એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં,
તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં.
બેફામ

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવા
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

– હરીન્દ્ર દવે

સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
સ્વર – આશિત દેસાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Kanuda ne bandhyo chhe.mp3]

મા જશોદા સજા કરવા માટે કાનુડાને બાંધી દે છે એ પ્રખ્યાત પ્રસંગની વાત છે. કવિએ ગીતમાં કાનુડાના વર્ણન સિવાય કાંઈ કહ્યું નથી, અને એ છતાં આખા પ્રસંગને વ્હાલપથી મઢી દીધો છે. આજે જન્માષ્ટમીના દિવસે ખાસ આ ગીત.

(ઑડિયો લિન્ક માટે આભાર, જયશ્રી !)

5 Comments »

 1. Jayshree said,

  September 3, 2010 @ 12:00 am

  મઝાનું ગીત…
  આ ગીતનું તો સ્વરાંકન પણ ખૂબ મઝાનું થયું છે.

 2. વિવેક said,

  September 3, 2010 @ 12:40 am

  જયશ્રી,

  સ્વરાંકન મજાનું થયું છે એમ કહીને તું છટકી જાય તે નહીં ચાલે… ક્યાં તો લિન્ક આપ અથવા અહીં અપલોડ કરી આપ…

 3. pragnaju said,

  September 3, 2010 @ 10:31 am

  સરસ ગીત…સ્વરાંકન માણવા ક્લીક કર્યું અને……………………..
  Windows Parental Controls has blocked access to this webpage.
  HTTP 450
  tahuko.com
  What you can try:
  If you want access to this website, you will need permission. Ask an administrator for permission.
  If you get permission to access this site, click Refresh to view the page.
  You may have reached this page by mistake; make sure the address is spelled correctly or hit Back to try another link.

 4. preetam lakhlani said,

  September 3, 2010 @ 12:55 pm

  પુજય સ્વગિય કવિ હરીન્દભાઇનુ પ્રત્યેક ગીત પ્રેમના દોરે બાધેલ છે……

 5. sudhir patel said,

  September 3, 2010 @ 10:08 pm

  ખૂબ સુંદર કૃષ્ણમય ગીત!
  જન્માષ્ટમિની સૌને હાર્દિક શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment