જળ તણાતું જાય છે તે જોઉં છું
તું જુએ છે કે નદી વહી જાય છે !
ભરત વિંઝુડા

એટલે તું કૌંસમાં… – મુકુલ ચોકસી

શ્વાસમાંથી સંચરી ને આંખમાંથી નીતરી,
એટલે તું કૌંસમાં પારેવું અથવા જળપરી.

જે લખાવાની હજી બાકી છે તે કંકોતરી,
એટલે તું કૌંસમાં એક વેદના આગોતરી.

આમ પાછું કંઈ નહીં ને એક સ્વપ્નીલ શૂન્યતા,
એટલે તું કૌંસમાં એક અર્થહીન યાયાવરી.

થડથી આગળ જાય તો પણ થડ વગર ચાલે નહીં,
એટલે તું કૌંસમાં ડાળી અને ફૂલપાંતરી.

– મુકુલ ચોકસી

અર્થને આગળ વધારવા કૌંસમાં વધારાની માહિતી મૂકીએ એવું કવિએ આ ગઝલમાં કર્યું છે.

8 Comments »

 1. pragnaju said,

  June 7, 2011 @ 10:31 pm

  જે લખાવાની હજી બાકી છે તે કંકોતરી,
  એટલે તું કૌંસમાં એક વેદના આગોતરી.
  આમ પાછું કંઈ નહીં ને એક સ્વપ્નીલ શૂન્યતા,
  એટલે તું કૌંસમાં એક અર્થહીન યાયાવરી
  સરસ
  આ પ્રકારની યાયાવરીમાં નવી જગ્યાએ પડાવ નાખવાનો ખર્ચ થાય તેમાં જૂની જગ્યાએ મળેલા પૈસા વપરાઇ જાય. બાવાના પૈસા જાણા જેમ ધુણામાં પણ વપરાય. બાવો પડાવ નાખે ત્યાં ધુણો …
  યાદ
  કૌંસમાં ક્યારેક તો મળે એવો વિકલ્પ,
  કે વિરોધાર્થી નહિંને સમાનાર્થી હોય.
  તફાવતનાં મુદ્દા તો ઘણાં-
  ક્યારેક જોડકાં પણ,
  આડાઅવળાં નહિં સીધેસીધાં મળે.

 2. Shantilal Bauva said,

  June 8, 2011 @ 4:04 am

  Shabdo ne ramade,
  Ne arth ne bhekhade chadave,
  Etle ke kaunsma ek kavi
  Mukul Choksi

 3. Pancham Shukla said,

  June 8, 2011 @ 4:27 am

  સુંદર ગઝલ. સાથે સાથે સુંદર કવિતા પણ…

  થડ વગર ચલે/ ચાલે?

 4. Lata J Hirani said,

  June 8, 2011 @ 7:58 am

  સુઁદર મનભર મનહર ગઝલ

 5. DHRUTI MODI said,

  June 8, 2011 @ 3:21 pm

  ખૂબ જ સરસ રચના.

 6. Jashvantpuri Goswami said,

  June 9, 2011 @ 2:31 pm

  ૂકૌસ મા ગનુબધુ મુકી દીધુ…..

 7. Kalpana said,

  June 13, 2011 @ 2:22 pm

  આ કૌંસ સારી વ્યવસ્થા છે. બધુ છતું છે પણ દિલની વાત કૌંસમા રાખીએ ત્યાં ખરી મીઠાશ છે. ભલે પછી દર્દના રુપમાં હોય. આ જ કૌંસ ની જલપરી.

  સુન્દર રચના.

 8. harshini said,

  June 14, 2011 @ 9:24 am

  કેવી સહજ રચના…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment