ગઝલમાં તું જ તું, તારા વિચાર, તારી વાત,
અમે મફતમાં છતાં પણ પ્રસિદ્ધિ ખાટી છે.
વિવેક મનહર ટેલર

મિત્રોના સવાલ – શ્રીકાંત વર્મા (અનુ. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )

મિત્રો,
એ કહેવાનો કોઈ અર્થ નથી
કે હું પાછો ફરી રહ્યો છું.

સવાલ એ છે કે તમે ક્યાં જઈ રહ્યા છો ?

મિત્રો,
આ કહેવાનો કોઈ મતલબ નથી
કે હું સમયની સાથે ચાલી રહ્યો છું.

સવાલ એ છે કે સમય તમને બદલી રહ્યો છે
કે તમે
સમયને બદલી રહ્યા છો ?

મિત્રો,
એ કહેવાનો કોઈ અર્થ નથી,
કે હું ઘેર આવી પહોંચ્યો.

સવાલ આ છે
હવે પછી કયાં જશો ?

– શ્રીકાંત વર્મા
(અનુ. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )

જવાબો શોધવા કરતા પણ સવાલો શોધવા વધારે અઘરા છે.  એક મુદ્દાનો સવાલ એક આખી જીંદગી બદલવા માટે પર્યાપ્ત હોય છે.

આજે બધા કામ પૂરા થઈ જાય પછી નિરાંતે સૂતા પહેલા પોતાની જાતને પૂછી જોજો, ‘સમય તમને બદલી રહ્યો છે કે તમે સમયને બદલી રહ્યા છો?’ – એકાદ અઠવાડિયું ચાલે એટલો વિચારવાનો સામાન મળી રહેશે 🙂

10 Comments »

 1. ઉલ્લાસ ઓઝા said,

  January 4, 2011 @ 3:13 am

  ઘણી સુંદર રચના. ચિંતન-મનન કરવા પ્રેરે છે.

 2. Kiran Panchal said,

  January 4, 2011 @ 4:23 am

  ખુબ સરસ ..

 3. વિવેક said,

  January 4, 2011 @ 7:50 am

  ખરેખર તો આ ભાથું આજીવન ચાલે એવું છે… પરપ્રાંતિય ભાષાના કાવ્યો વાંચીએ ત્યારે આપણા અછાંદસ અને એમની વચ્ચેનો તફાવત નજરે ચડે છે…

 4. pragnaju said,

  January 4, 2011 @ 7:54 am

  ગહન વિચાર કરતા કરે તેવું અછાંદસ.
  આસ્વાદની વાત વિચારતા ૫૩ વર્ષ પહેલા અમારા વિદ્વાન વડિલોએ અમારા લગ્ન સમયે-
  સમયને અનુરૂપ પરિવર્તન કરાવેલું યાદ છે.
  આજે પણ એ વધુ સત્ય લાગે છે!
  कुटुम्बं पालियिष्यावह ह्यावृद्धबालकादिकम् |
  यथालब्धेन संतुष्टौ ब्रुते कन्या द्वितीयके ||
  આપણને વ્યવસાય કે અન્ય રીતે જે કંઈ મળશે તેથી સંતોષ પામી
  બાલકથી વૃદ્ધ પર્યંત સર્વ કુટુંબનું આપણે બંને પાલન કરીશું.
  અહીં મુળ સંસ્કૃત શ્લોકમાં कुटुम्बं पालियिष्यामि અને यथालब्धेन संतुष्टा એવા પુરુષના વર્ચસ્વવાળા સમયના શબ્દો બદલ્યા હતા
  એકાદ અઠવાડિયું ચાલે એટલો વિચારવાનો સામાન મળી રહેશે :-)!
  …………..કદાચ જીવન પર્યત દાતરડા જેમ મગજને ખુરેદતો રહેશે.

 5. dHRUTI MODI said,

  January 4, 2011 @ 4:28 pm

  સુંદર કવિતા, જાત સાથે વાત કરી મૂકતા કરે છે.

 6. vallimohammed said,

  January 4, 2011 @ 9:31 pm

  રેયલિ ઘનુજ સુન્દેર અને અપ્નવજેવુ થન્ક્સ અ લોત રેમેમ્બેર વિથ બેસ્ત રેગર્દ્સ લખનિ

 7. vallimohammed said,

  January 4, 2011 @ 9:33 pm

  રેઅલ્લ્ય બેસ્ત હોપે યોઉોન્તિનુએદ અન્દ રેમેમ્બેર મે વિથ બેસ્ત રેગર્દ્સ લખનિ

 8. vallimohammed said,

  January 4, 2011 @ 11:23 pm

  રેઅલ્લ્ય સુન્દેર્મેમોર્ય અને અદ્વિસબ્લે થન્ક્સ લખનિ

 9. vallimohammed said,

  January 4, 2011 @ 11:26 pm

  થન્ક્સ લખનિ

 10. vallimohammed said,

  January 6, 2011 @ 11:36 am

  ખવ્રિતથ્ બ્ેસ્ત રેગદ્સ લખનિ અતિ સુન્દેર્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment