કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
વેદજૂની વેદનાની વાણ છું.
અમૃત ‘ઘાયલ’

બાગ – ગુરુનાથ સામંત ( અનુ.જયા મહેતા)

તું બાગમાં આવી :
ફૂલો ખીલેલા હતાં;

હું બાગમાં આવ્યો :
ફૂલો ખીલેલા જ હતાં !

તું બાગમાંથી ગઈ :
ફૂલો ખીલેલાં હતાં;

હું બાગમાં જ મરી ગયો :
ફૂલો ખીલેલા જ હતાં ?

– ગુરુનાથ સામંત
(અનુવાદ : જયા મહેતા)

કવિ છેલ્લી લીટીમાં સવાલ કરે છે એ માત્ર નામનો જ છે. બાકી એનો જવાબ તો આપણે જાણીએ જ છીએ : કોઈના હોવા કે ન હોવાથી બાગને કાંઈ ફરક પડતો નથી.

9 Comments »

 1. Bharat Trivedi said,

  May 9, 2011 @ 9:16 pm

  મને એક જ પ્રશ્ન છે કે મરી ગયા પછી પ્રશ્ન કેવી રીતે કર્યો?

 2. Rajni Mandaliya said,

  May 9, 2011 @ 10:13 pm

  Valio lutaro
  Valmiki
  Banyo tyare pan
  Ava j savalo thaya hataa ne !
  Tatparya bhav khub saras…

 3. Atul Jani (Agantuk) said,

  May 10, 2011 @ 1:10 am

  ગુરુનાથ કાચા છે

  આ બાબતે કબીર પાસેથી શિક્ષણ લેવા જેવું છેઃ

  “આપ મુઆ પીછે ડૂબ ગઈ દૂનિયા”

  ફૂલો ખીલેલા હોય કે ન હોય શું ફેર પડે?

 4. pragnaju said,

  May 10, 2011 @ 6:27 am

  સ રસ
  આપણા લાડીલા ર પાની જોરદાર અભિવ્યક્તી યાદ આવી

  હું મરી ગયો.

  અંતરિયાળ.

  તે શબનું કોણ ?

  તે તો રઝળવા લાગ્યું.

  કૂતરૂં હાથ ચાવી ગયું

  તો સમળી આંતરડાનો લચકો ખેંચી ગ ઇ

  કાગડા મજેથી આંખો ઠોલે

  કાન સોંસરી કીડીઓ આવે-જાય

  સાલું, સાવ રામરાજ ચાલે..

  પવન દુર્ગંધથી ત્રાસીને છૂ

  તે વાળ પણ ન ફરકે

  -ને આ બાજુ સાંજ પડું પડું થાય.

  ઘેર જવાનું તો હતું નહીં.

  આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.

  હું સારો માણસ હતો.

  નખમાં ય રોગ નહીં ને મરી ગયો.

  કવિતા લખતો.

  ચશ્માં પહેરતો.

  ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભાં છે.

  પાછળ ઘર કલ્પાંત કરતું હશે.

  અને એમ સહુ રાબેતાભેર.

  ખરો પ્રેમ માખીનો

  જે હજી મને છોડતી નથી.

  હું બિનવારસી,

  ને જીવ સાલો, જલ્સા કરતો હશે.

  પણ કાકો ફરી અવતરશે.

  ને માણસગીરી કરશે, હી હી હી..

  -આમ વિચારવેડા કરતો હતો

  તેવામાં

  બરોબર છાતી પર જ

  ના, ના ઘડીક તો લાગ્યું કે અડપલું કિરણ હશે.

  પણ નહોતું.

  છાતી પર પતંગિયું બેઠું’તું

  પતંગિયું..

  આલ્લે..

  સડસડાટ રૂંવાડાં ઊભાં..

  લોહી ધડધડાટ વહેવા માંડ્યું

  ઓચિંતી ચીસ નીકળી ગ ઇ કે

  હું મરી ગયો નથી..

  સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઇશ?

 5. Bharat Trivedi said,

  May 10, 2011 @ 7:20 am

  Pragnaju, Now that’s what I call a poem with hands, legs, hear and heart! Thanks for sharing it. Truly enjoyed it.

 6. bharat joshi said,

  May 10, 2011 @ 11:52 am

  સામંતના બાગ મા રપા ને માણવાની મોજ પડી ગઈ……..thanks Pragnaju.

 7. Harikrishna London said,

  May 10, 2011 @ 2:14 pm

  Hoo comment aapu ke naa aapu baagmo fullo khilvano che. What a beautiful laystero.

 8. વિવેક said,

  May 11, 2011 @ 9:01 am

  છેતરામણી સરળતા… પહેલી નજરે કવિતાઅ એટલી સરળ લાગે છે કે વાંચનારને લાગે કે આમાં કવિતા ક્યાં છે જ? પણ એક જ કથનની પુનરોક્તિ અને પૂર્ણવિરામના સ્થાને અંતે પ્રશ્નાર્થ – સોંસરવી ઊતરી જાય એવી વાત…

  કવિતાની આ કળા બહુ ઓછા ગુજરાતી કવિઓને હસ્તગત થઈ છે…

 9. Bharat Trivedi said,

  May 11, 2011 @ 5:14 pm

  આ કવિતામાં મને કવિતા ના જડી જે કોઈ ભાઈ/બહેનને સમજાઈ ગઈ હોય તે આ કવિતા વિષે જરા માંડીને વાત કરે તો મજા આવી જાય. ગુરુનાથ સામંત નામ આમ તો મરાઠી કવિતામાં જણીતું છે. શક્ય છે કે અનુવાદમાં કવિતા ક્યાંક આધી પાછી થઈ ગઈ હોય.

  ભરત ત્રિવેદી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment