કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે,
સુખને આકાર છે, દુ:ખ નિરાકાર છે.
રઈશ મનીઆર

મુક્તક -બરકત વિરાણી ‘બેફામ’

દુ:ખ ને સુખ અંતમાં – તાસીરમાં સરખાં નીકળ્યા,
સાર તકદીર ને તદબીરમાં સરખાં નીકળ્યા;
કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ ઉભય નીર રૂપે,
સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં.

– બરકત વિરાણી ‘બેફામ’

8 Comments »

 1. P Shah said,

  October 21, 2010 @ 10:46 pm

  સુંદર મુક્તક !

  તેમનો એક આ ક્ષણે માણીએ-

  જુઓ કે એમાં ભરત છે ખરા સિતારાઓનું,
  ઘણી જ કિંમતી છે અંધકારની ચાદર……’બેફામ’

 2. રશ્મિ said,

  October 22, 2010 @ 2:40 am

  “સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં” -ઘણું બેફામ કહી ગયા છે.

 3. DHRUTI MODI said,

  October 22, 2010 @ 8:08 am

  બેફામનું સુંદર મુકતક ગમ્યું.સંસ્કૃત અને ફારસી શબ્દોની અસર ખૂબ જ જોરદાર છે. આખું મુકતક સુંદર છે.

 4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  October 22, 2010 @ 8:49 am

  આંસુનો સ્વાદતો ખારો હોય છે એની ખબર તો હતી.
  પ્રસ્વેદનો સ્વાદ પણ ખારો હોય છે એ જાણ ન હતી..

 5. ઇન્દુ શાહ said,

  October 22, 2010 @ 6:35 pm

  સ્વાબ પણ બેઉના સરખા નીકળ્યા
  સુંદર મુકત્ક્

 6. pragnaju said,

  October 23, 2010 @ 9:35 pm

  સુંદર
  તેમણે જ આ વાત વિગતે કહી છે

  મને કંઈ એ રીતે નિદ્રામાં જીવન સ્થિર લાગે છે,
  કે જાણે રાત દિનના ખ્વાબની તાબીર લાગે છે.

  નહીં તો આપ દિલને આમ પથ્થરનું બનાવો નહિં,
  મહોબ્બતની કોઈ મજબૂત એ તામીર* લાગે છે.

  ભરમ મારો જુદો છે બંધ મુઠ્ઠી રાખનારાથી,
  મને મારા ઉઘાડા હાથમાં તકદીર લાગે છે

  નથી એમાં પ્રણયનો રંગ કે સૌંદર્યની રેખા,
  હવે દિલ કોઈની જાણે જૂની તસ્વીર લાગે છે.

  ચમનની જેમ રણને તો નથી દીવાલ-દરવાજા,
  બધાંની હોય જાણે એવી એ જાગીર લાગે છે.

  એ મુક્તિ હો કે બંધન હો, ચરણનો હાલ છે એક જ;
  પ્રથમ લાગ્યાં હતાં કાંટા, હવે જંજીર લાગે છે.

  નહીં તો વાદળી વરસ્યા વિના વિખરાઈ ના જાયે,
  ધરા જેમ જ ગગનમાં ઝાંઝવાનાં નીર લાગે છે.

  લલાટ આ રીતે નહિ તો ના ઘસે બેફામ સજદામાં,
  કે એ તકદીર ભુંસવાની કોઈ તદબીર લાગે છે.

  સદીઓથી મનુષ્ય અટવાયેલો છે પ્રારબ્ધ ને પુરુષાર્થની માયાજાળમાં તો બેફામ સા’બ પણ આ જ વિષયવસ્તુને પોતાના આગવા મિજાજમાં રજૂ કરે છે. કોઈને પોતાની બંધ મુઠ્ઠીમાં તકદીર દેખાય છે તો કોઈ ઉઘાડો હાથ રાખી માત્ર પુરુષાર્થમાં જ માને છે. તો નસીબની બલિહારીએ કોઈ માવઠું આવીને વિખરાય જાય ત્યારે બેફામ સા’બને આકાશમાં પણ ઝાંઝવાનાં નીર હશે તેવી શંકા જાય છે. ને મક્તાના શેરમાં તો તેઓ તકદીરને માત આપીને કહે છે…. સજદામાં કપાળ ટેકવાનો પુરુષાર્થ એ તો તકદીરને ભૂંસવાનો પ્રયત્ન જ છે !!

 7. Bhavesh N. Pattni said,

  December 17, 2010 @ 4:34 am

  બરકત વિરાણી પરથી યાદ આવ્યા ભાવનગરના જગદીપ વિરાણી. અમદાવાદમાં તા. 25 ડિસેમ્બર 2010 ના રોજ જગદીપ વિરાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વ. શ્રી જગદીપ વિરાણી રચિત ગીતોનો એક કાર્યક્રમ થઈ રહ્યો છે. આપ facebook પર Jagdeep Virani Fan Club પરથી આ અંગે વધુ માહિતિ લઈ શકશો. આ કાર્યક્રમ આમંત્રિતો માટે છે અને યોગદાન સ્વૈચ્છિક છે.

 8. khevana said,

  April 1, 2011 @ 4:57 am

  it’s realy a good stanza,love you Befam

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment