વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,
અરે! આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
આદિલ મન્સૂરી

માણસ ખોવાયો છે – શ્યામ સાધુ

પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે,
રહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે !

જીવવા જેવી વાત ભીંતમાં ચણી છતાં પણ,
કમળપત્રની જેમ ક્યારનો કચવાયો છે !

અખબારોના ટોળાંઓમાં અક્ષર થઈને,
રોજ સવારે નાટક જેવું ભજવાયો છે !

માણસભીની મહેક નથી પણ અફવાઓ છે,
માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે !

– શ્યામ સાધુ

2 Comments »

 1. જ્યશ્રી said,

  December 19, 2006 @ 1:21 am

  કાયમ નહીં… તો કોઇ કોઇ વાર આ પંક્તિઓ ઘણી સાચી લાગે.. !!

  માણસભીની મહેક નથી પણ અફવાઓ છે,
  માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે !

 2. વિવેક said,

  December 19, 2006 @ 8:55 am

  સરસ ગઝલ… ટૂંકી અને સ્પષ્ટ વાત… આ ખોવાયેલો માણસ મળે એવી કોઈ વકી દેખાય છે ખરી?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment