ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.
મનોજ ખંડેરિયા

Schizophrenia – અશરફ ડબાવાલા

ડાક્ટર !
તમારી વાત હાવ હાચી છે,
મને schizophrenia થ્યો છે.
પણ ઇ ક્યો ને કોને નથી થ્યો?
તમે ક્યો છો કે
મારો ને reality વચ્ચેનો પુલ તૂટી ગ્યો છે.
પણ બાપુ ! એના તો પૈસા છે !
બે ઘડી reality ને પછવાડે
ચૂસકી મારીને જોઈ લ્યો કેવો ટેસ પડે છે!

તમે હાચું કીધું કે મને paranoia થાય છે
ને એટલે જ મને લાગે છે કે
કોઈ મારો પીછો કરે છે.
પણ ડાક્ટર !
આ દશેદશ ને ગામેગામના
એક્કેએક ટોળાને લાગે છે કે
એની પાછળ બીજું ટોળું પડ્યું છે.

તમારી ઇ વાત હો ટકાની કે
હું ‘thought insertion’થી પીડાઉં છું.
એટલે મારા મનમાં વિચારો આવતા નથી,
પણ કોઈ મૂકી જાય છે એવું લાગે છે.
પણ એમ તો આ હંધાય ક્યે છે કે
ઈ જેમ કરાવે છે એમ આપણે કરીએ છીએ.

એય કબૂલ કે
હું ‘feeling of passivity’થી ઘેરાણો છું.
ને એટલે
મને કોઈ control કરતું હોય એવું લાગે છે
પણ આ હંધાય સદીયુંથી કીધે રાખે છે
‘એની ઇચ્છા વગર એક પાંદડુંય હલતું નથી’
ઈ ડાહ્યાઉને કાંક ક્યોને !

ને એક ખાનગી વાત કરી દઉં?
મેં તો ક્યારનોય suicide કરી નાંખ્યો હોત,
પણ મારે હજી ઓલાં ફૂલ ચીતરવાનાં બાકી છે.
ઈ પહેલાં મરવું નથી.
મને નજરે તરે છે ઈ ફૂલોનો રંગ.
રોજ દુકાને દુકાને જઈને શોધું છું ઈ રંગ,
પણ ક્યાંય મળતો નથી.
જે દી ઈ રંગ મળી જાશેને
તે દી મારી પર ફેંકાયેલા પથ્થરે પથ્થર પર
ઈ ફૂલો ચીતરીને પછી
મારા પેટ પર
ડહાપણની ઘંટીનું પડ બાંધી
હું ભૂસકો મારીશ
realityના દરિયામાં.

-અશરફ ડબાવાલા

માણસ વાસ્તવિકતા (reality) અને કલ્પના (imagination) વચ્ચે ભેળસેળ કરવા માંડે એને ડોકટરો સ્કિઝોફ્રેનિઆ કહે છે. પણ વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની રેખા આપણે માનીએ છીએ એટલી સુસ્પષ્ટ નથી. એક રીતે જોઈએ તો સ્કિઝોફ્રેનિઆના દર્દીની જેમ જ, આપણે બધા પણ ઢગલાબંધ આભાસ અને ભ્રમણાઓ લઈને જ જીવીએ છીએ… અને એની ઉપર પોતાના ડાહ્યા હોવાની એક વધારે ભ્રમણા રાખીએ છીએ એ અલગ ! 🙂

વાસ્તવિકતા એક સાપેક્ષ ચીજ છે, અને માણસ બહુ નબળુ પ્રાણી છે. હા, ભલે આપણે વાસ્તવિકતામાં જીવતા હોઈએ, પણ આપણે એની કિંમતરૂપ ‘ડાહપણની ઘંટીનું પડ’ ઊંચકીંને ફરવું પડે છે.

18 Comments »

 1. bharat joshi said,

  June 21, 2011 @ 12:56 pm

  રચના વાચવા કરતા મહેસુસ કરતા હોઇએ તેમ અનુભવ્યુ

 2. Girish Parikh said,

  June 21, 2011 @ 2:11 pm

  In my humble opnion, this Gujarati poem ‘Schizophrenia’ of Asharaf can take place in the world literature when rendered in English. Please read it in English and post your frank comments.
  http://girishparikh.wordpress.com/2010/07/16/schizophrenia/
  –Girish Parikh Modesto California
  E-mail: girish116@yahoo.com

 3. ઊર્મિ said,

  June 21, 2011 @ 2:29 pm

  ક્યા બાત હૈ… આ અછાંદસ તો આગળ વાંચ્યુ જ છે, પરંતુ આજે ડૉ.ધવલની વાત વાંચવાની જરા વધુ મજા આવી… 🙂

 4. Maheshchandra Naik said,

  June 21, 2011 @ 3:05 pm

  વાસ્તવિક્તા અને ભ્રમણા વચ્ચેની જીંદગી કેવી હોય શકે એનો ચિતાર મળી ગયો, સરસ રચના અને ડો.ધવલભાઈની વાત પણ વિચાર માગી લે છે….આભાર……….

 5. DHRUTI MODI said,

  June 21, 2011 @ 3:29 pm

  સરસ અછાંદસ રચના.

 6. Lata Hirani said,

  June 21, 2011 @ 11:43 pm

  wonderful !! poem

 7. Deval said,

  June 22, 2011 @ 12:16 am

  waaahhhhh! abhinandan ane thanx for sharing

 8. Rina said,

  June 22, 2011 @ 12:25 am

  Wonderful poem. Thanks for sharing …

 9. Amit dave said,

  June 22, 2011 @ 1:33 am

  Adbhut Kavita

 10. Taha Mansuri said,

  June 22, 2011 @ 1:53 am

  જબરદસ્ત રચના.

 11. વિવેક said,

  June 22, 2011 @ 2:19 am

  સુંદર કાવ્ય… ફરી માણવું ગમ્યું…

 12. Kalpana said,

  June 22, 2011 @ 3:47 am

  આ ને કવિતા કહેવાય? આ તો દરેકના મનની મુંઝવણ છે. આ બધા રોગો બધા ના જીનમા વણાયેલા છે. આ તો આ રોગોના નામ આપવાના અધિકારી દાક્તરોએ આપી જ દીધા છે તો આપણે સો કોલ્ડ દર્દી બની ગયા. ફક્ત એની ડીગ્રી વધી જવાથી એને રોગ કહેવાય છે. ખરુંને વિવેકભાઈ?

  દરેક મનુષ્યની મુંઝવણને વાચા આપતી આ કવિતા મઝાની છે

 13. rahul patel said,

  June 22, 2011 @ 3:57 am

  Super!!!!!!!!!!!!!!!!!!!..Ashraf bhai mane tamaru emial address madse please.
  cheers

 14. shankermistry said,

  June 22, 2011 @ 6:20 am

  ખુબ સુંદર !

 15. Pancham Shukla said,

  June 22, 2011 @ 11:07 am

  સરસ કાવ્ય. ધવલની રિમાર્ક પણ મઝાની છે.

 16. Mitul said,

  July 2, 2011 @ 12:08 am

  મને બહુ માઝા આવિ, દિલ ને સ્પર્શે તે કવિતા….

 17. La Kant Thakkar said,

  January 17, 2015 @ 6:17 am

  “એક રીતે જોઈએ તો સ્કિઝોફ્રેનિઆના દર્દીની જેમ જ, આપણે બધા પણ ઢગલાબંધ આભાસ અને ભ્રમણાઓ લઈને જ જીવીએ છીએ… અને એની ઉપર પોતાના ડાહ્યા હોવાની એક વધારે ભ્રમણા રાખીએ છીએ એ અલગ ! :-)” – હાવ હાચી સોલ આની વાત !
  જ્યાં સુધી પોતે પોતાને “રોગી” નથી માનતા ….”ભ્રમણા” તો તારણહાર જ !
  ( હકીકતમાં,આ કોચલું-કવચ છે,બધો આભાસ “કઇંક” )
  કોચલું ફોડવાનું કૌવત!

  આ કોચલું આપણું જ ઘડ્યું ,મનના બંધ બાંધ્યા તેજ!
  ખુદની માન્યતાજ નડે ખૂબજ,ભ્રમના ફેરા એના એજ!
  માન્યતાનું શીર્ષાસન જ સાચો ઉપાય,તેની પાર જવા,
  મન બદલે તો જ જીવાય, મૌજ ને લિજ્જત આવે સે’જ,
  મનના આકાશની સીમા ન બાંધીએ, ઓ મારા ભાઈ!
  આવરણ જો હટે ભ્રમના, અહં કોચલું જો ફોડીએ,ભાઈ,
  ખોલીએ જો મનના દ્વાર,ગતિ,વિકાસ,ઊંચું ઉડ્ડયન મળે,-
  હિંમત રાખી હૈયે,કરી મન મક્કમ,નિર્ધાર ધરીએ ભાઈ !
  -લા’ કાન્ત / ૧૭.૧.૧૫

 18. Tushar Bhatt said,

  September 26, 2015 @ 5:30 am

  JARA HATAKE RACHANA MANAVA MALI.BAHOT ACHCHHE!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment