ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી,
કણ થઈ શકું તો ખૂબ, ભલે અર્બુદા નથી.
વિવેક મનહર ટેલર

માણસ મરી જાય છે પછી – જયા મહેતા

થોડા દિવસ
કરુણ શબ્દોની ઊડાઊડ.

થોડા દિવસ
હોસ્પિટલની લોબીમાં ફરતાં સગાંવહાલાં જેવી
ઠાલાં આશ્વાસનોની અવરજવર.

થોડા દિવસ
‘ગીતા’ને ‘ગરુડપુરાણ’ની હવા.

પછી
બેંક-બેલેન્સની પૂછપરછ.
પછી
મરનારના પુરુષાર્થનાં
ગુણગાનની ભરતી અને ઓટ.
પછી
રેશનકાર્ડમાંથી નામની બાદબાકી
અને છેવટે રોજની જેમ સૂર્ય ઊગે છે,
અને
કંકુની ડબી પર જાણે કે
શબની ચાદર ઢંકાઈ જાય છે.
કંકણોની પાંપણો ટપક્યા કરે છે
અને
મંગળસૂત્ર ઝૂર્યા કરે છે.

– જયા મહેતા

મૃત્યુના બે ચહેરા હોય છે. એક જાહેર અને બીજો ખાનગી. મૃત્યુના શોકના પડઘમ શમી જાય પછી પણ એના પડધા અંગત માણસોના દિલમાં કાયમ માટે રહી જાય છે. પોતાનું માણસ જતું રહે એનો ખાલીપો તો રોજ થોડો થોડો જીવવો પડે છે; આખી જીંદગી જીવવો પડે છે.

4 Comments »

 1. રાજીવ said,

  February 5, 2007 @ 11:04 pm

  ધવલ, ડો. વિવેક્, સુરેશ દાદા,

  લયસ્તરો… કવિતાના ઉતાર ચઢાવ… ખુબ સુંદર બ્લોગ…!
  હું અહી પ્રથમ વખત આવ્યો છું, જોકે વિવેક ભાઇનો બ્લોગ હું નિયમિત ચેક કરતો રહુ છું…!

  આપ મારા બ્લોગ પર આવ્યા અને આપનો અભિપ્રાય આપ્યો તે બદલ ખુબ આભાર…!

  રાજીવ

 2. Rekha Barad said,

  February 6, 2007 @ 11:12 am

  તમે માણસ મરી જાય છે પછી, આ વાર્તા બહુ સરસ લખી છે. તમે એમા જીવનની સાચી વાતની રજુઆત કરેલ છે.

 3. vishwadeep said,

  February 6, 2007 @ 11:15 am

  ભાવો ને સુંદર રીતે આવરી ને લખેલ કવિતા .

  જીવતા કોઈ જાણે નહી , મર્યા પછી પોક શા કામની ?

 4. UrmiSaagar said,

  February 7, 2007 @ 12:02 pm

  22 જાન્યુ. ના રોજ એક મિત્રનાં માતૃશ્રીનાં ફ્યુનરલમાં જવાનું થયું…
  એમની મરણોત્તર વિધિ થતાં જોઇને સહજ રીતે સ્ફૂરી ગયેલી રચના!

  http://urmi.wordpress.com/2007/01/24/to_shu_fark_padyo/

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment