પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.
શ્યામ સાધુ

કોણ ભયો સંબંધ – સંજુ વાળા

ખુલ્લી આંખે અંધ
વાતાયનમાં વ્યાપ્ત રહે પણ
ના પકડાતી ગંધ…

કાયાના કયા ખૂણે વહેતી તિલસ્માતની ધારા
રોમ રોમ દીપમાળ જલે પણ ખૂટે ના અંધારાં
કિહાઁ સાઁસ-ઉસાઁસ સમાગમ ?
કોણ ભયો સંબંધ…
ખુલ્લી આંખે અંધ…

છાતી પ્રગટ નિજ-મંદિર જેના સૌ દરવાજે તાળાં
ચાર ઘડી ચોઘડિયાં વાજે ઘડી-ઘડી ઘડિયાળા
નિસદિન નામ-નિશાન જરાજર
રચે ઋણાનુબંધ
ખુલ્લી આંખે અંધ…

– સંજુ વાળા

ઘણા લાંબા સમયથી આ કાવ્ય મેં ટાઇપ કરીને મૂકી રાખ્યું હતું. દર વખતે ટિપ્પણી લખવા જાઉં અને શબ્દો ન સૂઝે. આમને આમ કેટલાય અઠવાડિયા વીતી ગયા. આજે પણ ટિપ્પણી લખવા વિચારું છું ત્યારે શબ્દો નથી જડતા… ખુલ્લી આંખે અંધ ? ના પકડાતી ગંધ ?

12 Comments »

 1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  July 2, 2011 @ 10:24 am

  વાહ વાહ !

 2. marmi kavi said,

  July 2, 2011 @ 10:42 am

  ભીતર પ્રગટે ઢાઈ અક્ષર ત્યારે મળતો તાળો
  ઊંડે-ઊંડે હૈયા સરસો શબદ ફરે સુંવાળો
  ચારે કોરે મીઠી-મીઠી
  પ્રસરી જાય સુગંધ.

  સંજુભાઈ…………….ખૂબ સરસ……

 3. ડૉ. મહેશ રાવલ said,

  July 2, 2011 @ 5:13 pm

  કવિ મિત્ર સંજુ વાળાની સશક્ત કલમ અને અર્થગહન અભિવ્યક્તિસભર સુંદર રચના…..
  અભિનંદન.

 4. Pancham Shukla said,

  July 3, 2011 @ 7:31 am

  સુંદર ગીત. વિવેકભાઈની કમેન્ટ પણ સ્પર્શી ગઈ.

  ‘સાંસ ઉસાંસ’ વાંચતાજ યાદ આવેઃ

  સાંસ ઉસાંસ ચલાવત છુવત ઝિલમિલ સાંતો ગગન;
  વિહસ વિહસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

  સ્વરાંકન અને ગાયનઃ http://rankaar.com/blog/archives/195

 5. Kalpana said,

  July 3, 2011 @ 8:16 am

  ઋણાનુબંધ રચાતા ખુલ્લી આંખે અંધ થવાય. એ આશ્ચર્ય તરંગ કરવા કરતા એની સત્યતા ઓળખી, પારખી લેવું, ઇશ્વરની રચના સહર્ષ આવકારી લેવી.

  સુન્દર અભિવ્ય્ક્તિ. અભિનન્દન કવિશ્રીને. ધણો આભાર ધવલભાઈનો.

 6. ધવલ શાહ said,

  July 3, 2011 @ 4:34 pm

  કાયાના કયા ખૂણે વહેતી તિલસ્માતની ધારા
  રોમ રોમ દીપમાળ જલે પણ ખૂટે ના અંધારાં
  કિહાઁ સાઁસ-ઉસાઁસ સમાગમ ?
  કોણ ભયો સંબંધ…

  – વાહ !

 7. વિહંગ વ્યાસ said,

  July 3, 2011 @ 11:01 pm

  સુંદર રચના.

 8. P Shah said,

  July 4, 2011 @ 2:28 am

  વહેતી તિલસ્માતની ધારા…
  સુંદર રચના…

 9. સંજુ વાળા said,

  July 7, 2011 @ 11:04 am

  ખૂબ ખૂબ આભાર વિવેક્ભાઈ, પ્રતિભાવ આપનાર બધા મિત્રોનો પણ આભાર.

 10. deepak trivedi said,

  July 8, 2011 @ 5:16 am

  I like very much….
  છાતી પ્રગટ નિજ-મંદિર જેના સૌ દરવાજે તાળાં
  ચાર ઘડી ચોઘડિયાં વાજે ઘડી-ઘડી ઘડિયાળા
  નિસદિન નામ-નિશાન જરાજર
  રચે ઋણાનુબંધ
  ખુલ્લી આંખે અંધ…

 11. nalin suchak. said,

  July 15, 2011 @ 11:40 am

  મને સમગ્ર કવિતા સ્વ ના સુરગ મા ધકેલે ….અકેલે..અકેલે…

 12. nalin suchak. said,

  July 15, 2011 @ 11:46 am

  અભિનદન્!
  આખિ કવિતા ભિતર્ નિ અન્દર ઉતરે ચ્હે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment