માત્ર માણસજાતની વસ્તી વધે નહીં
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વધે છે
ભરત વિંઝુડા

બતાવી દો એને ગઝલ આપણી – મનોજ ખંડેરિયા

ખબર ના પડે કોણ કરતું ડખા;
ગઝલ-મહેલના હચમચે માળખાં.

સમય તો શ્વસુર-અંધ-સરંગટ વહુ થઈ,
કથા સુણવા જાતા અમે ઓ અખા !

ગયા જન્મમાં ભોગવી’તી સજા,
હજી પીઠ પર ચમચમે ચાબખા.

ગરમ શાહીમાં હાથ બોળાવી તેં,
અમારાં બરાબર કર્યા પારખાં !

અષાઢી પડ્યાં ફોરાં ચાંદીના ઝીલી,
તને શું ખબર થઈ ગયાં છે બખા !

તને સારથિ સમજી આવી જતાં,
મને રથથી નીચે ઉતાર્યો સખા !

બતાવી દો એને ગઝલ આપણી,
કહે છે જે गुजराती में क्या रखा ?

– મનોજ ખંડેરિયા

છેલ્લા શેર તો મઝાનો છે જ. અખાના પ્રખ્યાત છપ્પાને યાદ કરતો બીજો શેર પણ બહુ આસ્વાદ્ય છે.

13 Comments »

 1. P Shah said,

  November 1, 2010 @ 10:45 pm

  સુંદર રચના !

  બતાવી દો એને ગઝલ આપણી….

  શું મિજાજ છે !

 2. Jayshree said,

  November 1, 2010 @ 10:58 pm

  બતાવી દો એને ગઝલ આપણી,
  કહે છે જે गुजराती में क्या रखा ?…

  આ હા હા… ક્યા બાત હૈ… ક્યા બાત હૈ…!

 3. Girish Parikh said,

  November 1, 2010 @ 11:24 pm

  બતાવી દો એને ગઝલ આપણી,
  કહે છે જે गुजराती में क्या रखा ?

  રત્નો જેવા શેરો વાળી ગુજરાતીમાં અનેક ગઝલોછે — એમાં મનોજની પણ ઘણી છે.

  ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક માટે યોગ્ય પ્રકાશક શોધી રહ્યો છે. એ પુસ્તક પ્રકાશિત થયા પછી જો પ્રભુની ઇચ્છા હશે તો ‘મનોજની ખોજઃ મનોજ ખંડેરિયાના શેરોનો આનંદ’ પુસ્તકનું સર્જન કરવાની ઇચ્છા છે. (મનોજના કેટલાક શેરો વિશે લખ્યું પણ છે જે http://www.girishparikh.wordpress.com બ્લૉગ પર પોસ્ટ કર્યું છે.)

  ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક હાલ http://www.girishparikh.wordpress.com બ્લૉગ પર વાંચી શકો છો.

 4. Deval said,

  November 1, 2010 @ 11:46 pm

  waah…..maja aavi…pan jo koi 2nd sher samjave to vadhu maja pade…ae sher no context na samjayo, vali ‘sanrangat’ etle shu e pan nathi khabar…Vivek ji, Tirtesh ji, Dhaval ji, Jayashree ji…mari ek meethi fariyad 6 k bloggers dont bother to reply…jo ae loko na kari shake to aap sau ni pasethi to apeksha hoy j…hope amara jeva ‘mand buddhi’ bhavako no etlo haq chhe aap sau uper… 🙁

 5. Kirtikant Purohit said,

  November 2, 2010 @ 1:39 am

  મઝા આવી ગઇ.

 6. Pancham Shukla said,

  November 2, 2010 @ 6:11 am

  મનોજકાકાની મોટાભાગની ગઝલોનાં ભાવ અને બાની પીંછાં જેવા કોમળ હોય છે. એની સરખામણીએ આ એકદમ અલગ મિજાજ છે. કવિએ કઈ સ્થિતિ અને કેવા સંજોગોમાં આ ગઝલ લખી હશે ? આ ગઝલ એક સંશોધનનો વિષય બને એમ છે.

  ખબર ના પડે કોણ કરતું ડખા;
  ગઝલ-મહેલના હચમચે માળખાં.

  કવિ નવા ગઝલંદાજોને બખૂબી સાવધ પણ કરતાં હોય એમ લાગે છે.

 7. pragnaju said,

  November 2, 2010 @ 7:58 am

  તને સારથિ સમજી આવી જતાં,
  મને રથથી નીચે ઉતાર્યો સખા !

  બતાવી દો એને ગઝલ આપણી,
  કહે છે જે गुजराती में क्या रखा ?
  અલગ મિજાજની મસ્ત ગઝલ
  आजकल हम लोग हिन्दी के बहुत सारे शब्द इस्तेमाल करते हैं। हिंदी या किसी अन्य भारतीय भाषा में बात करते हुए भी हम इन शब्दों का धड़ल्ले से प्रयोग करते हैं। कुछ लोग इसे गलत मानते हैं। उनका कहना है कि दूसरी भाषा के शब्दों के आने से हमारी भाषा अशुद्ध हो जाती है। कई लोग इसके लिए आलोचना करते हैं। लेकिन यह देखना दिलचस्प होगा कि जब हम हिन्दी के शब्दों का इस्तेमाल अपनी भाषा में करते हैं तो हिन्दी वाले अर्थ में ही करते हैं या ‘फ्लेश कलर’ की तरह उनका हमने गुजरातीकरण कर लिया है। जरूरी नहीं कि उनका जो अर्थ हम यहां समझते हैं, वही अमेरिका या इंग्लैंड में भी समझा जाता हो। यानी शब्द चाहे जहां से भी आ रहे हों, उन्हें अर्थ हम अपने हिसाब से ही दे रहे हैं। शब्द कभी किसी एक देश या समाज की संपत्ति बन कर नहीं रहते। महत्वपूर्ण यह है कि उन शब्दों में आपने किस तरह अपने अर्थ डाल दिए हैं। एक तरह से उन्हें आपने अपने घर की बहू बना लिया है और उन्हें अपने हिसाब से ढाल लिया है।

  मगर गुजराती गझलकी बात कुछ और है!

 8. વિવેક said,

  November 2, 2010 @ 8:05 am

  સુંદર ગઝલ…

 9. Girish Parikh said,

  November 2, 2010 @ 11:42 am

  દેવલ જીઃ આપણો મહાકોશ ‘ભગવદ્ગોડલ’ જે ઓન લાઈન ઉપલબ્ધ છે (http://www.bhagavadgomandal.com/) એ ‘સરંગટ’ શબ્દનો અર્થ આપે છે ‘ઘૂંઘટ’.
  તમારી વાત સાચી છે.
  આસ્વાદ વધુ શબ્દોમાં કાવ્યનો મર્મ સમજાવે તો મારા જેવા ભાવકોને પણ કાવ્ય માણવાની ઓર મઝા આવે.

  પંચમ જીઃ તમારી વાત પણ ધ્યાનમાં લેવા જેવી છેઃ “કવિએ કઈ સ્થિતિ અને કેવા સંજોગોમાં આ ગઝલ લખી હશે ?”
  અલબત્ત, આવી માહિતિ અને એ ઉપરાંત કવિ વિશેનું લખાણ ભાવકોને કાવ્યની વધુ નજીક આવવામાં – – એના હાર્દમાં પ્રવેશવાનું સુગમ કરી શકે, અને આવું લખાણ રસમય પણ બની શકે. આ રીતે વધુ વિસ્તારથી લખાયેલા આસ્વાદ કાવ્યના પૂરક બની શકે. (They will complement the poems. They are certainly NOT diversions).

 10. DHRUTI MODI said,

  November 2, 2010 @ 2:43 pm

  કવિનો મિજાજ અને ગઝલ બંને ગમ્યા.

 11. ધવલ said,

  November 2, 2010 @ 8:08 pm

  દેવલ,

  અખાનો આખો છપ્પો આ રહ્યો

  આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
  કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
  ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.

  ( સરંગટ=ઘૂમટો તાણેલી, બોક= ડોલ )

  આંધળો સસરો અને ઘૂમટો તાણેલી વહુ સાથે નીકળે તો બેમાંથી કોઈને રસ્તો જ દેખાવો શક્ય નથી. એ રીતે મૂર્ખ ગાડરિયા પ્રવાહ પર વ્યંગ છે.

 12. sudhir patel said,

  November 2, 2010 @ 10:50 pm

  મનોજભાઈની સાવ અનોખો મિજાજ ધરાવતી ગઝલ!
  એનો આખરી શે’ર ગુજરાતી ગઝલ શું છે એ બખૂબી બતાવી આપે છે!
  સુધીર પટેલ.

 13. Deval said,

  November 4, 2010 @ 1:22 am

  @ Girish ji & Dhaval ji:: koi kavya pankti na samjati hoy ane 2-2 jana ene samjave to achanak j khush thai javay, diwali na saparma diwaso ma mane aavi j kaik feeling thai. diwali gift jevi…thank u very much….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment