જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,
જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં !
રમેશ પારેખ

ક્યાં રહ્યાં છે માણસો – કૈલાસ પંડિત

વાતમાં ડૂબી ગયા છે માણસો,
કામમાં બહુ કામમાં છે માણસો.

એ મળે તો આમ, નહિ તો ના મળે,
ફોનના નંબર સમા છે માણસો.

એક જે કહેવાય એવા એક મા,
એટલા જોવા મળ્યા છે માણસો.

ફૂલ કાગળના થયા તો શું થયું,
માણસો યે ક્યાં રહ્યા છે માણસો.

ભીંત તો સારી હતી કહેવું પડ્યું,
ભીંતથી આગળ વધ્યા છે માણસો.

ઘર, ગલી, શેરી, જતા જોઈ રહી,
કોઈને લઈ નીકળ્યા છે માણસો.

– કૈલાસ પંડિત

ફોનના નંબર સમા માણસ- ની વાતમાં મને તો સાચે જ મજા આવી ગઈ.  ફોનની જેમ જ signal full હોય તો connection તરત મળી જાય, પણ ક્યારેક connection મળે તો યે કાં તો call-waiting પર ring જ વાગ્યા કરે અથવા તો answering machine પર ચાલી જાય અથવા તો પછી signal busy જ આવ્યા કરે… શું થાય, કામમાં બહુ કામમાં છે માણસો… 🙂

8 Comments »

 1. Ninad Adhyaru said,

  April 14, 2011 @ 11:43 pm

  kailash pandit ni bolchaal ni bhasha ma lakhaayeli gazalo kevi sahaj saral hoy chhe !

 2. વિવેક said,

  April 15, 2011 @ 12:51 am

  સુંદર ગઝલ…

 3. preetam lakhlani said,

  April 15, 2011 @ 1:51 am

  કૈલાસ પંડિતને હમણા થોડા વખત પહેલા મેં, મનહર ઉધાસે અને પરેશ રાવલે બહુજ યાદ કરયા હતા ટોરાન્ટોમા….આજે મેં કવિતાને નામે બે ચાર આડા ઉભા લીટા કરયાછે તેનો યશ મારે કૈલાસ પંડિતને આપવો ધટે….કૈલાસ પંડિત સાથે ગુજારેલા દિવસો તો ગઝલ જેવા હતા….અહિયા પ્રગટ થયેલ આખી ગઝલ સરસ છે
  ભીંત તો સારી હતી કહેવું પડ્યું,
  ભીંતથી આગળ વધ્યા છે માણસો.

  ઘર, ગલી, શેરી, જતા જોઈ રહી,
  કોઈને લઈ નીકળ્યા છે માણસો

  અહીં સૌએ મૂક્યાં છે બારણાં, બારીઓ ભીંતોમાં
  ગમે ત્યારે બધાને ઘર ખૂલાં કરવાની ઈચ્છા છે

  ભરત વિંઝુડાનો આ શેર પણ બહુ જ ગમ્યો………

 4. Maheshchandra Naik said,

  April 15, 2011 @ 9:12 am

  શ્રી કૈલાસ પંડીતની ઘણી રચનાઓ મનહર ઉદાસના કાર્યક્રમોમા સાંભળ્યાનૂ સ્મરણ થઈ આવ્યુ, ઉચા ગજાના શાયરની આ રચના પહેલી વાર જ વાંચવા મળી,
  ઘર, ગલી શેરી, જતા જોઈ રહી,
  કોઈને લઈ નીકળ્યા છે માણસો
  આ શેરમાં જીવનનુ સત્વ કહી દીધુ…………….સરસ રચના માટે આપનો આભાર………..

 5. pragnajusudar said,

  April 15, 2011 @ 9:49 am

  ખૂબ સરસ ગઝલના આ શેર વધુ ગમ્યા

  ફૂલ કાગળના થયા તો શું થયું,
  માણસો યે ક્યાં રહ્યા છે માણસો.

  ભીંત તો સારી હતી કહેવું પડ્યું,
  ભીંતથી આગળ વધ્યા છે માણસો.

 6. rajesh gajjar said,

  April 15, 2011 @ 12:28 pm

  ફૂલ કાગળના થયા તો શું થયું,
  માણસો યે ક્યાં રહ્યા છે માણસો…….
  સ્પસ્ટ વાત…અભિનંદન…

 7. sureshkumar vithalani said,

  April 19, 2011 @ 6:55 am

  બહુ જ સરસ ગઝલ . આભાર .

 8. Kalpana said,

  May 19, 2011 @ 9:09 am

  માણસો કેટલા શુષ્ક થયા છે કે, કહો કે ફૂલોજ કાગળના થયા છે; સૂકા અને જડ. વધુ તો શુઁ કહીએ?
  આભાર. આજના માણસોનુ સચોટ આલેખન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment