હું ઉદાસીના કૂવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.
ભાવિન ગોપાણી

દેવું નહીં – જયન્ત પાઠક

કોઈને ના આપવું, લેવું નહીં,
મારે નામ દાન કે દેવું નહીં.

મૌન મારું – શાપ કહો વરદાન કહો,
એ પૂછે ના ત્યાં સુધી કહેવું નહીં.

છું સરોવર – બંધિયાર ભલે રહ્યો,
લુપ્ત થાવા રેતમાં વ્હેવું નહીં.

એવું તો ક્યાંથી બને આ લોકમાં,
ચાહવું ને દર્દને સ્હેવું નહીં !!

મૃત્યુથી યે આ અનુભવ આકરો,
જીવું, ને લાગે જીવ્યા જેવું નહીં.

– જયન્ત પાઠક

ઉત્તમ કહી શકાય એવા પાંચ શેર… ઊર્મિકાવ્યો, સૉનેટ અને ગીતનો કવિ ગઝલ ખેડે ત્યારે છંદ તરફ દુરાગ્રહી નજરે ન જોઈએ તો આવી શેરિયતભરી કવિતા જન્મે જે નખશીખ ગઝલકારોને પણ જવલ્લે જ હાંસલ હોય છે !

8 Comments »

 1. PUSHPAKANT TALATI said,

  April 30, 2011 @ 6:31 am

  બહુજ સરસ . – પંચતારક સરખા આ પાંચે પાંચ શેર ખરેખર આપણા પંચતંત્રનાં સંદેશા આપતા ન હોય ? – દરેક ચડિયાતા ઉપર ચડિયાતા આ વિધાનો અદભુત છે.

  જો કે –
  “‘ કોઈને ના આપવું, લેવું નહીં, મારે નામ દાન કે દેવું નહીં.'”

  – આ પંક્તિઓ ને એક અલગ નઝર થી જોતાં અને વિચારતાં મને શ્રીમદ ભગવત ગીતા નો સંદેશ તેમાં વણેલો નઝર આવે છે. – કોઈને કાંઈ પણ આપવું નહીં તેમજ લેવું પણ નહીં એટલે કે આપણાં ખાતા માં દાન નું પુણ્ય જમા પણ નહી તેમજ દેવું યાની કરજ પણ નહી. કારણ કે સારાં તેમજ બૂરાં દરેક ર્મ બંધન કરે છે. માટે જો બંધન થી પર અને મુક્ત રહેવાં હોય તો આ સલાહ જ ઊત્તમ છે.

  આ રચના પ્રસ્તુત કરવા માટે અ ભિ નં દ ન.

 2. Bharat Trivedi said,

  April 30, 2011 @ 8:58 am

  સાવ એવું ના કરાય. માપદંડ તો બધા જ માટે સરખો હોવો જોઈયે, ને? છતાં બીજાઓ કરતાં જયંતભાઈને ગઝલમાં પણ સારી સફળતા મળી છે તે હકીકત છે. અહીં પાંચેય શેર શેરિયતથી ભરપૂર છે. બાકી તો વિવેકભાઈ કોઈ કાચી/પોચી ગઝલને પસંદગી આપે ખરા!

 3. pragnaju said,

  April 30, 2011 @ 10:57 am

  સ રસ ગઝલના આ શેર
  મૌન મારું – શાપ કહો વરદાન કહો,
  એ પૂછે ના ત્યાં સુધી કહેવું નહીં.

  છું સરોવર – બંધિયાર ભલે રહ્યો,
  લુપ્ત થાવા રેતમાં વ્હેવું નહીં.
  વા હ્

 4. kjitri@gmail.com said,

  April 30, 2011 @ 10:55 pm

  ઉત્તમમા ઉત્તમ …….વાહ્!

 5. shital baxi said,

  May 2, 2011 @ 1:10 am

  superb!!!!!!!!!!!!!!!!!

 6. Pancham Shukla said,

  May 2, 2011 @ 3:13 pm

  સુંદર ગઝલ..

  છંદ તરફ દુરાગ્રહી નજરે ન જોઈએ તો આવી શેરિયતભરી કવિતા જન્મે જે નખશીખ ગઝલકારોને પણ જવલ્લે જ હાંસલ હોય છે !
  (સોનેટ લખનાર કવિના છંદને આગુણગ્રાહી નજરે નીરખવા માટે સલામ).

 7. P Shah said,

  May 3, 2011 @ 1:32 am

  જીવું, ને લાગે જીવ્યા જેવું નહીં….

  સુંદર રચના !

 8. મીના છેડા said,

  May 3, 2011 @ 10:19 pm

  મૃત્યુથી યે આ અનુભવ આકરો,
  જીવું, ને લાગે જીવ્યા જેવું નહીં.

  …………………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment