પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફક્ત ચાલવા મળ્યા
ભરત વિંઝુડા

કવિ – રિલ્કે ( અનુવાદ – ચંદ્રકાંત દેસાઈ)

હે પ્રહર !
તું મારાથી દૂર ઊડી રહ્યો છે;
તારી પાંખોની થપાટથી તું મને ઘાયલ કરે છે.
હું સાવ એકાકી;
શું કહેવું મારે મારા મુખ થકી,
મારી રાત્રિઓ અને દિવસોનું મારે શું કરવું ?

મારી કોઈ પ્રિયતમા નથી,
નથી કોઈ ઘર.
હું જે કોઈ ચીજના સંપર્કમાં આવું છું
તેને સમૃદ્ધ કરું છું,
અને તે મને અકિંચન બનાવે છે.

– રિલ્કે
(અનુ. ચંદ્રકાંત દેસાઈ)

રિલ્કેની કવિતા અભાવ અને એકલતાની કવિતા છે. કવિના નામે એ પોતાની જ વાત કરે છે.

8 Comments »

 1. Maheshchandra Naik said,

  March 15, 2011 @ 10:14 pm

  સરસ અભિવ્યક્તિ…….આપવીતી એકલતા………………

 2. pragnaju said,

  March 16, 2011 @ 7:04 am

  કદાચ માણસે પોતાની જાત સાથે કરવો જોઇએ એટલો સંવાદ કરી નથી શકતો
  અને
  એટલે જ એકલતાનો શિકાર …
  ને ક્યાંક કઇંક ને કઇંક અભાવ અનુભવે છે અને એ અભાવની અનુભૂતિ
  એટલે
  હું જે કોઈ ચીજના સંપર્કમાં આવું છું
  તેને સમૃદ્ધ કરું છું,
  અને તે મને અકિંચન બનાવે છે.

 3. Pancham Shukla said,

  March 16, 2011 @ 8:00 am

  સરસ. ગુજરાતી અનુવાદ સાથે જો મૂળ કવિતા (કે અંગ્રેજી અનુવાદ) મૂકી શકાય તો ભાવકોને વધુ મઝા પડે એવું હું માનું છું.

 4. ધવલ said,

  March 16, 2011 @ 9:55 am

  અંગ્રેજી અનુવાદ અને મૂળ જર્મન કવિતા બન્ને જોઈ શકો છો. જોકે આ ગુજરાતી અનુવાદ સીધો જર્મનમાંથી કરેલો છે.

  The poet

  O hour of my muse: why do you leave me,
  Wounding me by the wingbeats of your flight?
  Alone: what shall I use my mouth to utter?

  How shall I pass my days? And how my nights?

  I have no one to love. I have no home.
  There is no center to sustain my life.
  All things to which I give myself grow rich
  and leave me spent, impoverished, alone.

  Der Dichter

  Du entfernst dich von mir, du Stunde.
  Wunden schlägt mir dein Flügelschlag.
  Allein: was soll ich mit meinem Munde?
  mit meiner Nacht? mit meinem Tag?

  Ich habe keine Geliebte, kein Haus,
  keine Stelle auf der ich lebe
  Alle Dinge, an die ich mich gebe,
  werden reich und geben mich aus.

 5. Pancham Shukla said,

  March 16, 2011 @ 6:34 pm

  આભાર મિત્ર.

 6. preetam lakhlani said,

  March 17, 2011 @ 7:36 pm

  અહિયા પ્રગટ થયેલા બે અનુવાદમા અગ્રેજી અનુવાદ વધારે ઉત્તમ છે મારી દષ્ટિએ કારણકે અનુવાદ સીધો જર્મનમાંથી કરેલ નથી, જો કે આમ કહેવુ પણ અયોગ્ય છે…જેણે પણ અગ્રેજી અનુવાદ કરયો હશે તેણે મુળ કવિતા સુધી તો જવુ જ પડે, બનવા જોગ છે કે આ અનુવાદક કદાચ જર્મન હોય શકે ?………..જેને ગુજરાતી અનુવાદક કરતા જર્મન પોતાની માતુ ભાષા હોવાને કારણે વધારે ફાવટ હોય શકે …………. .

 7. preetam lakhlani said,

  March 17, 2011 @ 7:43 pm

  સામસામે થાય સિંજારવ મધુર
  એ જ મનમેળાપ છે મીંઢળ વગર!
  યામિની વ્યાસ
  આ શેર બહુ જ ઉતમ છે..આ વેબપર્ પ્રગટ થતી રચના સાથે ધણી વાર ધડીક બે ધડીક માટૅ પ્રગટ થતા શેર કાબિલે દાદ હોય છે…………

 8. preetam lakhlani said,

  March 17, 2011 @ 8:00 pm

  બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
  આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?
  અનિલ ચાવડા
  ક્યા બાત હૅ……..બહુ જ સરસ્……….વિવેક્/ધવલનો ઉમિ ભરયા શેર ચુટીને મુકવા બદલ આભાર્………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment