બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !
બેફામ

પાંદડાંએ લે! મને ઊભી રાખી -વિનોદ જોશી

vinod-joshi-hand-written-poem sml

(કવિશ્રીનાં હસ્તાક્ષરમાં આ ગીત ખાસ લયસ્તરો માટે…)

પાંદડાએ લે! મને ઊભી રાખી,
પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…

વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તો
દાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,
સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢ
પડછાયા જૂઠ્ઠા થઈ જાય;

ઝાડવાએ લે! મને ઊભી રાખી,
પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…

કોઈવાર માળામાં ઊતરતું ચાંદરડું
ડાળખીમાં ત્રાંસું થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓ
ગળચટ્ટાં આંસુ થઈ જાય;

વાયરાએ લે! મને ઊભી રાખી,
પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી…

-વિનોદ જોશી

લગભગ બે વર્ષ પહેલા વિનોદભાઈ પાસે લયસ્તરો માટે આ ગીત એમનાં હસ્તાક્ષરમાં લખાવ્યું હતું, જે આ ભૂલકણીથી ક્યાંક મૂકાઈ ગયેલું.  આજે અચાનક મળી આવ્યું તો આ તમારા માટે એકદમ ફટાફટ… 🙂   આ ગીતને વિનોદભાઈનાં મુખે તરન્નુમમાં સાંભળવું, એ ખરેખર એક લ્હાવો છે.  એમના પઠનની ઓડિયો ક્યારેક મેળ પડે તો જરૂરથી મૂકીશ.

15 Comments »

 1. Pinki said,

  August 11, 2010 @ 10:40 pm

  વાહ્… અદ્…ભૂત !

  વિનોદભાઇનું ગીત હોય એટલે બસ, કાનમાં ગૂંજતું જ રહે !!!

 2. vimal agravat said,

  August 11, 2010 @ 11:41 pm

  આ ગીત વિનોદભાઇ ના સ્વરમાં સાંભળ્યું છે. તેમના અવાજમાં આ ગીત સાંભળવું એક લ્હાવો છે. ઓડિયોની રાહ રહેશે.

 3. મીત said,

  August 12, 2010 @ 12:34 am

  વિનોદભાઈની બીજી એક રચના છે..”
  આવું કાં થાય?
  એનો ઉત્તર છે એટલો કે
  એવું પણ થાય
  એના જેવું પણ થાય”
  પણ મુકશો

 4. P Shah said,

  August 12, 2010 @ 5:10 am

  વાયરાએ લે! મને ઊભી રાખી,
  પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી……

  વાહ ! ઊર્મિબેન સરસ ગીત લઈ આવ્યા !

 5. pragnaju said,

  August 12, 2010 @ 7:14 am

  વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તો
  દાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,
  સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢ
  પડછાયા જૂઠ્ઠા થઈ જાય;

  ઝાડવાએ લે! મને ઊભી રાખી,
  પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…
  સ રસ ગીત
  યાદ આવ્યું
  ગુલોસે ખાર બહેતર કી
  દામન થામ લેતે હૈ!

 6. Rekha Sindhal said,

  August 12, 2010 @ 7:53 am

  વિનોદભાઈનેી કવિતાઓ ઝંકૃત કર્યા વગર રહે જ નહી ને! બહુ સરસ રચના !

 7. વિવેક said,

  August 12, 2010 @ 8:18 am

  સુંદર ગીત… થોડા સમય પહેલાં જ એક કાર્યક્રમમાં ‘લાઇવ’ સાંભળ્યું…

 8. Bharat Trivedi said,

  August 12, 2010 @ 8:32 am

  વિનોદભાઈનું ગીત ના ગમવાને કોઇ કારણ જ ના હોય! મને થાય છે કે કવિઓના હસ્તાક્ષર આવા સુંદર કેમ હોતા હશે? – ભરત ત્રિવેદી

 9. સુનીલ શાહ said,

  August 12, 2010 @ 8:33 am

  મઝાનું ગીત. આમ તો સાંભળેલું છે પણ વારંવાર સાંભળવાની ઈચ્છા છે.

 10. Kalpana said,

  August 12, 2010 @ 12:46 pm

  ઊર્મિ આભાર. શમણાઓ ગળચટ્ટા થઈ જાય!આતો બહુ કરી!
  લય બહુ સરસ
  કલ્પના

 11. vallimohammed lakhani said,

  August 12, 2010 @ 1:53 pm

  ખ્રેખર સોૂન્દેર જોદનિો ન્ગ્રતુલતિઓન અભર સથે નમસ્તે સ્વિકર્સો લખનિ

 12. ધવલ said,

  August 12, 2010 @ 3:40 pm

  કોઈવાર માળામાં ઊતરતું ચાંદરડું
  ડાળખીમાં ત્રાંસું થઈ જાય,
  કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓ
  ગળચટ્ટાં આંસુ થઈ જાય;

  વાયરાએ લે! મને ઊભી રાખી,
  પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી…

  – સરસ !

 13. urvashi parekh said,

  August 12, 2010 @ 5:32 pm

  સરસ…
  સુરજ ને હોંકરે, અને ઝાકળ ની લુમ વાળી વાત સરસ.
  આભાર.

 14. mahesh dalal said,

  August 13, 2010 @ 1:02 am

  સરસ ર ચ્ ના

 15. DR Bharat Makwana said,

  August 17, 2010 @ 12:41 am

  કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓ
  ગળચટ્ટાં આંસુ થઈ જાય;
  ભાગ્યેજ કલ્પના થઇ શકે તેવા લયબદ્ધ શબ્દો!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment