જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
વેણીભાઈ પુરોહિત

ગઝલ – આદિલ મન્સૂરી

નક્ષત્રો, ગ્રહો, ચાંદ, સિતારાઓ ફરે છે
દરવેશની તસ્બીહના મણકાઓ ફરે છે

હોડી તો અચળ સ્થિર ઊભી પાણીની વચ્ચે
નદીઓ ને સમુદ્રો ને કિનારાઓ ફરે છે

ચાખડીઓયે છોડી ગયા દશરથા કુંવર તો
દસ માથાં લઈ લંકાના રાજાઓ ફરે છે

યાત્રીના પગો માર્ગમાં ખોડાઈ ગયા ને
ચોમેર હવે એકલા રસ્તાઓ ફરે છે

હા, સ્પર્શ તો ફૂલોથીયે કોમળ હતો આદિલ
રગરગમાં પછી કેમ આ કાંટાઓ ફરે છે

– આદિલ મન્સૂરી

ત્યાગી શકે એ જ રાજા, બાકી દસ માથાંનો ગર્વ કદી રાજ કરી ન શકે…

6 Comments »

 1. pragnaju said,

  April 2, 2011 @ 7:32 am

  સાચી વાત
  ામેરિકામા રેઝવરાટ્રોલ નામની દવા હોલિવૂડ ખાતેની લેબોરેટરીએ હમણાં બહાર પાડી છે તે મહિને ૪૦૦૦નો જુવાન બનવાનો કોર્સ લખી આપે છે. અમુક વિદેશી બોર કે દેશી બોરડીના બોર જુવાન બનાવે છે તે માન્યતાનો લાભ ૨૦૦૫માં ‘મોનાવાઈ’ કંપનીએ લઈને બોરડીના બોરમાંથી એક પીણું બનાવ્યું છે. તે $ ૨૦૦૦માં વેચાય છે. તે પીવાથી જુવાન બનાય છે! ૨૦૧૦માં વીલી-પ્રોટોકલ નામની હોર્મોન-થેરપીથી ૬૦ વર્ષની બુઢ્ઢી જુવાન થાય છે તેવો પ્રચાર થતાં મોનોપોઝવાળી સ્ત્રી આ દવા લેવા માંડી હતી.

 2. pragnaju said,

  April 2, 2011 @ 7:35 am

  બીજી પોસ્ટની કોમેંટ ભૂલમા સબમીટ થઈ છે તે કાઢી નાંખવા વિનંતિ

  સુંદર ગઝલ
  ચાખડીઓયે છોડી ગયા દશરથા કુંવર તો
  દસ માથાં લઈ લંકાના રાજાઓ ફરે છે

  યાત્રીના પગો માર્ગમાં ખોડાઈ ગયા ને
  ચોમેર હવે એકલા રસ્તાઓ ફરે છે
  શેરો વધુ ગમ્યા

 3. DHRUTI MODI said,

  April 2, 2011 @ 10:18 am

  સુંદર ગઝલ. મીથવાળો શે’ર ગમ્યો,

  ચાખડીઑયે છોડી ગયા દશરથા કુંવર તો
  દશ માથાં લઈ લંકાના રાજાઑ ફરે છે.
  અને, મક્તાનો શે’ર ખૂબ ગમ્યો.

 4. preetam lakhlani said,

  April 2, 2011 @ 4:17 pm

  આ ગઝલે આદિલ સાહેબની યાદ તાજી થઈ……….. વિવેક સાહેબ તમારો આભાર્….ગઝ્લ અફલાતુન શોધી લાવ્યા છો…..સ્ંપાદન કરવુ એટલે યોગ્ય કવિતાનુ વિવેચનથી કઈ ઓછુ નથી..સ્ંપાદન તો સ્ંપાદકની કસોટી કરાવે છે!!!!!તમે બને મિત્રો બહુ જ મહેનત કરો છો સારી કવિતા માટે તે કાબિલે દ્દાદ છે………..

 5. preetam lakhlani said,

  April 2, 2011 @ 4:21 pm

  કોનામાં લીલો મોલ લચી પડશે – શી ખબર !
  સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં.
  રમેશ પારેખ
  વાહ શુ વાત છે!!!……બહુ જ મોટી અને લીલી છ્મ્મ વાત આ શેરમા કવિએ કરી દીધી છે…

 6. ધવલ said,

  April 3, 2011 @ 8:43 am

  હોડી તો અચળ સ્થિર ઊભી પાણીની વચ્ચે
  નદીઓ ને સમુદ્રો ને કિનારાઓ ફરે છે

  – વાહ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment