.
અમૃત ઘાયલ

કહે છે પાનખર – – રતિલાલ ‘અનિલ’

કહો, આલમ ઉપર હું કેટલો યે પ્યાર રાખું છું,
ઠગાયો છું ઘણી વેળા, છતાં ઇતબાર રાખું છું.

ચમનની છાપ હૈયા પર, નિહાળી કોતરી લઉં છું;
ભલે ને પાનખર આવે, નજર ગુલઝાર રાખું છું.

મને આ ક્ષુદ્રતા, આ વિશ્વની દેખાય છે શાને ?
ઘણું જોવા સમું તો સાવ દ્રષ્ટિબ્હાર રાખું છું !

વસંતે બેઉને સરખાં જ સદભાવે ઉછેર્યાં, પણ;
કહે છે પાનખર : ફૂલો નહીં, હું ખાર રાખું છું !

મને આ વિશ્વ કેરી જિંદગીનો પ્યાર પણ કેવો !
કે જન્નતના બધાં સુખચેન પેલે પાર રાખું છું!

મેહફિલનાં ઇજન કંઈ કેટલાં મેં પાછા વાળ્યાં છે,
‘અનિલ’ , સાચું કહું ? મ્હેફિલની સાથે પ્યાર રાખું છું !

 

ત્રીજા શેરથી ગઝલ ખીલે છે. ત્રીજો શેર પોતે એક દીવાદાંડી સમાન છે. વધુ મજબૂત મક્તાથી ગઝલ હજુ વધુ સબળ બની હોત…..

‘ જન્નતના સુખચેન ‘ વાત ઉપરથી એક આડવાત યાદ આવે છે- અમેરિકાની શોષણખોર અને બેધારી તલવાર જેવી કુટનીતિ નાં સીધા પરિણામે આજથી બરાબર દસ વર્ષો પહેલાં તેના ઉપર જે 11th Septmber નો અકલ્પનીય જઘન્ય હુમલો થયો હતો, તે હુમલાને અંજામ આપનાર મુખ્ય આત્મઘાતી ત્રાસવાદી ચુસ્ત શાકાહારી હતો, પૂર્ણરૂપે નિર્વ્યસની હતો અને ચુસ્ત બ્રહ્મચારી હતો…..અને તેની ડાયરીમાંના લખાણ મુજબ તેને દ્રઢ શ્રદ્ધા હતી કે તેની ‘શહીદી’ બાદ ઇનામ સ્વરૂપે જન્નતમાં તેના માટે ૭૦ અપ્સરાઓ અને ૭૦ મહેલ રાહ જોતા હશે…..!!!!!

12 Comments »

  1. neerja said,

    September 11, 2011 @ 1:06 AM

    too touchy. .

  2. HASMUKH BAROT said,

    September 11, 2011 @ 2:19 AM

    જન્નત મા ૭૦ અપ્સરાઓ ૭૦ મહેલો મા પ્રત્યેક મહેલમા એક રાહ જોઈ રહેી છે,
    હવે મારા તરફથેી એક આડવાત,
    જો કોઈ સ્ત્રેી શહિદ થાય તો તેને જન્નત મા શુઁ મળશે ?
    રહેી વાત આતઁકવાદિ નેી જેના વિશે આપ શાકાહારેી બ્રહ્મચારેી અને નિર્વ્યસનેી કહો છો તે માનવાને કોઈ કારણ નથેી

  3. સુનીલ શાહ said,

    September 11, 2011 @ 3:27 AM

    .સરસ ગઝલ..

  4. kishoremodi said,

    September 11, 2011 @ 8:33 AM

    મુ.અનિલસાહેબ સાથે વરસોજુનો મારે સંબંધ છે. તેમની ગઝલ મને ગમે છે.તેમનો એક પ્ર્ખ્યાત શેર ઉતારું છું. ભાવકોને ગમશે.
    નથી એક માનવી પાસેહજી માનવ બીજો પહોંચ્યો,
    ‘અનિલ’ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !

  5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    September 11, 2011 @ 2:13 PM

    રતિલાલ અનિલ એટલે મૃદુ વ્યંગનો પુનર્જન્મ.
    ક્યારે ક્યાં બાણ વાગે ને ઘાવ પણ લાગે નહિ.

  6. divya parekh said,

    September 11, 2011 @ 3:02 PM

    શાકાહાર,નિર્વ્યસન અને બ્રહ્મચર્યની વાત તો સ્થુળ શરીરની થઈ,અન્તરાત્માના આવાજ નુ શુ?

    કિડી મારે નહિ પણ માણસોને કાપી નાખે!! આપની વાત સાથ અસહમત.

  7. Dhruti Modi said,

    September 11, 2011 @ 3:40 PM

    રતિલાલ અનિલની સુંદર રચના ગમી ગઈ. ઍમની ખુમારીના દર્શન દરેક શે’રમાં થાય છે.

    બીજી વાત ૯/૧૧ના ખૂનીના ઘણાં વિશેષણો જોઈ થયું કે આવા સદ્ગુણીને બીજાને રહેંસી નાખવાના બદલામાં શું મળશે?
    જન્નત કે જહન્નમ?

  8. વિવેક said,

    September 13, 2011 @ 2:56 AM

    સુંદર !

  9. sanjay shah said,

    September 14, 2011 @ 9:09 AM

    mane 9/11 na mukhya humalakhornu naam ane diary vishe jaanvama ras chhe. a diary kyan vanchva male a kheva vinanti chhe.

  10. dr.ketan karia said,

    September 15, 2011 @ 1:46 AM

    અદભૂત…

  11. Tirthesh said,

    September 15, 2011 @ 2:25 AM

    @ Sanjaybhai – if i am not mistaken his name was Muhammad Atta and he was the leader of team of 19 terrorists who perpetrated the heinous act. History channel has repeatedly shown a detailed documentary on 9/11 attack. above mentioned facts are presented in detail in it. Kanti Bhatt too wrote an article before a week or so in either Divya Bhaskar or Gujrat Samachar and he too has mentioned these facts.

    બીજું એક નિવેદન સૌ ભાવકોને સંબોધીને- ત્રાસવાદ અથવા ત્રાસવાદીને કોઇપણ રીતે – કોઇપણ મથાળા હેઠળ કોઇપણ જાતની સ્વીકૃતિ કોઈ કાળે ન જ આપી શકાય. આ ગઝલના સંદર્ભમાં આ વાત યાદ આવવાનું કારણ એટલું કે નાદાન યુવાઓને ગુમરાહ કરવા કટ્ટરપંથીઓ કેવી તર્કહીન અને મૂર્ખતાપૂર્ણ વાતોનો સહારો લે છે અને સૌથી વધુ દુઃખની વાત એ છે કે આ બધું ધર્મની આડમાં એ લોકો કરતા આવ્યા છે. સૌ રસિકજનોને ‘ખુદા કે લિયે ‘ નામનું picture જોવાનો મારો અનુરોધ છે. તે પાકિસ્તાનમાં બનેલું એક ઉત્કૃષ્ટ picture છે અને તેમાં સાચો ધર્મ શું કહે છે તે બખૂબી દર્શાવ્યું છે.

  12. sanjay shah said,

    September 16, 2011 @ 10:41 AM

    tirtheshbhai,
    thanks very much for responding me.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment