કરે છે એક ને પીડાય છે બીજો જ સતત
પુરુ છે દેહ ને મન આપણું યયાતિ છે.
ડેનિશ જરીવાલા

ઘણી તકલીફ પ્હોંચી છે – મનોજ ખંડેરિયા

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

– મનોજ ખંડેરિયા

અડચણોને ગાઈ લેવી … તકલીફોને સજાવી લેવી… પણ ગઝલનો (ને જીગરનો) મિજાજ તો બરકરાર જ રાખવો !

23 Comments »

 1. sudhir patel said,

  May 31, 2010 @ 9:58 pm

  વાહ! સદા બહાર ગઝલ માણવાની મજા આવી!
  સુધીર પટેલ.

 2. અભિષેક said,

  May 31, 2010 @ 10:21 pm

  બહુ જ માર્મિક વાત કરી છે. સરસ ગઝલ.

 3. P Shah said,

  May 31, 2010 @ 11:55 pm

  સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે…..

  દરેકના મનની વાત !

 4. dr bharat said,

  June 1, 2010 @ 12:18 am

  મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે
  ………..પારદર્સક વાત કરી છે………..

 5. વિવેક said,

  June 1, 2010 @ 2:10 am

  ગઝલ વાંચતા એવું પ્રતીત થયું જાણે મનોજભાઈએ જાતે જ ‘વરસોના વરસ લાગે’ ગઝલનો ભાગ બે લખ્યો ન હોય!

 6. Mousami Makwana said,

  June 1, 2010 @ 3:07 am

  બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
  મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

  હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
  આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
  ખુબ-ખુબ જ સુંદર…
  સચોટ વાસ્તવિકતા દર્શાવી છે….
  આભાર..

 7. pragnaju said,

  June 1, 2010 @ 7:18 am

  ખૂબ સ રસ ગઝલ
  ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
  સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
  વાહ્

 8. Pancham Shukla said,

  June 1, 2010 @ 8:59 am

  સુંદર ગઝલ. વિવેકભાઈની વાત સાથે સહમત…‘વરસોના વરસ લાગે’ ગઝલનો ભાગ બે લખ્યો ન હોય! એજ છંદમાં એ પ્રકારની અસર ઉપજાવતી ગઝલ.

 9. Praveen said,

  June 1, 2010 @ 9:10 am

  આજના સગવડિયા ગોઠવણોના સમયમાં, સાચાં કવિહ્રુદયને થતી વ્યથા અને મૂંઝવણને સચોટ વાચા આપતી પ્રિય ભાઈ મનોજની આ અદ્ભુત સાચી કવિતાને જિગરથી સો સો સલામ !
  દાદ સ્વરૂપે, મને સૂઝેલા આ બેક શેર ઉમેરવાનું મન થાય છે –

  “જતાં જોયાં મેં ઊંચે બહુ લોક, પણ સંઘમાં ભળી શક્યો નહીં,
  નજર નોંધેલી કેડીની નોક, વળાંકે વળી શક્યો નહીં….
  ખરાં મનથી જ્યાં આદર ના જાગ્યો, થઈ ઠાવકો લળી શક્યો નહીં.”

 10. Girish Parikh said,

  June 1, 2010 @ 10:36 am

  મનોજની ખોજ ! Discovery of Manoj !

  મારે જો ‘મનોજના શેરોનો આનંદ’ પુસ્તક લખવાનું હોય તો એનું ઉપશીર્ષક ‘મનોજની ખોજ !’ રાખું. એ પુસ્તકને અંગ્રેજીમાં અવતાર આપું તો એનું ઉપશીર્ષક (કે શીર્ષક) ‘Discovery of Manoj !’ રાખું.

  અલબત્ત, મનોજની આ ગઝલ મને ખૂબ પ્રિય છે અને એના વિશે વધુ લખવા પ્રયત્ન કરીશ નીચેના બ્લોગ પરઃ
  http://www.girishparikh.wordpress.com

 11. રાજની ટાંક said,

  June 1, 2010 @ 11:10 am

  સરસ ગઝલ…

  અને ગિરિસભાઈ ‘જલ્દી પુસ્તક સંપાદન શરુ કરી દો…!’

  શીર્ષક મને પણ ગમ્યુ ‘મનોજની ખોજ !’ 😉

 12. ડૉ. મહેશ રાવલ said,

  June 1, 2010 @ 11:33 am

  પ્રથમ શેરથી જ મનોજભાઈના સશક્ત કસબમાં ઓતપ્રોત કરતી ગઝલ સરસ મજાના લયમાં પ્રવાહિત થઈ સોંસરી ઉતરી જતી લાગે….
  વિવેકભાઈએ બરોબર જ કહ્યું, વરસોના વરસ લાગે….. એ પોતાની જ ગઝલનું અનુસંધાન સાધતા હોય એમ લખાયેલી, મનોજભાઈની આ ગઝલ સુંદર અને એટલી જ પ્રભાવી રહી.
  લયસ્તરોને, આ સુંદર ગઝલ આપણા સુધી પહોંચાડવા બદલ અભિનંદન.

 13. preetam lakhlani said,

  June 1, 2010 @ 1:58 pm

  મિત્રો, આ ચચાનો વિષય નથી પણ ‘વરસોના વરસ લાગે’ રદિફ સવ પ્રથમ ગુજરાતી ગઝલ જગતમા બગસરાના સાયર કુતુબ આઝાદના પ્રુત્ર નામાકિત સાયર ભાઈ તુરાબ હમદદે પોતાની એક ગઝલમા વાપરયો હતો,ત્યારે કદાચ્ તુરાબની ઉમર ૧૮ વષની હશે….અને આ રદીફ શુકનવાર નિકરયો મનોજ ભાઈને….વિષેસ કઇ જાણવુ હોય તો કવિ શાયર આર . સે. રાહીને પુછો અથવા બગસરા તમન્ના ના તત્રી તુરાબ આઝાદને લખૉ……..

 14. Girish Parikh said,

  June 1, 2010 @ 5:22 pm

  ‘ગિરીશના ભાવ પ્રતિભાવ: મનોજના શેરોનો આનંદ – – મનોજની ખોજ !’ લેખ નીચેના બ્લોગ પર વાંચોઃ
  http://www.girishparikh.wordpress.com
  શ્રી રાજની ટાંકના સૂચન બદલ હ્રદયપુર્વક આભાર. હાલ ‘મનોજના શેરોનો આનંદ – – મનોજની ખોજ !’ પુસ્તકનું કામ તો નહીં કરી શકું. હકીકતમાં મારાં સાત પુસ્તકોની હસ્તપ્રત (હા, હસ્તપ્રત! – – જો કે એ કોમ્પ્યુટર પર તૈયાર કરું છું (અને કરીશ), પણ લખું છું તો હાથની આંગળીઓથી જ!) માટે હું યોગ્ય પ્રકાશક શોધી રહ્યો છું. (જુઓઃ ઉપરના બ્લોગ પરઃ ‘સાત પુસ્તકો – – પ્રકાશકની શોધમાં’). એમાં એક પુસ્તક છે ‘આદિલના શેરોનો આનંદ’ જે પ્રકાશન માટે તૈયાર છે.
  સાત પુસ્તકોમાંથી એક પુસ્તક માટે પ્રકાશક મળે કે તરત જ શ્રી ગણેશ કરીશ એક નવા પુસ્તકના.

 15. Girish Parikh said,

  June 1, 2010 @ 5:35 pm

  ઉપરના મારા લખણમાં સુધારોઃ મારું બીજું પુસ્તક જે અંગ્રેજીમાં છે એ પણ પ્રકાશન માટે તૈયાર છે. એ છેઃ SEPTEMBER 11: THE DATE OF GLOOM AND GLORY! It is primarily based on the Septenmber 11 (yes, 9/11) addtess of Swami Vivekananda at the World’s Parliament of Religions held in Chicago in 1893.

 16. Yogesh Pandya said,

  June 1, 2010 @ 8:20 pm

  અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
  ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

  સરસ ગઝલ……………………………….અભિનંદન.

 17. raksha said,

  June 2, 2010 @ 12:11 am

  મ. ખં. ને માણવા એ તો લ્હાવો જ. સરસ!

 18. Dilipkumar K Bhatt said,

  June 4, 2010 @ 8:57 am

  ખરેખર ખનડેરના બીબા ની જાળવણી મા મનોજભાઈને તકલીફ પડી છે એ સારી રીતે ગઝલ્યુ છે.મારા હ્રૂદયન અભિનન્દન.

 19. Milind Gadhavi said,

  June 7, 2010 @ 12:26 am

  આ રદીફમાં જૂનાગઢના જ બે શેર –

  મને મારી ઋજુતામાં ઘણી તકલીફ પ્હોંચી છે
  સફળ તો છું, સફળતામાં ઘણી તકલીફ પ્હોંચી છે
  – પ્રફુલ્લ નાણાવટી

  જીવનનો અર્થ બીજો કંઇ નથી, બેઠો છું ગાડીમાં
  ઝડપથી ઝાડવા ગણતાં ઘણી તકલીફ પ્હોંચી છે
  – વિરૂ પુરોહિત

 20. kanchankumari. p.parmar said,

  June 7, 2010 @ 4:52 am

  તકલીફ તકલીફ ને તકલીફ જ્યા જુવો ત્યા બસ તકલીફ ;આ તકલીફો ને ટાળવામા પણ ઘણી તકલીફ પહોંચી છે……

 21. Girish Parikh said,

  June 7, 2010 @ 11:33 am

  “મનોજની ‘હાથમાં કારોબાર રાખ્યો તેં’ ગઝલનો આનંદ (ગિરીશના ભાવ પ્રતિભાવ)” http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કરેલ છે. વાંચવા વિનંતી.
  – – ગિરીશ પરીખ

 22. vinod said,

  June 12, 2010 @ 10:07 am

  વાહ વાહ ખુબ મજા આવિ

 23. ચરણને પાછા વળવામાં … | Girishparikh's Blog said,

  November 2, 2015 @ 10:27 am

  […] અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં, ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે. ધ્યેય પાર પાડવા સુધી પહોંચી શકાયું ન હોય અને જો પાછા વળવું પડે તો એ દુખ અસહ્ય હોય છે! યાદ આવે છે વ્હી. શાંતારામની અમર ફિલ્મ “દો આંખે બારા હાથનો” એક પ્રસંગઃ જેલરનું પાત્ર ભજવતા વ્હી. શાંતારામ કેદીઓને સુધારવા માગે છે, અને એમને જેલની બહાર લઈ જવા માગે છે. એમના અંગ્રેજ ઉપરી અધિકારી એમને કચવાતા મને રજા આપે છે. કેદીઓને જેલર બહાર લઈ જાય છે પણ લાગ મળતાં એ ભાગી જાય છે! મારો પ્રયોગ નિષ્ફળ ગયો છે એવા લખાણ પર ઉપરી અધિકારી જેલરને સહી કરવાનું કહે છે. જેલર સહી કરે છે પણ એને અસહ્ય દુખ થાય છે અને સહી કરીને કલમ તોડી નાખે છે! મનોજ ખંડેરિયાની ગઝલની લીંકઃ http://layastaro.com/?p=4529 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment