શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
જલન માતરી

શિકાગોમાં શ્રી અશરફ ડબાવાલાનો સન્માન સમારંભ

કવિ ડો. આશરફ ડબાવાલાને ગુજારાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજારાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કર, ગુજરાતી લિટરરી એકેદેમી ઓફ નોર્થ અમેરિકા દ્વારા આપાતું ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અને આઇ.એન.ટી.(INT)નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમના કાવ્યસંગ્રહ ‘ધબકારાના વારસ’ને ભાવનગર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં આવેલ છે. છેલ્લાં ૧૫ વર્ષથી ડો.ડબાવાલા ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થાથકી ગુજારાતી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કરી શિકાગો વિસ્તારમાં આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રચાર ને પ્રસારમાં પ્રવૃત્ત છે.

ડો.ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવા ‘શિકાગો આર્ટ સર્કલ’ના મિત્રોએ ૭મી ને ૮મી ઓગસ્ટે શબ્દ ને સંગીતના મહોત્સવનું આયોજન કરેલ છે.

Flyer

17 Comments »

 1. Vijay Shah said,

  July 20, 2010 @ 11:03 pm

  શત શત અભિનંદન્!
  વિજય શાહ
  હ્યુસ્ટન

 2. Girish Parikh said,

  July 21, 2010 @ 12:00 am

  જો આપ તો શબ્દોમાં મને કોઈ છટા દે,
  નહિતર તું મને મૌનમાં મોકાની જગા દે.

  અશરફ ડબાવાલા એમના કાવ્યસંગ્રહ ‘ધબકારાનો વારસ’ની ઝલક ઉપરના શેરના શબ્દ-ધબકારાઓથી વાચકને અગ્રપૃષ્ઠો (ફ્રન્ટ મેટર) ના પહેલા પાને આપે છે.

  ‘ધબકારાનો વારસ’ અશરફ ડબાવાલાનો ગઝલ – ગીત – અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે. એનું રસદર્શન ‘ધબકારાનો વારસ’ના ધબકારા (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ ના બે ભાગ http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કર્યા છે. વાંચવા વિનંતી.

  અશરફભાઈનો મને પ્રત્યક્ષ પરિચય થયેલો. ઉપરના બ્લોગમાં મારાં સંસ્મરણો આલેખવા પ્રયત્ન કરીશ.
  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

 3. Girish Parikh said,

  July 21, 2010 @ 12:08 am

  ‘ધબકારાનો વારસ’ કાવ્યસંગ્રહમાંના SCHIZOPHRENIA ગુજરાતી અછાંદસ કાવ્યનો અંગ્રેજીમાં અનુવાદ પણ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યો છે. વાંચીને આપનો પ્રતિભાવ આપવા વિનંતી.

 4. વિવેક said,

  July 21, 2010 @ 1:48 am

  કવિશ્રીને હાર્દિક અભિનંદન !!

 5. Ketan said,

  July 21, 2010 @ 3:27 am

  “કેમ લાગી દવા ની ખપ” વાહ સરસ આ સનમાન બહુ પહેલા જરુરી હતુ.

 6. jaimin oza said,

  July 21, 2010 @ 4:22 am

  કવી શ્રી ને અમદાવાદ થી જાગ્રુતી જૈમીન ઓઝા ના પ્રણામ અને ખોબો ભરી ને અભીનંદન.

 7. Rekha Sindhal said,

  July 21, 2010 @ 4:26 am

  અશરફભાઈને ખુબ ખુબ અભિનઁદન!

 8. Pancham Shukla said,

  July 21, 2010 @ 6:55 am

  દરિયાપારના સશક્ત સર્જક ગઝલગોખથી ઉતરી શબદચોકમાં પોંખાય છે એનો આનંદ એમની ગઝલ-ગરબી સ્મરી વ્યક્ત કરું છું.

 9. Kirtikant Purohit said,

  July 21, 2010 @ 9:18 am

  આખાયે સ્વર્ણિમ સમારોહને આગોતરા અભિનન્દન અને શુભકામનાઓ. પ્રીતમભાઇ જોડે વિગતે વાત થઇ. સરસ આયોજન ઘડાયુ છે.ગુજરાત અને ગુજરાતીનુ અનોખુ ગૌરવ.

 10. Bharat Trivedi said,

  July 21, 2010 @ 9:29 am

  પ્રિય અશરફભાઈ,

  હાર્દિક અભિનંદન !!

  ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં;
  એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

  -ભરત ત્રિવેદી

 11. Kalpana said,

  July 21, 2010 @ 9:59 am

  ઘણી વાર કોઈના મૌનના ખાલીપાને ભરવામાટે જ કવિતા રચાઈ જતી હોય છે. લાગણી ના ધોધને કલાત્મક રીતે વાળવાની કવિને મળૅલી બક્ષીશ છે.
  આશરફભાઈને અનેક અભિનઁદન.
  આભાર ખાસ વિવેકભાઈનો
  કલ્પના

 12. Girish Parikh said,

  July 21, 2010 @ 11:27 am

  આજે ” ‘ધબકારાનો વારસ’ના ધબકારા: ૩ (ગિરીશના ભાવ પ્રતિભાવ)” http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યો છે જેમાં કવિશ્રીના કાવ્ય સંગ્રહ ‘ધબકારાનો વારસ’માંથી ચૂટેલા શેરોનાં (અન્ય રચનાઓની જેમ) સદાય સુગંધીત રહેનારાં પુષ્પો પેશ કર્યાં છે. વાંચવા વિનંતી.

 13. ડૉ.મહેશ રાવલ said,

  July 21, 2010 @ 1:19 pm

  જનાબ ડૉ. અશરફભાઈને ખૂબ-ખૂબ અભિનંદન અને આયોજીત કાર્યક્રમની સર્વાંગ સફળતા માટે તમામને શુભેચ્છાઓ.

 14. sudhir patel said,

  July 21, 2010 @ 11:18 pm

  કવિશ્રી અશરફ્ભાઈને હાર્દિક અભિનંદન અને કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 15. Girish Parikh said,

  July 23, 2010 @ 10:52 am

  અશરફ ડબાવાલાની પ્રેરણાથી લખાયેલી અને એમને અર્પણ કરેલી ‘ગઝલની સુરાહી (ગઝલ)’ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરી છે. વાંચવા વિનંતી.
  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

 16. Bharat Trivedi said,

  July 23, 2010 @ 11:27 am

  પંચમ શુક્લા લકે છેઃ

  “દરિયાપારના સશક્ત સર્જક ગઝલગોખથી ઉતરી શબદચોકમાં પોંખાય છે એનો આનંદ એમની ગઝલ-ગરબી સ્મરી વ્યક્ત કરું છું.” કોઈની કવિતા પર તો ખુશ થઈ જવાનું બને પણ કોઈની કોમેન્ટ પર પણ ખુશ થેઈ જવાનો અનુભવ મારા માટે થોડો નવો છે. ક્યા બાત કહી હૈ શુક્લાજીને!!

  -ભરત ત્રિવેદી

 17. zahir said,

  July 25, 2010 @ 8:31 am

  Dear sir , Ashrafbhai

  Salam W Cum

  CONGRATS” U have been awarded an degree

  For not Smsing me.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment