તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
અનિલ ચાવડા

મને ક્ષમા કરજો – આદિ શંકરાચાર્ય

હે શિવ !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !

-આદિ શંકરાચાર્ય

આપણને અસીમ ચાહતાં આવડતું નથી. આપણે બધાંને ટુકડાંઓમાં જ ચાહીએ છીએ. ઈશ્વરને પણ આપણે આપણી સગવડ પ્રમાણે વેતરી નાંખ્યો છે…

11 Comments »

 1. જયેન્દ્ર ઠાકર said,

  March 26, 2011 @ 6:05 am

  આપણે આ જગતને મનુષ્ય દ્રુષ્ટિથી અને મનુષ્ય ભાવોથી ઓળખીયે છીએ. જ્યારે શિવ તો આ બધાથી પર છે. જેમ અવકાશમા જવા માટે રોકેટને પ્રુથ્વીનુ આક્ર્ષણ ભેદવું પડે છે તેમ જિવને પણ શિવ મિલન માટે જગતનું આક્ર્ષણ તોડવું પડે
  છે. આ પ્રક્રિયામા ભરતી અને ઓટ આવ્યા કરે છે. શંકરાચાર્ય આ કાવ્ય દ્વારા કંઇક આવીજ મથળામણની પ્રતિતી કરાવે છે.

 2. Girish desai said,

  March 26, 2011 @ 7:00 am

  Man is not made in the image of God but God is made in the imagination of man. That is why there are so many Gods.

 3. pragnaju said,

  March 26, 2011 @ 8:21 am

  તદવિદ્ધી પ્રણિપાતેન,
  આપણું સાચું સ્વરૂપ તો સત, ચિત અને આનંદ છે. ભ્રાંતિથી આપણે માની બેઠા છીએ કે હું શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ કે અહંકાર છું. આપણી આવી અનેક જુદી જુદી ભ્રાંતિઓ તોડવા માટે શ્રી શંકરાચાર્યજી ’નેતિ’ ’નેતિ’ એટલે કે આ નહીં આ નહી તેમ કહીને છેવટે કહે છે કે ચિદાનંદ સ્વરૂપ શિવોહમ આપણું સ્વરૂપ છે.
  સામાન્ય જનને સમજ પડે માટે તારામાં, મારામાં અને સર્વ સ્થળોએ પણ માત્ર એક સર્વવ્યાપક સત્તા છે, અધીર હોવાથી, તું મારી સાથે નકામો ગુસ્સે થાય છે. જો તું તુરંત વિષ્ણુત્વ ચાહતો હો તો બધા સંજોગોમાં સમતાવાળો થા. ગોવિન્દને ભજ
  … તો અહંકાર નિવૃતિ માટે ક્ષમાપન
  હે શિવ !
  મારાં ત્રણ પાપ બદલ
  મને ક્ષમા કરજો.થી તત્વબોધ કરાવે છે.

 4. himanshu patel said,

  March 26, 2011 @ 9:45 am

  શબ્દઅને વિચાર એકજ મૂળના બે ફાંટા છે.શબ્દમાં જ વિચાર છે અને વિચાર શબ્દથી જ બંધાય છે-તો
  ખરેખરતો બે જ પાપ થયાં ના કહેવાય?

 5. Rekha Sindhal said,

  March 26, 2011 @ 10:56 am

  શબ્દ અને વિચારથેી પર એવો શુદ્ધ ભાવ સતત જળવાઈ રહે અને આપણા પોતાનુઁ અભિમાન જો આડુઁ ન આવે તો જ નિરંતર પ્રેમનો પ્રવાહ શક્ય છે બાકી તો શબ્દ અને વિચારમાં જ રમીને જ આનંદ કરવાનો રહે છે. અન્યના શુદ્ધ ભાવને ન સમજી શકીએ ત્યારે આપણને આપણું જ અભિમાન જ આડું આવતું હોય છે ને? શબ્દ અને વિચારમાંથી જ તો પાપ અને પુણ્ય બંનેનો જન્મ શક્ય છે. એટલે જ તો ક્ષમાપના જરૂરી છે. કોઈને કોઈ જીવને જાણ્યે અજાણ્યે આપણાથી થતા દુ:ખ માટે એમની નહી તો ઈશ્વરની ક્ષમા તો ખરા હ્રદયથી માંગવી જ રહી. “મિચ્છામિ દુક્કડમ્”

 6. Bharat Trivedi said,

  March 26, 2011 @ 7:51 pm

  હિમાંશુ, શબ્દની સાથે અર્થ જોડાયેલો ને વિચાર સાથે અભિપ્રાય. અભિપ્રાય શબ્દદ્વ્રારા જ વ્યકત થાય તે અનિવાર્ય ખરું? વળી એક પાપ, બે પાપ, કે ત્રણ પાપ હોય! નાનું પાપ હોય કે મોટું! મને તો પાપની આ ગણત્રીમાં જ ગરબડ લાગે છે! આદિ શંકરાચાર્યને ત્રણ પાપની સજા વેઠવી હોય તો તે તેમનો અંગત પ્રશ્ન છે. આ કવિતા જોકે સારી છે.

 7. કિરણસિંહ ચૌહાણ said,

  March 27, 2011 @ 2:07 am

  જેમને આપણે એક ધાર્મિક વ્યક્તિ તરીકે જ ઓળખીએ છીએ એવા આદિ શકરાચાર્યજીના હ્રદયમાં પ્રગટેલી આ રેશનલ કવિતા ઘણી ખોટી માન્યતા ફગાવવાનો પણ અહીં સંકેત કરે છે.

 8. DHRUTI MODI said,

  March 27, 2011 @ 2:41 pm

  સરસ કાવ્ય આદિગુરુ શંકરાચાર્યનું.

 9. jolly said,

  March 28, 2011 @ 3:15 am

  તદ્દન સચોટ અન્ત સરલ !

 10. વિહંગ વ્યાસ said,

  March 29, 2011 @ 4:38 am

  બહુ જ સરસ. અને પ્રતિભાવો પણ બહુ ગમ્યાં.

 11. indushah said,

  March 31, 2011 @ 8:47 pm

  આદિ શંકરાચાર્ય જેણૅ અદ્વૈત તત્ત્વજ્ઞાનનો પ્રચાર કર્યો આ કાવ્ય દ્વારા યાદ કરાવે છે કે યાત્રા ભજન તપ બધુ કર પણ સમજ તું જીવ જ શિવ છે કાવ્ય વાંચી
  ચિદાનંદ રૂપઃ શીવોહમ શીવોહમ”યાદ આવી ગયુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment